________________
૧૮)
જેન કેન્ફરન્સ હેરડ.
-
દયા એ સર્વ વ્રત-સાધુનાં પંચ મહાવ્રત અને ગ્રહસ્થનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ ધર્મનું મૂળ છે. વ્રત અને ચાર શિક્ષાત્રત-તમામને આધાર એક રીતે કહેતાં પ્રથમ
વત ઉપરજ છે એમ માનવામાં આપણે ભૂલ કરતાં કહેવાઇશું નહિ. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિઃ પરિગ્રહીપણું વગેરે મુખ્ય વ્રત–સદવર્તન નિમિત્તે વારણ કરવા યોગ્ય તમામ આવશ્યક ગુણે થેડે ઘણે અંશે પ્રાકૃતિપાત વિરમણ વ્રત નામના પ્રથમ તને જ પુષ્ટિ આપતા માલમ પડે છે. પ્રથમ જણાવવા મુજબ ખરેખરી રીતે જીવદયા પાળનાર મનુષ્ય આપોઆપ સર્વ વ્રતે પાળતા જોવામાં આવશે અને કમશઃ ઉંચી હદે પહોંચતાં તેજ મનુષ્ય શિરસા વંદનીય થઈ પડશે. જીવદયાના વિષવમાં જેનું આચરણ શિથિલ હશે તે પ્રાણી રાક્ષસ સ્વરૂપ મનાઈ પિતાનું અને પરનું કંઈ પણ હિત કરવા સમર્થ ધારવામાં આવશે નહિ. સુધરેલી દુનિયામાં એવા કેઈ કર્મ નથી કે જે એકાંત હિંસાનો જ ઉપદેશ આપતે રહેતા હોય. ગમે તેટલાં પુસ્તકે
થામવામાં આવતાં કઈ પુસ્તકમાંથી એવું કથન નહિ કાઢી શકાય કે જે દયાશૂન્ય ચિત્તને તેના હિંસાના કાર્યમાં ઉપકારક થાય. તદ્દન જંગલી મનુષ્યના હૃદયમાં–હજારે પશુઓને ઘાત કરનાર કુર ચાંડાળ-ખાટકી (Batcher) ના હૃદયમાં પણ કવચિત્ મનુષ્ય તરફ જ કંઈ નહિ તેને સંબંધીઓ તરફજ દયાને કિંચિત્ માત્ર અંશ પ્રગટ થતા માલમ પડશે અને તે ખરે માગે પ્રેરનાર (conscience) અંતરાત્માની શકિતનું જ શુભ પરિણામ સમજવું. જુદા જુદા પ્રાણી આશ્રયી, જુદા જુદા મતાવલંબીઓના સમુદાય આશ્રયી દયાના અસ્તિત્વન–વધારે ઓછા પ્રમાણમાં (legrees) જ કત ફરક સમજવાનું છે. ક્રિશ્ચયન ધર્મવાળાઓ જ્યારે માત્ર મનુષ્ય પ્રાણીઓ તરજ દયા બતાવવાન–મનુષ્ય જાતિનાં દુઃખ ઓછાં કરવાને--તેમનાં દુઃખમાં સહભાગીકાર થવાને-તેમનાં સુખ માટે યત્ન કરવાને ઉપદેશ આપી શાંત રહે છે ત્યારે હિંદુ ધર્માનુયાયીઓ અને તેમનાથી પણ આગળ વધીને જૈન મતાવલંબીઓ, સર્વ પ્રાણી માત્ર તર–તે ગમે તે સ્થિતિમાં-જાતિમાં કર્મ વિશાત્ આવી રહેલ હોય તેમના તરફ પરમ વિવેકબુધ્ધિથી કરૂણ રાખવાનું સામ્ય દ્રષ્ટિથી જોવાનું શાસ્ત્રનું ફરમાન માન્ય રાખે છે. આવી રીતે જગતુના સર્વ જી-જતુઓ તરફ સમાન નજરથી જેનાર અને સર્વ પ્રાણીને પોતાનાજ આમાતુલ્ય સમજનારને, ખરેખર જોનાર, શાસ્ત્ર કરેએ કહ્યું છે અને આથી ઉલટી રીતે વર્તનારને અંધ પુરૂષની ગણનામાં મેલ્યો છે. ઓહો ? શાસ્ત્રકારની પરમન્નત-છેલી કેટીની દયાલુપણાની દશાને-સ્થિતિને ધન્ય છે. પરમાર્થથી જીવદયાના નિયમ સાથે બંધ બેસતું ન થાય તેવા માંસાહારનું ભક્ષણ તિરનાર મુખ્ય કેમ મુસલમાનના ધર્મપુસ્તક “કુરાન ” માં પણ ખેરાક સંબંધીના વિવેચનમાં જણાવેલ છે કે ખોરાક તરીકે “Fruits of the earth ' ને ઉપયોગમાં લઈ પટાકાય અને તેને અર્થ પૃથ્વીની પેદાશ (ફળો) એમ કરી પેદાશમાં માત્ર અન્ન, ફળ, રાકને દાખલ કરીને જ સંતોષ નહિ માનતાં કેટલાએકોએ અંદર પ્રાણીઓને પણ દાખલ કર્યા અને માંસાહાર સશાસ્ત્ર ઠરાવ્યો; પરંતુ આવી રીતે ખેંચી-તાણીને અર્થ કરતી મુસલમાન પ્રજાને પણ તેમના મહાન પેગમ્બરનું એવું ફરમાન છે કે મકાશરફે હજ કરવા જતાં અને હજ (પવિત્ર જાત્રા) પૂરી થતાં દરમ્યાન કોઈ પણ પ્રાણીને