SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષણને સાર. ૧૯૦૭] ૫૦૦) હીરાચંદ કકલ વાળી કન્યાશાળાને વ્યાજમાંથી ઈનામ માટે રા. બ. સીતાબચંદજી તરફથી, ૫૦૦) લલુભાઈના બોડીગને, - લટીયને ચાંદ. પરચુરણ રકમ ઘણી આવી છે, તે અહીં લખી શક્યા નથી. કુલ રકમ લગભગ ત્રણ લાખ જેટલી થવા જાય છે. કૅન્ફરન્સને ભાવનગર આમંત્રણ. શેઠ કુંવરજી આણંદજીએ જણાવ્યું કે શ્રી ભાવનગરના સંધ તરફથી કેન્ફરન્સને આમંત્રણ પાટણમાં કરવામાં આવ્યું હતું, અને દૈવકૃપાએ આજે અમે આપ સર્વ સાહેબને આમંત્રણ કરીએ છીએ તે ભાવનગર શહેરમાં પધારીને ભાવનગરના શ્રી સંઘની યત્કિંચિત સેવા સ્વીકારશે. અમારાથી જે કાંઈ સેવા ભક્તિ બની શકે તે સેવા ભક્તિ કરવાને પ્રસંગ આપવાને આપ પધારવા કૃપા કરશે. અમદાવાદ પાસે અમારું ભાવનગર યત્કિંચિત છે, તે પણ અમારાથી બની શકતી દરેક રીતની સેવા કરવાને અમે બનતું કરીશું. પરમ કૃપાળુ પરમાત્મા અમને અમારા તે કામમાં સહાય આપે, એવી અતિ નમ્ર સવિનય યાચના છે. ઠરાવ ૧૨ મે, મી. લાભશંકર લક્ષ્મીદાસે જણાવ્યું કે હાથી જે માંસાહારી નથી અને મોટું , પ્રાણી છે તેના પર ગુજરતી નિર્દયતા માટે હકીકત જાહેર કરતાં મને દિલગીરી થાય છે. દર વર્ષે ૭૦૦૦૦ હાથીઓને મારી નાખવામાં આવે છે. મારી નાખવા પહેલાં બહુ માર માથાપર મારે છે, તથા ૨-૩ દિવસ ભૂખે રાખવામાં આવે છે. મારી નાખવાનું કારણ તેના દતુશળમાંથી ચૂડા બનાવવામાં આવે છે તે જંતુશળ મેળવવાનું જ છે. મસ્ત હાથીને બીજા હાથીઓ પાસે મરાવવામાં આવે છે. એક હાથીના દાંતના રૂ. ૨૦૦૦) ઉપજે છે. મારી પુત્રીના લગ્ન વખતે મેં સાસરીયેથી લાવેલ હાથીદાંતને ચૂડ લેવા પહેલાં ઉપલું કારણ જણાવ્યું ત્યારે તેઓએ એકદમના પાડી. હાથીદાંતના ચડાના રૂ. ૯) બેસે છે. લાકડાના ચૂડાને રૂ. ના બેસે છે. સ્વાર્થ અને પરમાર્થની ખાતર આ કાર્ય કરવાથી મહાન પુણ્ય થશે. દરરોજ ૬૦૦૦૦ ગાયને વધ હિંદુસ્તાનમાં યુરેપીયને માટે કરવામાં આવે છે. બીજા જનાવરને શુમાર નથી. દાક્તર અને પાદરી એ બને માંસાહારને હિંદમાં ઉત્તેજન આપવામાં મુખ્ય છે. વસનજી ખીમજી તરફથી મળેલા ૫૦ પાઉંડ મેં ડાકટર એલ્ડફીલ્ડને મોકલ્યા અને તેમાં તેમની શિષ્યાએ પાઉંડ ૮૦૦ આપ્યા, ને એક વિષય વૈદક વિદ્યાર્થીઓ પાસે લખા. પરિણામ ઈષ્ટજ આવવું જોઈએ. વાર્ષિક રૂ. ૨૦૦૦૦ ના વ્યાજમાંથી એક યેજના થઈ શકશે, કે જેમાંથી દર વર્ષે વૈદક વિદ્યાર્થીઓને જ્ઞાન આપી
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy