________________
જેન કેન્ફરન્સ હેરલ્ડ
:
(ઓગષ્ટ
નાપર હાલ તો પિતાને માટે વિવેચન લખતા જાય છે. આનું ફળ ભવિષ્યમાં આપણે
પ્ત કરીશું અને તેની સાથે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું જીવનચરિત્ર વિસ્તારપૂર્વક ખેિ છે.
રા. સત્સંગી થીઓસોફીસ્ટોના લેખે ગુજરાતી ભાષામાં ખાસ કરી જેનો મુખ તેષાંતર કે અનુવાદ (ulariation) ના રૂપમાં મૂકતાજ જાય છે, અને કેઈ વખત મને અન્યના પુસ્તક ઉપર વિવેચન લખતા સાંભળવામાં કે જોવામાં આવે છે. અને ના ઉદાહરણ તરીકે શ્રીમદ્ હરિભદ્રસૂરિનું ન્યાયશલિએ પ્રણીત થયેલું શ્રાવક મુનિના આચાર શિખવતું ઉત્તમ પુસ્તક નામે “ધર્મબિંદુ” (કે જે હાલ ૮ટીઆના
જૈનસમાચાર” નામના સાપ્તાહિકમાં કટકે કટકે પ્રસિદ્ધ થાય છે,) અને આત્મપ્રદીપ અને કઈ વખત તેમને હાની ન્હાની ચોપડીઓ નિબંધના રૂપમાં જેવીકે “જ્ઞાનપક” “દયાનો ઝરો” આદિ બહાર પાડતા જોઈએ છીએ. - એક પ્રિય બાંધવ અન્ય પાસે જેને કાવ્ય મંજરી” “જૈન કથા કે,” “ જેના સુભાષિત સંગ્રહ ” આદિ વર્તમાન શિલિએ પુસ્તકો રચવાનો-પ્રકાશાવાનો ભગીરથ પ્રયત્ન સેવે છે. પાશ્ચાત્ય શિક્ષણ શાસ્ત્રીઓનાં સિધાંતનો અભ્યાસ કરે છે, તે સિધાંઅને જેન આર્ય ભાવનામાં ઉછેરવા જોઇતા જૈન પુત્રોની શક્તિની સાથે દેશકાલ સ્થિતિ અનુસાર અનુકૂળ કરવાને ચિંતવન, મનન કર્યા કરે છે અને તે ચિંતવન-મનનન પરિપાક થયે વાંચનમાળાનું ગુંથન કરવાની ઈચ્છા અડગ પ્રવૃત્તિ સાથે રાખી રહ્યા છે. આ તેમના જીવનનું લક્ષ્ય સ્થાન છે. આની સાથે જૈન કેળવણીના વિષય પરત્વે મંભીર અને ઉચ્ચ આશયભર્યા વિદ્યારે ન્યાયપુર:સર આપતા રહે છે.
એક વળી બહુજ્ઞાન હોવાનો આડંબર ન કરતાં મહાભારત કાર્યમાં પ્રથમ પ્રવૃત્તિ બપ્રગટપણે કરી રહ્યા છે, અને તે મહાભારત કાર્ય તે જૈન સાઈકલોપીડીઆ છે. આમાં રિન ઐતિહાસિક કથાઓ, ઐતિહાસિક પુરૂષ, પૂવાચાર્યો-ગ્રંથકર્તાઓ-ગ્રંથ-જેનના મસ્તીસ્થળે-તીર્થો-મંદિર જૈન સમેતશાસ્ત્ર (Symbology) પારિભાષિક શબ્દ, આદિને સમાવેશ થવાનો છે. કાર્ય બહુજ અગત્યનું અને પરિશ્રમનું છે, અને તે કાર્યમાં અન્ય માહિતીવાળા પુરૂ-મુનિશ્રાવકોની સહાયની અપેક્ષા રહે છે. આ કાર્ય કરનાર સહજ\ઉત્સાહી છે, અને હાથ ધરેલા કાર્ય માટે જીવનનો લાંબો સમય અપવાના છે. તે કોર્સમાં તેમને વિજય મળે એમ ઈચ્છીએ છીએ.
એક ને પ્રાચીન કાવ્યમાલા અનકમે બહાર પાડવાની પ્રવૃત્તિ કર્યા કરે છે. તેને સંધિવાનું કાર્ય ચાલે છે, અને તે પર વિવેચનકર્તાના જીવન સમેત પ્રકાશમાં લાવવાની પ્રબળ ઇચ્છા રાખે છે. તેને વિજય આમાં મળે કે ન મળે તેને આધાર તેની આયુઃસ્થિરતા અને સમયલબ્ધિ પર છે એમ તેનું કહેવું થાય છે. આની સાથે ચંદ્રકાંત જેવું જૈન સાહિત્યમાંથી એક પુસ્તક અને જૈન સંસારનું મુખ્ય રીતે ભાન કરાવનાર અને જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનું આલેખન કરનાર એવી એક નવલ કથા લખવાનું જીવનનું લક્ષ્યબિંદુ તેણે નિર્ણિત કરી રાખ્યું છે.