________________
૩૨૪)
જૈન કેન્ફિરન્સ હેર.
( ડીસેમ્બર
હીંદુસ્તાનનું એક મહા પાપ.
ગઈ તા. ૧૫ મીના ટાઈમ્સ ઑફ ઈડીયામાં સંયુક્ત પ્રાંત (United Provinces) માં ગઈ સાલ બનેલા ગુન્હાઓને રીપોર્ટ પ્રસિદ્ધ થયો છે. તેમાં લખેલું છે કે સંખ્યાબધા છોકરાંઓને તેમનાં ઘરેણું ખાતર મારી નાંખવામાં આવ્યાં હતાં. (“There, were a number of cases of murders of children for their ornaments.”) બુલંદ શહેરમાં એક તેર વરસના છોકરાએ એક ત્રણ વરસના છોકરાનાં કેટલાંક ઘરેણું ઉતારી લઈને પછી તેને એક કવામાં નાંખી દીધો હતે..(“In Bulandshaher a boy of 13 threw a boy aged 3 down a well, after depriving him of some ornaments.”)
માબાપની બેદરકારી તથા અજ્ઞાનથી ઉપર પ્રમાણે કમનસીબ, નિર્દોષ બચ્ચાંઓનાં ત્રાસદાયક રીતે ખુને દેશના જુદા જુદા ભાગોમાં વખતે વખતે બને છે..
છ વરસની એક મુસલમાન છોકરીને ગયા મે મહીનામાં પુનામાં તેણીના દાગીના ખાતર મારી નાંખી હતી અને તે પછી હાલમાં એક હીંદુ છોકરીનું પણ તેજ કારણસર પુનાથી આશરે આઠ માઇલ ઉપર આવેલા એક ગામમાં ખુન કરવામાં આવ્યું છે.
આવા ભયંકર મહા પાપ સામે મજબુતપણે ચાલુ પિકાર કરવાથી ઝાઝાં નહીં તે ડાં બાળકોના જીવ બચવાનો સંભવ છે અને તે સાથે તેમનાં ખુન કરત તેવાં મોટી ઉમરનાં સ્ત્રી પુરૂષે પણ ફાંસીએ લટકતાં અટકશે એ પ્રમાણે બેવડું પુણ્ય નું આ કામ છે.
ઉપર પ્રમાણે જ્ઞાન ફેલાવવાથી તમામ કામોના લોકો આપણી કોનફરન્સને ધન્યવાદ દેશે.
આપને સેવક, લાભશંકર લક્ષમીદાસ,
મી. લાભશંકરે મજફર લખાણ સાથે એક હેન્ડબીલ મોકલેલ છે જેમાં જામે જમશેદ, તા. ૧૮-૧-૧૮૦૦, તા. ૭-૭-૧૯૦૪, તા. ૧૭-૮-૧૮૦૪, તા. ૨૩-૨-૧૯૦૪ તથા મુંબઈ સમાચાર ૨૪-૭-૧૯૦૬, ૨૬-૮-૧૮૦૦ અને ૧૨-૮-૧૯૦૬ કયસરે હીન્દ્રમાં પ્રગટ થયેલ અહેવાલો છાપેલા છે. આ તે પકડાયેલા અને જાહેર થયેલા અહેવાલ છે પણ નહીં જાહેર થતા બનાવ ઘણું બને છે માટે હમારી નમ્ર અરજ છે કે બાળકોને ઘરેણાંથી શણગારી કમેતે મરણ થવાના કારણભૂત થતા તેઓના માબાપો જરૂર વિચાર કરશે અને ઘરેણું કરતાં સ્વચ્છ કપડાંથી શોભાવી તંદુરસ્ત રાખશે.
તંત્રી.