________________
૧૮૦૯.]
જેનોમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગદર્શન.
જતામાં ,
[ ૨૯
( ૧ ) બાળલગ્ન, તે છોકરીની ઉમર તેરની આસપાસ હોય છે, પણ છોકરાની ઉમર કરતાં નાની યા બરાબરની હોય છે; નાનપણથી વિવાહ કરવાથી એ અનર્થ થાય છે.
(૨) કન્યાવિય–આગળ લખાયું છે; આ બાબત વધુ ચર્ચા ચાલુ થઈ છે, અને ધીમે ધીમે બંધ થતું જાય છે, પણ કેટલાક જૈનેની સ્થિતિ સુધારવી જરૂરી છે.
(૩) વૃદ્ધવિવાહ, વધુ સ્ત્રી–જૈન કોન્ફરન્સના ઠરાવોથી અંકુશ મુકાતો જાય છે. ધનવાળાઓ એ રસ્તે વધારે ઉતરે છે.
(૪) રેવા કૂટવાને રીવાજ–ગુજરાતમાં રેવા અને છાતી ફૂટવાનો રીવાજ છે, પણ ઉપદેશથી તે ઉપર અંકુશ પડવા લાગે છે. મારવાડમાં બબે વરસ સુધી રૂએ છે, વાસી પલ્લા લે છે.
(૫) લગ્નાદિમાં લખલૂટ ખર્ચ–એકેક લગ્નમાં રજપૂતાનામાં બે લાખ રૂપિયા ખર્ચ થાય છે. દારૂખાનું, માંડે, વેશ્યા સ્ત્રીનાનાચમોટાં જમણો ઇત્યાદિ ઉપર અંકુશ મુકાવા શરૂ થાય છે.
(૬) મરણ પાછળ જમણ–બારમે દિવસે, પંદર દિવસ વિગેરે જમણ કરવામાં આવે છે. અમુક સ્થળે અમુક ટંક જમાડવાનો રીવાજ છે. રજપૂતાનામાં કાણે જવામાં પણ ઘીથી રોટલી ચૂરીને ખાય છે. જુદી જુદી ન્યાતોએ બંદોબસ્ત કરવા માંડયા છે. . (૭) માનતા. વહેમ દેખાદેખી માનતાઓ મનાય છે, હોળી, સીળાસાતમ, ગ્રહણ વિગેરેને માને છે; છોકરાને બાબરી ઉતરાવવી, ભુવાઓના મંત્રોના વહેમ, શ્રાદ્ધ કરવા, ગંગાસ્નાન, ક્ષેત્રપાળ, ભરવમામાના પૂજન, ગણગર અને શનિશ્ચર પૂજન, ગગાપૂજા, ઇત્યાદિ અજ્ઞાનતાને વશ થઈને કરે છે. એ બાબત પર પણ લક્ષ અપાવા લાગ્યું છે, અને જગે જગે ઉપદેશ થવા માંડ્યા છે, અને બંધ થતું જાય છે.
જેમાં (૩૬) ગોત્રદેવી અને (૬૪) જેગણું જેઓને જૈન સમકિતી કુળદેવી કહે છે, તેમને સ્વધર્મી તરીકે માનવામાં વાંધા જેવું જણાતું નથી.
५४. उपसंहार. આખરે એટલું જ જણાવીશું કે જેને કોઈ જ્ઞાતિ નથી; અમારી જાતિ અને કુળ મેટાં કહીને જાતિમાં કરે એ જૈન શાસ્ત્રથી વિરૂદ્ધ છે. કુળમદ, બળદ, રૂપમદ, તપમદ, જ્ઞાનમદ, લાભમદ અને ઐશ્વર્યમદ કરનારાઓની અવસ્ય દુર્ગતિ થાય છે. ખરેખરૂં પ્રસિદ્ધપણે કહી દેનારા, moral courage ધરાવનારા, સ્વ. શ્રીમદ વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજ લખે છે કે
જે પિતાની જાતને ઉત્તમ માને છે, એ કેવળ અજ્ઞાનતાથી ચાલી આવેલી રૂઢી માલમ પડે છે, કારણકે પરસ્પર પુત્ર પુત્રીના વિવાહ કરવા, એક ભાણામાં એકઠા જમવું, અને પિતાને ઊંચે માનો એ અજ્ઞાનતા નહીં તે બીજું શું? વળી જાતિને ગવ કરનારા જન્માંતરમાં નીચ ગતિને પામશે એ ફળ થશે.”
ખરે સ્વામિવત્સલ એટલે જાતિને મદ કર્યા વગર સર્વે સ્વધર્મી ભાઈઓને સ્વામીભાઈ ગણી ધનહીન હોય તેને રોજગારમાં લગાવીને તેના કુટુંબનું પિષણ થાય તેમ કરવું, તથા