________________
ધર્મનીતિની કેળવણી
એપ્રીલ (૪)–તત્વદ્રષ્ટિએ ધર્મવિષયનું શિક્ષણ કેટલી વયના તથા કેવી બુદ્ધિવાળા વિદ્યાર્થીને આપી શકાય ?
(૫)–સરકારી ગુજરાતી વાંચનમાળાને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાંથી તદન કાઢી નાખવી ને તેને ઠેકાણે ધર્મશિક્ષણમાળાને ગોઠવવી એ સલાહકારક નથી; તે પછી ધર્મશિક્ષણમાળામાં નીતિના વિષયને ખાસ સ્થાન આપવું - ચ ધારે છે કે તે માટે ગુજરાતી વાંચનમાળાને પુરતી માને છે ?
| (૬)–ધર્મશિક્ષણમાળા ખાસ સાત અંકની થવાની જરૂર છે, કે સનાતન હિંદુ ધર્મમાળા માફક માત્ર બાળાવધ તથા પ્રજ્ઞાવધ એમ બે પુસ્તકમાં મળતું જ્ઞાન સમાવી દેવું ઠીક લાગે છે?
(૭) માનશાસ્ત્ર (psychology)ની દષ્ટિએ બાળકમાં અનુક્રમે કઈ કઈ વૃત્તિઓને વિકાશ થઈ શકે તેને નિર્ણય કરી તેવા ક્રમમાં અભ્યાસક્રમ ગોઠવવાની અને તે અનુસાર ધર્મનીતિની શિક્ષણમાળા રચાવાની ખાસ જરૂર છે?
(૮)--ધર્મશિક્ષણ આપવા અથે (૧) વિદ્યાર્થીઓ માટે તથા (૨) શિક્ષકોને માર્ગ સુચનાથે, કેવા પ્રકારના પુસ્તક રચાવવા જરૂરના છે તેની રૂપરેખા દર્શાવશે.
(૯)–જીવવિચાર, નવતત્વ, દંડક, સંઘયણી, ક્ષેત્રસમાસ, તથા કર્મગ્રંથ એ કૃમે ધર્મજ્ઞાન આપવાની આપણામાં જે રૂઢી પડી ગએલી છે તેને જાળવી રાખી એ પુસ્તકો માત્ર નવીન શિલીએ તૈયાર કરાવી શિક્ષણના ઉપયોગમાં લેવા વધારે ઉચિત થશે, કે જુની રૂઢીને તદ્દન અનાદર કરી તેને ઠેકાણે નવીન ધર્મશિક્ષણમાળા તૈિયાર કરી ચલાવવી વધારે ઠીક પડશે ?
(૧૦) ધર્મક્ષિક્ષણ માટે કયા કયા જૈન પુસ્તકે નવીન શૈલીએ લખાવવાની જરૂર ધારે છે? ગુજરાતને ઈતિહાસ પ્રાથમિક શાળાઓના ઉપયોગ અર્થે જેવી પદ્ધતિએ વાતરૂપે લખાએલ છે તેવી પદ્ધતિએ શ્રી ત્રિષષિસલા. કા પુરૂષચરિત્ર લખાવું ઉચિત્ત છે? જીવવિચાર, નવતત્વાદિ નવીન શૈલીએ લખાવાની જરૂર છે? - (૧૧) વિશેષમાં એ વિષય પરત્વે તથા ધર્મનીતિના શિક્ષણની પદ્ધતિ સંબંધે આપને કાંઈ જણાવવું એગ્ય લાગે તે જણાવવા કૃપા કરશે.
(૧૨)–૬ થી ૯ વર્ષ (ગુજરાતી ધોરણ ૧-૪), ૧૦ થી ૧૨ વર્ષ (ગુજરાતી ધોરણ ૫-૭, અથવા અંગ્રેજી ધેરણ ૧-૩), અને ૧૩ થી ૧૬ વર્ષ (અંગ્રેજી ધોરણ ૪ થી મેટિક) સુધીના વિદ્યાર્થીઓને કેટલું ને શું શું ધર્મ નીતિનું જ્ઞાન આપવું ઉચિત ધારે છે?