SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨) જૈન કોન્ફરન્સ હેરડ. લક્ષ્મી –બેટા પુત્ર વધુ, એ વિષે શક રાખીશ નહીં. કારણ કે, એમ કરવાથી રો પતિ સુધરી જશે. અને તેથી કરીને તેનું પૂર્ણ પણે હિત થશે, પિતાના પતિનું શ્રેિય થાય, મર્યાદા સચવાય, અને પિતાના ધર્મમાં બાધ ન આવે તે પ્રકારે પતિનું હિત કરવું શ્રેય કરવું એ સતી સ્ત્રીને ધર્મ છે. માટે તેમ કરવાથી તેને પતિના વચન મંગ પણાને દોષ લાગશે નહીં. તેના દેષનું પાત્ર પણ તું થવાની નથી. કારણ કે, હું તને તે પ્રમાણે કરવાની આજ્ઞા આપું છું. - આ પ્રમાણે સાસૂનાં વચન સાંભળી સુબોધાએ શંકા દૂર કરી, અને પોતાના પતિના શ્રેયને માટે તેમ કરવાને તૈયાર થઈ, અને પિતાની સાસૂની આજ્ઞાને પતિના શ્રેય માટે અમલ કરવા સારૂં તત્પર થઈ ગઈ. : તેજ દિવસે રાત્રિનો વખત થયે. જુગારના ખરાબ વ્યસનમાં આસક્ત બને સિદ્ધ અન્ય જુગારીઓ સાથે નગરમાં ભટકવા નિકળી પડે. અને નગરમાં ભમવા . લાગે. જ્યારે ચાર પ્રહર રાત્રિમાંથી બે પ્રહર ત્રિ અવશેષ રહી, ત્યારે સિદ્ધનું ઘર તરફ આવવું થયું, ઘેર આવી તેણે દરવાજો ઉઘાડવાને માટે પિતાની પત્નિને ઉદ્દેશી તે અવાજ આવે, સુધાએ પતિના બલવાન સ્વર સાંભળીને દ્વાર ઉઘાડવાને માટે રિવાજા તરફ જવાનો વિચાર કરતી હતી, તેટલામાં તે સિદ્ધ ઉપર ઉપરી એક પછી એક એમ બૂમ પાડવા લાગે, તે બુમેના અવાજ વડે તેની માતા જાગ્રત થઈ બોલી ઉઠી. | લક્ષમી – (કૃત્રિમ કોપ સહિત ઉંચે સ્વરે) અરે સિધ ! તું શા સારૂં બુમે પાડે છે ! તારે સિધે માર્ગે ચાલ્યો જા, આવી રીતે નિરંતર મોડો આવે છે તેથી કરીને અત્યારે બારણું નહીં ઉઘાડવામાં આવે. આ સમયે જે સદનના (ઘરના) દરHજા ઉઘાડાં હોય ત્યાં તું જા અને ત્યાંજ શયન કર. આવી રીતના માતાના કોપ યુકત કર્ણ કઠેર કર્કશ વચને શ્રવણ કરી સિધ ૌનપણાને ધારણ કરી રહ્યો. અર્થાત્ બે નહીં. પરંતુ ચિંતાતુર થઈ ચાલી નિકળે. માટલી મોડી નિશા ( રાત્રી) એ કયાં અને કેને ઘેર શયન કરવા જવું ? આ સમયે iાના ઘરના બારણાં ઉઘાડાં હશે ? એવી રીતે મનને પ્રશ્ન પૂછતો, ચિનમાં ચિંતવ , નામ તેમ ભમવા લાગ્યા. કર્મવશાત્ તેણે એક ખુલા દરવાજાવાળું સ્થાન જોયું. અને સધ્ધ તે સ્થાનમાં ગમે તે સ્થાન જૈન મુનીઓને સ્વાધ્યાય ધ્યાન કરવાનું સ્થળ હતું. જે જૈન સમુદાયમાં ઉપાય તરીકે ઓળખાય છે. આવા ઉપાશ્રયેના દ્વાર ત્રિ દિવસ ખુલાંજ રહે છે.) જે સમયે સિદધે તે સદનમાં પ્રવેશ કર્યો, ત્યારે પવિત્ર મે ધ્યાન કરનારા મુનિઓ તે વખતે વિવિધ પ્રકારની સવાધ્યાયના પાઠનું પઠન કરતા તાં. અંદર આવતાં જ તે પવિત્ર પુરૂના મુખનો સ્વાધ્યાયનો વિનિ તેના સાંભળવામાં પાવ્યું. અને તેમના સ્વાધ્યાયનો સ્વર સાંભળી સિદ્ધ તેમની સમીપે આવી ઉભું રહ્યો. (અપૂર્ણ)
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy