________________
૧૮૦૦ ]
હાનિકારક રીતરીવાજે.
[ ૨૧૧
હાનિકારક રીતરીવાજો.
(. ૨. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી. એ. એલ એલ. બી.)
(અનુસંધાન પૃષ્ટ ૧૮૬ થી.) ઉન્નતિને પિતાનું કેન્દ્રસ્થાન સમજતાં જ્ઞાતિજનોને કેઈપણ રિવાજ તેઓના ગજા ઉપરાંત બેજારૂપ થ જોઈએ નહિ. સામાન્ય–સાધારણ સ્થિતિના માણસના સંજોગે તરફ ખાસ કરીને રીવાજ પ્રવર્તક આગેવાનોએ લક્ષ આપવાની જરૂર છે. શ્રીમાન આગેવાનેના ખર્ચાળ કાર્યોનું અનુકરણ કરવા અન્ય જ્ઞાતિજનો પોતાની સ્થિતિને વિચાર કર્યા વગર પ્રેરાય અને તેમ છતાં એક સામાન્ય કાર્ય રીવાજ રૂપ-જ્ઞાતિના ધારા રૂ૫ થઈ પડે તે ઈચ્છવા યોગ્ય નથી:
આ પ્રસંગે અગ્રેસરોએ પિતાની ફરજોને, જોખમદારીને યોગ્ય વિચાર કરી પિતાના કાનું વલણ બદલાવવાની જરૂર છે. તેઓએ સમજવું જોઈએ કે પિતાની શ્રીમંતાઈને જ્ઞાતિ જનને લાભ આપવાના નાતવરા, જમણવારો ઉપરાંત બીજા અનેક રસ્તાઓ છે. જમણવારોથી માત્ર ગરીબ તેમજ તવંગર જ્ઞાતિ બંધુઓ એક અગર બે ટંક મિષ્ટાન્ન ભેજન મેળવી શકે છે. ત્યારે દ્રવ્યને સદુપગ અન્ય રસ્તે કરવાથી કોમને ગરીબ વર્ગ હમેશને માટે ભેજન મેળવવાના આજીવિકા ચલાવવાના સાધને પ્રાપ્ત કરી શકે છે. બાહ્યાડંબર એટલો બધે વધી પડ્યું છે કે ઉપલકની ખેતી મેટાઈ–શ્રીમંતાઇ પ્રદર્શિત કરવાના હેતથી છેડા વખતને માટે વાહ વાહ કહેવરાવવાની આશાથી લખલૂટ ખર્ચ કરવામાં આવે છે. અને પરિણામ ઉંડા ઉતરીને તપાસશે તે ઉપરના હેતુઓ પણ જળવાતા માલુમ પડશે નહિ. જમણુવાર વખતેજ મીઠાઈ-પકવાન ગમે તેટલા સારાં હશે પરંતુ શાક અગર કઢી રયાના વાંકે સારાં નહિ થયાં હેય તે જમાડનાર, જ્ઞાતિજની અસહ્ય ટીકાને-કવચિત અનિષ્ટ ઉદગારોને ભેગા થઈ પડશે.
આ પ્રકાસ્મા રીવાજથી એક વખત તવંગર ગણાતે આ કાઠીયાવાડ નિર્ધન થઈ. ગયા છે. લગ્ન પ્રસંગે થતાં ખર્ચે સ્થિતિ અનુસાર થવા જોઈએ. અઘરણી પ્રસંગે કરવામાં આવતી ધામધુમે શરમાવનારી ગણવી જોઈએ. મરણ પ્રસંગે કરવામાં આવતી જમણવારના સંબંધમાં પહેલાં કહેવામાં આવ્યું છે. આપણું બાપદાદાઓએ પિતાની સારી સ્થિતિમાં મેટાં મોટો ખર્ચો કરી, નાતે કરી એટલે આપણે પણ આગલી આગલી સ્થિતિને અનુસરી હાલની સ્થિતિનો વિચાર કર્યા વગર ખર્ચો કરવા પ્રેરાવું-ફુલણજી બનવું એ વ્યાજબી નહિ. પૂર્વજોએ કરેલા નાતવરા જેવા કાર્યના યશગાન ગાઈ અભિમાન ધારણ કરવું તે યોગ્ય નહિ. સદવર્તન જાળવી રાખવું, કેમની ઉન્નતિના કાર્યમાં યથાશકિત સહાયભૂત થવું એજ આપણે ઉદ્દેશ હોવો જોઇએ. આ ઉદેશ પાર પડતાં આનંદ માન, વ્યાજબી રીતે મગરૂર થવું અને તે ખરી મગરૂરી જળવાઈ રહે તેવા કાર્યોમાંજ મચા રહેવું તેજ આપણો ધર્મ છે.