________________
જેન કોન્ફરન્સ હેરડ,
(એપ્રિલ
છે. દાખલા તરીકે શિક્ષકો માટે ટ્રેનિંગ કોલેજ, અભ્યાસક્રમ, કેલેજના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવામાં મદદ કરે તેવી યેજના, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય જેવા મહાન પુરૂષના જીવન ચરીત્ર અને સોસાઇટી પર તેની અસર વીગેરે સંબંધમાં શોધખોળ કરી તૈયાર કરેલા લેખો અને ભાષણે વીગેરે વગેરે અનેક કામો કેળવણીના વિસ્તૃત અર્થમાં કરવાના છે જેને માટે પૈસાની જરૂર છે. ઉપર જણાવેલ છે તે ઉપરાંત બીજી અનેક જનાઓ બોર્ડના મેમ્બરોના મનમાં છે, પણ તેને વ્યવહાર રૂપ આપવામાં નડતી અગવડોને ઉપાય વિચારવાનું આખી જૈન કોમ ઉપર છેડવા સિવાય ચાલે તેમ નથી. રે આ વરસે શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાનું કામ બોર્ડ તરફથી હરવામાં આવ્યું હતું, અને તે માટે જુદી જુદી જગા પર તે પરીક્ષા લેવામાં આવી હતી. તે પરીક્ષાના પાંચ ધોરણ કરવામાં આવ્યાં હતાં. પહેલા ધોરણમાં અર્થ મૂળ સહિત પંચપ્રતિક્રમણ બીજા ધોરણમાં નવમરણ, જીવવિચાર, અને નવતત્વ અર્થ સહિત. ત્રીજામાં ત્રણ ભાષ્ય અને બે કર્મ ગ્રંથ, ચેથામાં બાકીના ચાર કર્મગ્રંથ બને મહાવીરચરિત્ર. પાંચમામાં તત્વાર્થાધિગમસૂત્ર અને ધર્મબિંદુ એવી રીતે તેના વિભાગ પાડવામાં આવ્યા હતા. પરીક્ષામાં કુલ ૧૧૬ વિદ્યાથી બેઠા હતા, જેનું પરિણામ ફેબ્રુઆરી ૧૯૧૦ ના હેરલ્ડમાં બહાર પાડવામાં આવ્યું છે. આ પરિક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને રૂ. ૫૦૦) ના જુદા જુદા ઇનામ આપવાના છે, અને તેને અંગે થયેલ પરચુરણ ખર્ચ બોર્ડ તરફથી કરવામાં આવ્યું છે. આ પરીક્ષાની બાબતમાં યોગ્ય બેઠવણ કરવા માટે બાર મેમ્બરોની પેટા કમીટીની થયેલ નીમણુક બડે બહાલ
ખી હતી. તે કમીટીના સવ મેમ્બરોએ અને ખાસ કરીને તેના ઉત્સાહી સેક્રેટરીએ સર્સ ઉમેદચંદ દેલતચંદ બરેડિયા તથા મી. નાનચંદ માણેકચંદ મહેતાને તેમજ પરીક્ષકનો બર્ડ આભાર માને છે. સદરહુ પરીક્ષા મુંબઈ તેમજ બહાર ગામમાં
હુ લોકપ્રીય થઈ છે, અને તેને બરાબર જાહેરાત આપવાથી આવતી વખતે મેટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેનો લાભ લેશે એમ માની શકાય છે.
ધાર્મિક શિક્ષણક્રમની તથા સ્ત્રી પુરૂષ શિક્ષકો તૈયાર કરવાની એજના માટે કમાએલી કમીટીને રીપોર્ટ હજુ આવ્યું નથી. ડીસેંબર ૧૯૦૯ની આખરસુધીના હિસાબનું સરવૈયું પરિશિષ્ટ માં આપવામાં આવ્યું છે.
આ છ માસમાં બીજી કેટલીક યોજનાઓ હાથ ધરવા ઇચ્છા હતી પણ ડીઆ મેક્રેટરી મી. મનસુખલાલ કીરચંદ મહેતા પિતાની સાંસારિક અગવડોને લીધે તેમજ માંદગીને લીધે મુંબઈ આવી શક્યા નથી તેથી નવીન જનાઓ હાથમાં લઈ શકાણી નથી. પલે પત્રવ્યવહાર વગેરે કામ નીયમીત ચાલ્યા કરે છે. બોર્ડની આર્થિક સ્થિતિ ધ્યાનમાં ઈ કોન્ફરન્સ ઓફીસના કારકુનને બોર્ડનું કામ સોંપવાની હા પાડવાથી બોર્ડને માથેથી એક બેજો ઓછો થયો છે, તે સંબંધમાં કેન્ફરન્સ ઓફિસનો આભાર માનવામાં આવે છે. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
કલ્યાણચંદ શેભાગચંદ મનઃસુખ વિ. કીરચંદ મહેતા સેકેટરીએ.
પ્રમુખ,