________________
૨૮૮ ]
કેન્ફરન્સ હેરસ્ટ.
[ નવેમ્બર
અધ્યાત્મરસિક શ્રીમાન આનંદઘનજી કૃત પદેશિક
અને અધ્યાત્મિક પધ.
પરમાર્થ સાથે (લેખક-મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી)
રાગ આશાવરી. बेर बेर नहीं आवे अवसर बेर बेर नहीं आवे. ज्यु जाणे त्युं कर ले भलाइ, जनम जनम सुख पावे. अवसर०१ तन धन जोबन सबही जुठो, प्राण पलकमें जावे. अवसर०२ तन छुटे धन कौन कामको, कायर्छ कृपण कहावे. अवसर०३ जाके दिळमें साच वसत है, ताकुं जुठ न भावे. अवसर०४
आनंदघन प्रभु चलत पंथमें, समरी समरी गुण गावे. अवसर०५
પરમાથ-હે ભાવિ ભદ્ર! આભ સાધન કરવાનો અનુકુલ અવસર (ગ) તને ફરી ફરી મળી શકશે નહિં. હારા સદ્ભાગ્યે તને તે શુભ અવસર સહેજે મળેલ છે. તે હવે બની શકે તેટલું શુભ સાધન કરી લે કે જેથી તું ભવોભવ સુખ સંપત્તિ પામે. જે કંઈ શુભ સાધન કરવાનું છે તે હારા પોતાનાજ ભલાને માટે કરવાનું છે. તો તે કરવામાં વિલંબ કર માં. કેમકે કાળને કંઈ ભરૂસે નથી. વળી હારાથી જે શુભ સાધન સુખે બની શકે એવું હોય તેની પ્રથમ સદ્દગુરૂ પાસે સમજ મેળવી લઈ પ્રમાદ પરિહરીને તે સાધન કંઇ પણ તુચ્છ સ્વાર્થ (ઈચ્છા) રાખ્યા સિવાય કેવળ આત્મ કલ્યાણને માટે જ કરવા મનમાં લક્ષ રાખજે તેથી તું ભવિષ્યમાં અવશ્ય સુખી થઈશ. સાચાં તન મન વચનથી જે તું હારું કલ્યાણ કરવા ઉજમાળ થઈશ તો તું તેમાં અવશ્ય ફતેહમંદ થઈશ. ૧
અત્યારે પ્રાપ્ત થયેલાં તન ધન અને વન સહુ કારમાં છે એટલે તેમને વિણસતાં વાર લાગવાની નથી. કાચી માટીને ઘડે કે કાચની શીશીને ફૂટતાં શી વાર ? ઠકે વાગતાં જ તેમના કટકા થઈ જાય છે. તેમજ આ તનને પણ ગમે તેટલું પાળ્યું પડ્યું કે પંપાળ્યું હોય તો પણ તેવું સહજ નિમિત્ત મળતાં જ તેને વિનાશ થઈ જાય છે. લક્ષ્મી પણ જળ તરંગની જેવી, હાથીના કાનની જેવી કે વીજળીના ઝબકારા જેવી ચપળ છે તેથી વિશ્વાસપાત્ર નથી. તેમજ યૌવન વય પણ પૂર્ણ જોશથી ચાલતા પાણીના પ્રવાહની જેમ વહી જાય છે. તેથી જેમ બને તેમ ચીવટથી સ્વ સમીહત સાધી લેવાની સહેજે મળેલી આ અમૂલ્ય તક ચૂકી જઈશ નહિ. નહિ તે પાછળથી ઘણું પસ્તાવું પડશે; અને તેમ છતાં ખોલી તક ફરી પાછી મળી શકશે નહિ. જે વાયદા ઉપર વાયદા કરવામાંજ બધે વખત વીતાડી