________________
રહા ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
ગોવધથી દેશને થતું નુકસાન.
શૈવધથી આપણા દેશમાં કેટલું નુકસાન થાય છે એ સવાલના જવાબમાં અમારા પાંજરાપોળ ઈન્સપેકટર ડે. મોતીચંદ કુરજી ઝવેરી છે. બી. વી. સી. લખી જણવે છે કે ગીર, જાફરાબાદ વગેરે રસાળ મુલકની એક મજબુત અને તંદુરસ્ત ગાય દરરોજ સવાર સાંજ બે વખત મળી ઓછામાં ઓછું સોળશેર દુધ આપે છે જ્યારે કેકણ વગેરે નિસ્તેજ મુલકની ગાય દરરોજ ઓછામાં ઓછું બે વખત મળી બશેર દુધ આપે છે. એ બે દાખલાની સરાસરી ગણીએ તો હિન્દુસ્તાનની દરેક ગાયનું સવાર સાંજ બે વખતનું મળી દરરોજનું દુધ નવશેર થાય છે અને એ હીસાબે એક મહીનાનું એક ગાયનું દુધ કા મણ થાય છે. એક સાદી અને નિરોગી ગાય વિઆય તે વિયાના દીવસથી આઠ મહીના સુધી દૂધ આપે છે અને હલકી અગર રોગી હોય તે વિઆયા પછી છ મહીના સુધી દુધ આપે છે. અને આ હીસાબે સરાસરી એક ગાય વિઆયા પછી સાત મહીને દુધ આપે છે અને ઉપલે હીસાબે સાત મહીનાનું એકંદર દુધ ૪૭ મણ થાય છે. . | ગાય ઓછામાં ઓછું છે અને વધતામાં વધતું સેળ વખત વિઆય છે અને આ હિસાબે એક ગાય સરાસરી અગીઆર વખત વિઆય છે અને જ્યારે આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે એક વેતરનું દુધ ૪૭ મણ થાય છે ત્યારે તેજ હીસાબે અગીયાર વેતરનું દુધ ૫૧૪ મણ થશે.
ઉપર જણાવ્યા પ્રમાણે એક ગાય પોતાની જીંદગીમાં ૧૧ વખત વીઆય છે એવી અટકળ કરી છે. હવે તેના ૧૧ વાછરડામાંથી એકાદ વાછરડું ભરવાનો સંભવ છે. બાકી ૧૦ વાછરડાં રહ્યા તેમાંથી ઓછામાં ઓછી ચાર ગાય થશે એમ ધારીએ તો તે ચાર ગાયની હયાતીનું દુધ ઉપર જણાવ્યા પ્રમાણે એક ગાયની હયાતીના દુધને હીસાબે ૨૦૭૪ મણ થાય છે અને એ ચાર ગાય અને પાંચમી તેની માં એ પાંચેની હયાતીનું દુધ ૨૫૦૮ મણ થાય છે અને જે એટલા દુધનો દુધપાક કરીએ અને દરેક માણસ દીઠ ૧૬૦ તોલાને હીસાબે આપીએ તે એટલા દુધમાંથી ૫૧૮૭૫ માણસો એક વખત જમીને તૃપ્ત થશે.
હવે ઉપર જણાવ્યા પ્રમાણે એક ગાયની પેદાશમાંથી બાકી છ વાછરડાં રહ્યા છે સઘળા બળધ થવાના. દરસાલ બે બળધની મદદથી પૃથ્વી ખેડી ખેતી કરી હોય તો ૨૦૦ મણ દાણો ઉત્પન્ન કરી શકાય છે એવું અનુમાન થયેલું છે અને એ હિસાબે ૬ બળદ ૬૦૦ મણ દાણો દરવરસે ઉત્પન્ન કરી શકશે.
બળધની જીંદગીની સરાસરી' લેખતાં ઓછામાં ઓછી વીસ વરસના લેખાય છે જેમાં થી ૩ વર્ષ બચપણના અને બેવર્ષ બુઢાપણના બાદ કરીએ તો બાકીના પંદર વર્ષમાં ઉપરને હીસાબે છે બળધેનું એકંદર ઉત્પન્ન વીસ મણની એક ખાંડી એ હીસાબે ૪૫૦ ખાંડી અનાજ થાય છે.
સરાસરી દરેક માણસને આખા દીવસમાં એક શેર અનાજ જોઈશે એ હીસાબે ૪૫૦ ખાંડી અનાજમાંથી ૩૬૦૦૦૦ ત્રણલાખ અને સાઠ હજાર માણસે એક દિવસ જમીપ્ત થશે.