________________
* ૨૨૮ ]
જૈિન કોન્ફરન્સ હેરલ્ડ.
સપટેમ્બર
પંડિત હેમચંદ્રાચાર્ય.
( શાહ પિટલાલ કેવળચંદે આપેલું ભાષણ. ) મે. પ્રમુખ સાહેબ અને ગૃહસ્થો,
આજે હું આપની સમક્ષ જે મહાન આચાર્ય વિષે બોલવા ઉભો થયો છું તેજ આચાર્યજીના શબ્દોમાં પરમેશ્વરની સ્તુતિ આરંભમાં કરી પછી હું મારું બેસવું શરૂ કરીશ.
अगम्यमध्यात्मविदामवाच्यं वचस्विनामक्षवतां परोक्षम् ।
श्री वर्धमानाभिधमात्मरुपमहं स्तुतेर्गोचरमानयामि ॥ અધ્યાત્મજ્ઞાની પુરૂષોને પણ જે અગમ્ય છે, બ્રહસ્પતિ જેવા સમર્થ વિદ્વાન વડે પણ જે અવાચ્ય છે અને છત્મસ્થ પુરૂષોને જે પરોક્ષ છે એવા શ્રી વર્ધમાન નામના ચરમ તીર્થ કર મહારાજની હું સ્તુતિ કરૂં છું.
આ સમર્થ પંડિત હેમાચાર્ય માત્ર ગુજરાતમાં નહિ પણ હિંદ, જર્મની, ઈંગ્લાંડ વગેરે ઘણા દેશોમાં પાશ્ચાત્ય વિદ્વાનોના પ્રેમભાવને લીધે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમની વિદ્વત્તાએ તેમને ચેતરફ છતા કર્યા છે.
શ્રી હેમાચાર્ય વિષે મને ભાષણ આપતાં એક બીજા કારણથી પણ આનંદ થાય છે.. હું સૌરાષ્ટ્ર દેશનો વતની છું ને સૌરાષ્ટ્ર દેશમાં આવેલા ધંધુકા શહેરમાં તેઓ જન્મ્યા હતા. એક સૈારાષ્ટ્ર તરિકે એક મહાન સૌરાષ્ટ્રી પૂજ્ય પુરૂષના ગુણાનુવાદ કરવામાં મને બેવડે હર્બ થવો જ જોઈએ. સૌરાષ્ટ્રના સર્વ રત્નોમાં એ ચૂડામણિ તરિકે દીપે છે. જેમાં તેમના જેવો એકે મહા પુરૂષ થયો નથી. '
આવા એક સમર્થ પંડિતના સંબંધમાં મારે બે શબ્દો બેલવાને ઉભા થવું એ કાલીદાસ કવિએ રઘુવંશમાં કહ્યું છે તેની સાથે સરખાવ્યા જેવું છે. કયાં હું અલ્પમતિ કયાં એ મહાન હેમાચાર્ય.
क्व सूर्यप्रभवोवंशः क्व चाल्पविषया मतिः।
तितीर्दुस्तरं मोहादुडूपेनास्मि सागरम् ॥ ૮૪ વરસનું આયુષ્ય ભેગવી સં. ૧૨૨૯માં, ગુજરાતના રાજા કુમારપાળના મરણ પહેલાં છ માસે તેઓએ દેહત્યાગ કર્યો. એ ૮૪ વરસમાં બાલ્યાવસ્થાનાં ઘણું શેડાં વરસો બાદ કરતાં બાકીની આખી જીંદગી તેમણે જૈનધર્મના ઉદ્યોત માટે ગાળી. જે સમયમાં મહીસર, કર્ણાટકાદિ પ્રદેશમાં જૈનધર્મ પડતી સ્થિતિમાં આવતો હતો તે સમયમાં ગુજરાતમાં જૈનધર્મને