________________
૧૦૮)
ધમે નીતિની કેળવણી
૨. “સામાજિક ઉન્નતિ માટે કેળવણી આપવી; અને તેમાં જ વ્યક્તિની ઉન્નતિ રહેલી છે, એમ પ્રાચીન–અર્વાચીન દૃષ્ટાંત આપી ખાત્રી કરી આપવી એજ માટે ધર્મ. :
૩. જે તે પ્રકારે વ્યક્તિનું Character-building વર્તન ઘડાય, અને મનુષ્ય કર્તવ્યનિષ્ઠ થાય, તેમાં તેનું તથા તેની જન્મભૂમિનું કલ્યાણ છે, એમ સમજી પ્રસંગ પ્રાપ્ત થયે ઉમંગથી આત્મગ પણ જરૂર પડે આપે તે જ ખરે જેન, તે જ જિનાચાર્યને પ્રતિપાત્ર છે, એવા નિયમનું પાલન એજ ધર્મ પાલન,
૪. બીજાઓ મારા પ્રતિ જેવું વર્તન રાખે, એમ હું ઈચ્છું તેવું જ મારે તેમની Bila 21449,-Do unto others, as you wish others should do unto you, એજ મહાન ધર્મ
૫. વાત જાતિ જે ધર્મ, એટલે મન વાણી અને કર્મથી સત્ય સત્ય અને સત્યજ.
એવા નિયમો બાલકની ઉમર તથા બુદ્ધિ પ્રમાણે સંકલિત કરશે અને દાખલાઓ આપી વિભુષિત કરશે, અને છેવટે શુદ્ધ તત્વબોધ આપશે, તે આપણું આર્યાની એક અગત્યની પ્રજાની ઉન્નતિ સધાશે અને તેથી આખા દેશને અનુકરણ કરવાને રૂડ દાખલો મળશે. વળી આવા ઉચ્ચતમ ઉશને સાધવાને સઘળા જૈન સંપ્રદાયનું એકીકરણ થાય અને અભેદભાવના પ્રકટે, તે અષ્ટ મહાસિદ્ધિઓનું એકત્ર મહાન શુભ ફલ પાપ્ત થયું એમ હું માનું.
ગણપતરામ અનુપરામ ત્રવાડી. ધમનીતિના શિક્ષણમાં નીચેની ત્રણ બાબતે શીખવવી જોઈએ.
( ૧ ) અચળ ધર્મસ્થા, (૨) કાર્યદક્ષતા, (૩) સમભાવ,-એટલે કે દરેક વિદ્યાથીને આસ્થા ભાવ અને કાર્ય એ દરેકમાં સમાયેલાં ધર્મ અને નીતિના રહસ્યો યથાપુર્ણ સમજાવવાં અને અમલમાં મુકાવવાં જોઈએ. પરંતુ ખાસ કરીને યાદ રાખવું કે કોઈ પ્રસંગે એક્યભાવ ન ચૂકાય. એકતા એજ સાચું સુખ છે. માટે ઉપર જણાવેલ ત્રણ પૈકી એકલી આસ્થા કેળવવાથી ધમધતા વધશે અને તેથી આપણું સમગ્ર દેશની કરોડો માણસની એજ્ય ભાવનાને ધેકે લાગશે, માટે એકલી આસ્થા જ ન કેળવાવી જોઈએ; તેમજ એકલી કાર્યદક્ષતા–સમય સુચકતા-નીતિ કેળવવાથી નાસ્તિકતા આવશે, ઉદ્ધતાઈ અને સ્વાર્થ પરાયણ વૃત્તિ વધારે જોરમાં આવશે, માટે એકલી કાર્યદક્ષતા કેળવવી એ પણ નકામી છે. બાકી રહ્યો સમભાવ. તે પણ એક કેળવવાથી ભીખારીઓનું ટોળું વધશે અને જગત વિરૂ૫ બનશે. માટે ખરી રીતે એ ત્રણેના સમુચ્ચયપુર્વક ધર્મનીતિનું શિક્ષણ આપવું એજ ગ્ય છે.
અચળ આસ્થા એ રૂપમાં કેળવવી કે ગમે તે સંકટ પણ છવ કરતાં ઘમને વધારે અગત્યને માની ધર્મનું રક્ષણ કરવું. “દેહ રખે ધર્મ' એ કહેતીને હાલ દુરૂપયોગ થાય છે તે સમજાવ. કાર્યદક્ષતા એ રૂપમાં કેળવવી કે કેટલીક સામાજીક અને ધાર્મિક રૂઢીઓ ખરા ધર્મ અને ખરી નીતિથી વિરૂદ્ધ છે તે યથાપૂર્ણ દાખલા આપી સમજાવવું. સમભાવ એ રૂપમાં કેળવે કે સઘળાં આપણુ એક પિતાના પ્રેમમાં ઉછરતાં છીએ. આપણું અંતીમ સાધ્ય એક જ છે. માટે કોઈપણ ધર્મ કે ગ્રંથનું છિદ્ર ને જોતાં તેની ખૂબી જેવી અને કલેશથી દૂર રહેવું. બધામાંથી સાર ગ્રહણ કરે એ એક સર્વોત્તમ ઉન્નતિને દરવાજો ખુલવા જેમ છે,