________________
૧૯૨૦)
સિદ્ધગિણિ.
એક સમયે સિધની માતા લકમીએ પિતાના પુત્રની વધુ સુબોધાને કૃશ થવું ગયેલી અને ચિંતાતુર જે વિચારવા લાગી; કે, સિદ્ધ દુર્ગુણ પુત્ર છે. એથી કરીને બિચારીને સિદ્ધની તરથી દુઃખ થતું હશે. માટે કરીને મારે તેની સંભાળ લેવાની આવશ્યકતા છે. અને કદાપી ને હું વધુ તરફ ઉપેક્ષા રાખીશ તે એ બાળા બહુજ દુ:ખદાવસ્થાને પામશે. અને કોઈ વખતે આત્મઘાત પણ કરી બેસશે આ પ્રમાણે વિચાર કરીને લક્ષ્મીએ સુધા પ્રત્યે પુછયું.
લક્ષ્મી –હે સદ્દગુણ વધુ! તમારું શરીર કૃશ થઈ ગયેલું લાગે છે, તેમજ તમારૂં સંદર્ય અને હૃદય એ બને ચિંતારૂપી અગ્નિથી દગ્ધ થઈ ગયેલાં જણાય છે માટે વચ્ચે ! તારે જે દુઃખ હોય તે મારી સમક્ષ કહે.
આવા પ્રકારનાં પિતાની સાસૂનાં આશ્વાસનસૂચક શબ્દો સાંભળી સુધી નીચે મુખે ઉભી રહી. તેણીના આંખમાંથી અશ્રુધારાઓ ચાલવા લાગી. એવી સ્થિતિ જોઈ લક્ષ્મીને વધારે દયા આવી. તેણે પિતાની વહુને હદય સાથે ચાંપીને બોલી:
લક્ષમી –બેટા ! શેક ન કર. હૃદયમાં ધેર્યને ધારણ કર. અને તારા હૃદયના દુઃખ મારી પાસે સુખેથી નિઃશંક થઈ પ્રગટપણે જણાવ? - સુધા –પૂજયપાદ સાસૂછ! પતિની નિંદા કરવી, પતિના અવર્ણવાદ બલવા, એ સતી સ્ત્રીના પતિવ્રતા ધર્મથી વિરૂદ્ધ-ઉલટું છે. ત્યારે તે પતિવ્રત પાળનારી સતી સ્ત્રીને ધર્મ નથી. પતિની નિંદા કરવી તે ઈષ્ટદેવની નિંદા કરવા બરોબર છે. તો પણ મારે મારા પતિના હિતને માટે તમારી સમક્ષ કહેવું પડે છે કે, તમારા પુત્ર પ્રતિદિન રાત્રિને સમયે શયન કરવાને માટે બહુ મોડા આવે છે. કઈ કઈ વખતે તે કુકડાના નાદ સમયે તેમના ઘરમાં પ્રવેશ થાય છે. એથી કરી મારે નિરંતર દુ:ખ ભોગવવું પડે
છે. તેમજ રાત્રે તેમને આવવાને માટે જે વિલંબ થાય છે, તેનું કારણ પણ વિપરીત . જણાય છે. તેઓ જુગારના ખરાબ વ્યસનમાં એટલા તો આસકત થયા છે; કે, જેથી કરીને તેમના ઉપર વિપત્તિનું વાદળ છવાઈ ગયું છે. અને તેને લઈને મારા અંતરમાં ચિંતાની મેટી જવાલા પ્રજ્વલિત થઈ છે. મને એ ચિંતામાંથી છોડાવવાની યોજના કરો ? માતાજી!પતિને દુર્ગુણેના ભયંકર દરિયામાં આસક્ત થયેલા તમારા પુત્ર ઉગારવાને માટે ઉપાયે આદરે ? એમ પુનઃ પુનઃ વિનીત વનિતાએ પોતાની સાસૂને પિતાના પતિના શ્રેયને માટે કહ્યું
લક્ષ્મી –વિવેકી વધુ, તારા પતિને તેના પિતાએ અને મેં ઘણી વેળાએ શિખા મણે આપી છે. સમજાવવાને ઘણાં પ્રયત્નો કર્યા છે. છતાં પણ તે માનતો નથી. હવે અમે પણ શિખામણ આપતાં અને સમજાવતાં કંટાળી ગયા છીએ. માટે તારે તેવા પતિની પાછળ દુઃખી થવું નહીં. અને સિદ્ધ આજે જ્યારે મેડો આવે ત્યારે તારે ઘરનું બારણું ઉઘાડવું નહીં. તે સમયે હું તેને શિખામણ આપીશ. અને સમજાવીશ.
સુધા– સાસૂના ઉપરોક્ત વચન સાંભળી અસંતષિત હૃદયે ) સાસૂજી, એ કામ મારાથી કેમ બને, પતિ પિકાર કરે અને તે હું શ્રવણ કરીને તેમની આજ્ઞા ન પાળું તે મારા સતી ધર્મમાં બાધ આવે એ કેટલું બધું અનુચિત કહેવાય !