________________
૧૯૧૦ ]
પંડિત હેમચંદ્રાચાર્ય
[ ૨૫૭
ના પાંડિત હેમચંદ્રાચાર્ય.
(શાહ પોપટલાલ કેવળચંદે આપેલું ભાષણ.)
અનુસંધાન ગતાંક પાને ૨૩ર થી સાધુ થઈ સોમચંદ્ર નામ ધારણ કર્યા પછી બાર વર્ષ દરમ્યાન ચંગદેવે ક્યા ક્યા ગામોમાં વિહાર કર્યો ને ત્યાં શું શું કર્યું તે વિષે વિશ્વાસ રાખવા લાયક કંઈ હકીકત મળી શકતી નથી, પરંતુ નોખા નોખા જે જે નામીચા પુરૂષોને ઉત્તમ ધાર્મિક જ્ઞાનવડે તેમની શંકાઓ દૂર કરી જૈન ધર્મમાં તેઓ લાવ્યા તેમાં સર્વથી વધારે નામાંકિત પુરૂષ કુમારપાળ રાજાએ સોમચંદ્રને સાધુ બનાવવાની ક્રિયા ખંભાતમાં જે ઠેકાણે થઈ હતી તે ઠેકાણે એક દેરૂં ચણાવ્યું હતું એ વાત તો દેખીતીજ ઐતિહાસિક છે. આમ હોવા છતાં વચગાળનાં એ બાર વર્ષ શી રીતે પસાર થયાં. હશે તે સમજવું બહુ મુશ્કેલ પડે તેમ નથી. વર્ષના આઠ મહિના તે તેઓ જૈન સાધુઓની હમેશની રીત મુજબ પોતાના ગુરૂ દેવચંદ્ર સાથે દેશાટન કર્યા કરતા હતા અને તેની સર્વ પ્રકારે સેવા કરતાં કરતાં શિક્ષણ લેતા હતા. ચોમાસાના ચાર મહિના તેઓ કોઈ આસ્તિક જૈનને આશ્રયે જઈ રહેતા. આ બધા વખતમાં સોમચંદ્રનું ધર્મજ્ઞાન તો વધતું ગયું. પિતાના ધર્મજ્ઞાનનું મકાન તેવા સારા પાયા ઉપર ર જતો હતો તે જાણવા માટે તેણે આગળ જતાં જૈન ધર્મને કેટલો મોટો વિસ્તાર વિસ્તાર્યો તે જોવું એટલે ખાત્રી થશે.
તેમનો શિષ્યકાળ પૂરો થતાં સ. ૧૧૬૬ માં એટલે ઈ. સ. ૧૧૧૦માં તેમને સૂરિ પદ-આચાર્યપદ આપવામાં આવ્યું. તે વખતે બીજીવાર તેમણે નામ બદલ્યું ને હેમચંદ્ર નામ ધારણ કર્યું. બાકીની જિંદગીમાં તેઓ એ હેમચંદ્ર નામથી જ ઓળખાયા. માણસના જીવનમાં ભિન્ન ભિન્ન મોટા ફેરફાર થાય ત્યારે મનુષ્ય પોતાનું નામ ફેરવી નવું નામ ધારણ કરવું એ પ્રચલિત રીતિ છે ને તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
હેમચંદ્ર આચાર્ય થયા તે પહેલાંનાં તેમજ તે પછીનાં થોડાંક વર્ષનો કશો ઇતિહાસ આપણને મળતો નથી. સર્વ જૈન કોમના સ્વીકારાયેલા આચાર્ય તરીકે છેલ્લે આપણે તેને અણહીલપુર પાટણમાં આવી રહેલા જોઈએ છીએ. એ વખતે અણહીલપુર પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહ રાજ કરતો હતો. તેની સત્તા આબુથી ગિરનાર સુધી ને પશ્ચિમે આવેલા સમુદ્રથી માળવાની સરહદ સુધી સ્થપાઈ હતી. એ રાજાની રાજધાની જિંદગી વિષે બલવાની મારી ઈચ્છા નથી. પરંતુ વિદ્વાનોને આશરો આપનાર તથા ધર્મતોનું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસુ રાજા તરીકે જ હું તેને અહીં ઓળખાવવા ઈચ્છું છું. સિદ્ધરાજ જયસિંહને જૈન ધર્મમાં લાવી શક્યાનું જેને કહેતા નથી. સિદ્ધરાજ પિતાના વડવાની રીત મુજબ દરરોજ શિવની પૂજા કરતા. તેમ છતાં દેશના બધા પ્રાંતોમાંથી સર્વ સંપ્રદાયના આચાર્યોને પિતાના પાટનગરમાં તે સઘળાને ઉત્સાહથી તેડાવતો હતો. તે બધાને એવી રીતે સભામાં ભેળા કરતો કે જેથી તેઓ ધર્મ સંબંધી વાદવિવાદ ચલાવે. એ વાદવિવાદથી તે આનંદ