________________
૧૯૦૮ ].
પ્રાસંગિક છે.
[ ૧૧૫
પ્રાસંગિક નોંધ.
ચાલુ માસની તા. ૨૨-૨૩-૨૪ મીના દિવસે માં શ્રી પુના ખાતે
મળનારી આપણી શ્રી સાતમી કોન્ફરન્સ પ્રસંગે હિંદુશ્રી સાતમી પુના સ્થાનના જૈન શ્વેતાંબર વસ્તીવાળા ગામના શ્રી સંઘના કેન્ફરન્સ. પ્રતિનિધિઓ મળશે અને આપણું જૈન કેમની ધાર્મિક,
વ્યવહારિક અને સામાજિક ઉન્નતિને લગતા વિષયે ચચશે. આ સાતમી બેઠક વખતે નીચેના વિષયો ચર્ચવાનું હાલ તુનમાં નકકી કરવામાં આવ્યું છેઃ૧ કેળવણી સંબંધી ધાર્મિક, વ્યવડારિક, આગિક અને સ્ત્રી કેળવણી
ઉંચા પ્રકારે આપણી કોમમાં કેવી રીતે શીધ્ર પ્રચાર થવા પામે તે માટે ચગ્ય બંધારણે તથા જનાઓ ઘડવી. ૨ આપણા પ્રાચીન જૈન ચિત્યો તથા પુસ્તક ભંડારોને ઉદ્ધાર તેમજ આપ
ણા પ્રાચીન શીલાલેખેને શોધ, સંગ્રહ તથા રક્ષણ કેમ શીધ્ર કરી શકાય તે માટે યોજના તઈયાર કરવી. ૩ આપણું તીર્થોના રક્ષણ માટે બંધારણ કરવું. ૪ સ્વધર્મ બંધુઓમાં સંપની વૃદ્ધિ કરવી તથા અરસપરસને સહાયતા
આપવી. , ૫ હાનિકારક રીતરીવાજે અટકાવવા માટે આગ્રહ કરે અને તેમાં નડતાં
વિઘ દુર કરવાં. ૬ ધાર્મિક ખાતાઓના હિસાબ ચોખા રાખવા તથા પ્રગટ કરવા બાબત.
૭ જીવદયા બાબત. ( ૮ કેન્ફરન્સના બંધારણ સંબંધી.
સબજેકટ કમીટીમાં જૈન બેંક વિગેરે બીજી બાબતે રજુ થાય તે ઉપર વિચાર કર. આ વિષયે માત્ર સૂચના રૂપે છે. ઠરાને ખરડે તઈયાર થાય છે અને તે વખતસર બહાર પાડવામાં આવશે એમ આશા છે.
ઉપર જણાવેલા વિષયમાં ભાઈબંધ “જૈન” જણાવે છે કે માત્ર પિષ્ટપિષણ છે–કાંઈ નવું નથી. પરંતુ ઉપરના પહેલા તથા બીજા વિષયની શબ્દ રચના જેવાથી વાંચનારને સ્પષ્ટ રીતે જણાઈ આવશે કે પુનાવાસી આ વખતે કાંઈ માત્ર કેળવણીની આવશ્યક જરૂરીઆત વિગેરે દર્શાવનારા ઠરાવ પસાર કરી બેસી રહેવા માંગતા નથી પરંતુ ઉપરોકત ચતુર્વિધ કેળવણી