________________
૧૮૮ )
પ્રાસંગિક નોંધ.
( ૨૮૭
સુકૃતભંડારની યોજના માટે અમદાવાદમાં
મળેલે જૈન સંઘ.
આગેવાન તરફથી મળેલે વિવેકહીન જવાબ! ગઇ પૂના ખાતેની સાતમી કોન્ફરન્સમાં પસાર થયેલી સુકૃતભંડારની ચાર આના વાળી જના અમદાવાદમાં અમલમાં મુકવા માટે પ્રયત્ન કરવા અમદાવાદની જૈન સભાઓની એક મીટીંગ તા. પ-૧૦-૦૯ ના રોજ મળી હતી. તેમાં થયેલા ઠરાવ પ્રમાણે ચુંટાયેલા ગૃહસ્થનું એક ડેપ્યુટેશન અમદાવાદમાં સંધપતિ નગરશેઠ ચીમનભાઈ લાલભાઈને ત્યાં ગયું હતું અને સમસ્ત સંધ એકઠો કરી આ યોજના અમલમાં મુકાવવા વિનંતી કરવામાં આવી હતી. તે મુજબ તા. ૧૪-૧૦-૦૮ ગુરૂવારે રાત્રે સમસ્ત સંધ એકઠા થયો હતો. તેમાં લગભગ પાંચસો માણસે એકઠા મળ્યા હતા. જેમાં કોન્ફરન્સના માજી જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ તથા છઠ્ઠી કેન્ફરન્સના પ્રમુખ શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા અમદાવાદ પાંચમી કોન્ફરન્સની રીસેપ્શન કમીટીના પ્રમુખ અને સંધપતિ નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ તથા ઉપપ્રમુખ શેઠ સાંકળચંદ મોહનલાલ તથા જનરલ સુપરવાઈઝર શેઠ મોહનલાલ લલુભાઈ તથા કોન્ફરન્સમાં આગેવાની ભોગવનાર બીજા અનેક આગેવાને એકઠા મળ્યા હતા. આ વખતે અનેક ચર્ચા ચાલી હતી અને હાજર રહેલા પ્રજા વર્ગના મેટા ભાગની પ્રબળ ઇચછાનો તિરસ્કાર કરી, એટલું જ નહીં પણ કોન્ફરન્સના હિતને તથા અમદાવાદના સંઘને નામોશી આપવા સરખું કામ કરી તે પેજના અમલમાં નહીં મુકવાની નિર્બળતા અમદાવાદના આગેવાનોએ બતાવી હતી. આ મીટીંગને સંપૂર્ણ હેવાલ અમદાવાદના શ્રી શાંતિ પ્રેસમાં છપાયેલ એક પ્રેક્ષકના હેંડબીલ પ્રમાણે નીચે મુજબ છે.
પ્રથમ નગરશેઠ ચીમનભાઈએ સંધ એકઠું કરવાનું કારણ દર્શાવ્યું; બાદ સભાઓ તરફથી વકીલ મી. દોલતચંદ ઉમેદચંદ બી. એ, એલ. એલ. બી. એ સુકૃતભંડારની યોજના સંધથી અમલમાં મુકાવા વિનંતિ કરી અને તેની કેટલીક વાજબી દલીલ રજુ કરી, એટલામાં જ એક કેળવાયેલા ગણુતા અને ગઈ કોન્ફરન્સના માંચડે વકતૃત્વ બતાવી આવેલા વકીલ મી. કેશવલાલ અમથાશાએ ઉભા થઈ પ્રશ્ન કીધે કે “ આ યોજનાના નાણુને શો ઉપયોગ થનાર છે”? તે પ્રશ્ન કરી તેને જવાબ પણ પિતે જ આપતાં બોલ્યા કે “તે નાણું કેળવણી અને કોન્ફરન્સ નિભાવ ખાતે જનાર છે. કોન્ફરન્સના હાથમાં નાણું નહીં આપવાં એ મારો મત છે. કોન્ફરન્સ તરફ મને બીલકુલ શ્રદ્ધા નથી અને પૂના ખાતે આ ઠરાવ થયા ત્યારે અમદાવાદના ફક્ત પાંચજ ડેલીગેટો ગયેલા હતા.” આ પ્રમાણે પિતા નો મહામત રજુ કરીને જ્યાંથી ઉભા થયા હતા તે જગ્યાથી જરા આગળ આવી બેશી ગયા. ત્યાર પછી વકીલ મી. દોલતચંદે જણુવ્યું કે “ અમદાવાદના ડેલીગેટ પાંચ નહીં પણ પચાસ હતા. કોન્ફરન્સના ઠરાવો અમલમાં મુકવા આપણે બધા બંધાયેલા છીએ ” તેના