________________
[માર્ચ
તા. દ.
[ ૭૪ ].
જેન કેન્ફરન્સ હેરડ, શ્રી માંડળ જૈન જે. મૂર્તિપૂજક શ્રી સંઘે કરેલા ઠરાવે.
તા. ૬-૨-૦૯
મુ. માંડી, ગઈ કાલે રાત્રે જૈન ભારતીભૂષણ સભાના મકાનમાં માનાધીકારી ઉપદેશક શા. નારણજી અમરશી તથા પાંજરાપોળ ઈન્સ્પેકટર ડે. મેતીચંદ કુરજી ઝવેરીએ કેન્ફરન્સના હેતુઓ તથા તેમાં થતા ઠરાને અમલ કરાવવાને વાતે ભાષણે કર્યા હતા, જે વખતે કેટલાક હાનિકારક રીવાજો તથા ભ્રષ્ટ પદાર્થોને થતે ઉપયોગ બંધ કરવાને માટે વિચાર થતાં આજે સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા છે.
૧ સંવત ૧૯૫૮ ના અષાડ સુદ ૨ તથા સંવત ૧૯૬૧ ના વૈશાખ વદ ૭ ના રોજ પસાર કરેલા ઠરાને અમલ પાકી રીતે કરવે કરાવે છે. અને એ ઠરાવમાં સમાતાં છતાં કેટલાક અગત્યના ઠરાવે તથા કેટલાક આજે વિચાર કરી મુકરર કરેલા નવા ઠરાવને અમલ નિષ્પક્ષપાત રીતે કરવાનું છે.
૨ બાળલગ્નને રીવાજ આ તરફ નથી તેમજ તેર વરસથી અંદરની કન્યાઓનાં લગ્ન કરવા નથી.
૩ પરણ્યાના આણ પછી દિકરીઓને થતી જગે કરાવી સંબંધીઓને રાત્રે ફરાળ કરાવવાને અહિંઆ રીવાજ નથી અને હવે પછી એવું કાર્ય અહિં કેઈએ કરવું નથી.
૪ શીળસાતમના દિવસે વાસી ખોરાક બનતા સુધી કેઈએ વાપરે નહિ.'
૫ હુતાશનીમાં કેઈએ શ્રીફળ હોમવું નહિ. તથા પાણી વગેરે ઉડાડી હોળી ખેલવી નહિ,
૬ વિવાહ પ્રસંગે સ્ત્રીઓને ફટાણા ગાવાને આજથી પ્રતિબંધ કરવામાં આવે છે.
૭ મરણ પાછળ કારજ કરવા ફરજીયાત રીવાજ નથી તેમ બારમા તે. રમાને રીવાજ નથી અને એવી રીતે કેઈએ કારજ વરા કરવા નહિ.
૮ મરણ પ્રસંગે રડવા કુટવાને રીવાજ કેટલેક અંશે કમી કરવામાં આવ્યું છે અને તેમાં જુવાન મરણ વખતે શેરીના નાકાથી આગળ જવું નહિ, તેમજ ઘર કે નાકા શીવાય બીજી જગ્યાએ ઉભા રહી રડવું કુટવું નહિ, વૃદ્ધ અને આધેડ હેય તે ઝાંપેથી પાછું વળવું અને ઘેર શીવાય બીજી જગ્યાએ ઉભા રહી રડવું કુટવું નહિ
પથરણે બેસવામાં બનતા સુધી દીવસે ઓછા કરવા અને રજા દેવી.