________________
૨૫૮૩
પામતા. સિદ્ધરાજે હેમાચાર્યની પ્રશ ંસા સાંભળી તેમને પણ પેાતાના દરબારમાં તેડાવ્યા. ધર્મ સંબંધી શકા સિદ્ધરાજ જેમ ખીજા આચાર્યને પૂછતે તેમ તે હેમાચાર્યને પણ પૂછવા લાગ્યા. ખીજા આચાર્યાં સિદ્ધરાજને સતાષ થાય તેવા ખુલાસા આપી શકતા નહિ ત્યારે હેમચંદ્ર ભિન્ન ભિન્ન દૃષ્ટાંત આપી એવી સારી રીતે સિદ્ધરાજના મનનું સમાધાન કરતા કે તે રાજી રાજી થઈ જતા. સિદ્ધરાજની શંકાઓનુ` જે અસરકારક દૃષ્ટાંત આપી હેમચંદ્ર સમાધાન કરતા તેમાંની છુટીછવાઇ કેટલીક જાણવાજોગ હકીકત સુભાગ્યે સચવાઈ રહી છે. એમાંની એક જાણવાજોગ વાત આ પ્રમાણે છે.
જૈન ક્રાન્સુરન્સ હેરલ્ડ.
[અકટાક્ષર
સિદ્ધરાજના મનમાં એકવાર એવી શકા ઉત્પન્ન થઈ કે મનુષ્યના ખરા ધર્મ અને ખરૂં સ્થાન શું છે તે તે શી રીતે મેળવી શકાય ? નોખા નોખા ધણા ધર્માચાર્યાં પાસે તેણે એ શંકા વિષે ખુલાસા માગ્યા પણ તે એકે ધર્માચાર્ય તેની શ ંકાનું સતાષકારક સમાધાન કરી શકયા નહિ. દરેક આચાર્ય એ શંકાના સમાધાનમાં પોતાના સંપ્રદાયની સ્તુતિ કરતા તે અન્ય સ ંપ્રદાયની નિંદા કરતા. છેલ્લે નિરાશ થઈને સિદ્ધરાજે પોતાની શંકા હેમાચાર્યને કહી તેને ખુલાસા પૂછ્યા. હેમચંદ્રે એક દૃષ્ટાંત આપી સિદ્ધરાજની શંકાનું સમાધાન કર્યું. એ દૃષ્ટાંત આ પ્રમાણે છે.
એક ગામમાં એક વેપારી રહેતા હતા. તે પેાતાની સ્ત્રીને છોડી દઇ એક વેશ્યા સાથે પોતાનું જીવન ફેગટ ગુમાવતા હતા. તેની સ્ત્રી તેના પતિનું મન પેાતાની તરફ આકર્ષવાને દરેક યત્ન કર્યો કરતી હતી પણ તેમાં તેનું કાંઈ વળ્યું નહિ. છેવટે જાદુની મદદથી પોતાના પતિને વશ કરવાને તેણે વિચાર કર્યાં અને એક જાદુગર પાસે ગઇ. તે જાદુગરે તેનુ કહેવુ સાંભળી લઇ જવાબ દીધો કે હું એવું કરી આપીશ કે જેથી તારા ધણી તારી પાસે દોરડાથી બુધાયેલા રહેશે. જાદુગરના કહેવા પ્રમાણે વનસ્પતિનુ મૂળી ઘસી તેના રસ તે સ્ત્રીએ પોતાના પતિના ભાજનમાં નાંખ્યા. તેની અસરથી તરત તેને વર બળદ ખની ગયા. તે જેઇ તે સ્રી બહુ ગભરાઈ ગઈ ને એમ કરવા માટે સર્વે ઓળખીતા તરફથી તેને હા મળ્યા. પેાતાના પતિને પાછે। મનુષ્યદેહમાં લાવવા માટે શુ કરવુ તે તે બાપડીને બીલકુલ સુયુ નહિ. એક દિવસ તે બળદ થઇ ગયેલા પોતાના દુર્ભાગી પતિને સીમમાં ચરાવવા લઇ ગઇ હતી તેવામાં ત્યાં તેને આ વાતને વિચાર થઇ આવતાં તે પાકપાક રોવા લાગી. ત્યારે અચાનક શીવ અને પાર્વતીને પોતાના વિમાનમાં બેસીને આકાશમાં ફરતાં તેણે જોયાં તથા તે બંને વચ્ચે થતી વાતચીત તે સ્ત્રીએ લક્ષપૂર્વક સાંભળી. પાર્વતીએ શીવને પૂછ્યું કે “આ ગેાવાળણી અહીં બેઠી બેઠી શા માટે પાકપાક રૂએ છે ' ? શીવે પાર્વતીને જવાબ દીધા કે આ બાઈડીના ધણી તેણે આપેલી વનસ્પતિથી બળદ થઇ ગયા છે. એ વનસ્પતિ તે સ્ત્રીએ તેને શા કારણથી તે કેવી મતલબથી આપી હતી તે બધી વાત શીવે પાર્વતીને કહી. વળી વિશેષમાં કહ્યું કે આ મૂર્ખ સ્ત્રી જે ઝાડ નીચે બેસી આમ ડુસકે ડુસકે રડે છે તે ઝાડની છાયા તળે જમીન પર એક ઠેકાણે એવી વનસ્પતિ ઉગે છે કે જે વનસ્પતિ