________________
૧૯૧૦ ]
પંડિત હેમચંદ્રાચાર્ય.
[૨૯
ચડતીના શિખર ઉપર લઈ જનાર પંડિત હેમાચાર્યજ હતા. ગુજરાતને સમર્થ મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ તેમના તરફ પૂજ્યભાવ ધરાવતા હતા. તેમના સિદ્ધહૈમ નામના વ્યાકરણને હાથી ઉપર પધરાવી પોતાના રાજના સરસ્વતી ભંડારમાં તથા બીજા ભંડારોમાં એ વ્યાકરણની પ્રતો મૂકાવનાર એ લોકપ્રિય મહારાજા હતા. કુમારપાળ જેવા કુશળ રાજાધિરાજને જૈન બનાવનાર હેમાચાર્યજ હતા. ગુજરાતમાં મુસલમાની રાજ ત્યાર પછી લાંબો વખત પિતાને આકરે અમલ ચલાવી ગયું છતાં હજી હિંદના બીજા પ્રાંતના પ્રમાણમાં વિશેષ દટતા ને ઉમંગથી ગુજરાતના હિંદુઓ અહિંસાના દયામય સિદ્ધાંતનું જે અખંડ પરિપાલન કરતા આવ્યા છે એ બધા પ્રતાપ હેમચંદ્રાચાર્યને છે.જૈનધર્મને તેમણે રાજધર્મ બનાવ્યા ઉપરાંત જૂદી જૂદી દિશામાં જૈન સાહિત્ય તૈયાર કરી લોકોમાં ફેલાવ્યું અને એ રીતે ગુજરાતી પ્રજામાં તેમણે દયામય સિદ્ધાંતની નહિ ભૂંસી શકાય તેવી ભારે અસર નીપજાવી. તેમના અનુયાયીઓએ તેમની એ પદ્ધતિ ચાલુ રાખી અને તેને લીધે ગુજરાત દેશ લાંબા કાળથી આચાર વિચારોમાં તથા આહાર વિહારમાં દયામય સિદ્ધાંતોને સંભાળતો આવ્યો છે.
કહેવાય છે કે હેમાચાર્યજીએ સાડાત્રણ કરોડ બ્લોક રહ્યા છે એટલે તેમણે રચેલાં શાસ્ત્રો તથા ગ્રંથનું પુર એવડું મોટું છે. આ કાંઈ ધર્મની કે સાહિત્યની જેવી તેવી સેવા બજાવી ન ગણાય. જેનમાં કે અન્યમાં એ સમથે વિદ્વાન હજી સુધી બીજે કઈ થયો નથી એમ કહું તો તેમાં કશી અતિશયોક્તિ નથી. - તેમણે ઘણા ગ્રંથો રચ્યા છે તે બધાનું વિવેચન થઈ શકે તેમ નથી. વળી એવા સમર્થ પંડિતના સંબંધમાં બહુ સારી રીતે કહી શકવા જેટલી મારી મતિ પણ નથી. મારા જેવા અલ્પ તે તે “કલિકાળ સર્વજ્ઞ” સંબંધે અન્ય વિદ્વાનોએ જે કંઈ કહ્યું છે તે એકઠું કરી તેના દેહનરૂપે આજનું તેમની જન્મતિથિ ઉજવવાના સમયનું ભાષણ તૈયાર કર્યું છે.
તેમણે રચેલા ગ્રંથમાં છ ભાષાનું વ્યાકરણ, શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, રામાયણ, ગશાસ્ત્ર, ધાત્રયકાવ્ય, ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર વગેરે પ્રસિદ્ધ છે અને જૈનેતર વિદ્વાનોને વધારે આકર્ષણય થઈ પડયાં છે. તેમણે અનુગદ્વાર જે જૈનોનો તર્કશાસ્ત્રનો એક ઉત્તમ ગ્રંથ છે તેમના ઉપર સરળ ટીકા રચી છે. તેઓને થઈ ગયાં આજે આશરે ૫૦ વર્ષ થઈ ગયા છતાં કહેવામાં આવે છે કે તેમના હાથથી લખાયેલી કેટલીક પ્રત મળી આવી છે.
હું જ્યારે ખંભાતને જૈનભંડાર જોવા ગયેલ ત્યારે એ ભંડારના માલીકને મેં વિનતિ કરી કે જે પંડિત હેમાચાર્યનું પિતાનું લખેલું કોઈ પુસ્તક હોય તો તે મને બતાવો. તેથી તેમણે મને એક જીવવિચારવૃત્તિ જેવું તાડપત્ર ઉપર લખેલું એક પુસ્તક બતાવ્યું હતું. તેના અક્ષર સુંદર અને મરોડદાર હતા. એક મહા સમર્થ જૈન પંડિતના હસ્તાક્ષર જોવામાં આવ્યાથી મને ઘણે આનંદ થયો હતો. હેમચંદ્રની પિશાળ ખંભાતમાં હતી એમ મેં વાંચેલું તેથી તે સંબંધી ત્યાં ઘણું જૈન ભાઈઓને તે જગા બતાવવા કહ્યું પણ તે કોઈના જાણવામાં હોય એમ જણાયું નહિ. આ વાત અહીં કહેવાની જરૂર એટલા માટે જણાય છે કે જે જૈન પુસ્તકભંડાર ન હોત અને વિદ્વાનોની વિદ્વત્તાએ તેમને અમર ન રાખ્યા હતા તે વ્યાપારી બુદ્ધિના આપણને એવા મહાન પુરૂષ સંબંધી કાંઈપણ વંશપરંપરા યાદ રાખવાની ઈચ્છા થાત નહીં એટલા બધા આપણે તે વિષયમાં બેદરકાર છીએ. જૈન સાહિત્ય વિશાળ અને ગહન હોવા