SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષણને સારા ૧૯૦૭ ] ઠરાવ ૧૧ મે. રાક સારા હીરાચંદ મેતીચંદે જણાવ્યું કે નિરાશ્રિત ચાર પ્રકારના હોય છે. તેમાં આગલી સારી સ્થિતિમાંથી પડેલા હોય તેમને ગુપ્ત દાન આપવું જોઈએ. બીજા એવા હોય છે કે જેને રૂ ૧ ની પેદાશ, પણ ખર્ચ રૂ ૧૭ ને, તેમને પણ ગુપ્તદાન દેવું જોઈએ. ત્રીજા ગરીબ હાથ ધરનારા હોય છે. તેમાં સશક્ત છતાં હાથ ધરનારા હોય તેને ધંધે લગાડવા જોઈએ, તથા સાધન કરી આપવું જોઈએ. ચોથા વૃદ્ધ, તેમને પણ પૂરતી રીતે આશ્રય આપવાની જરૂર છે. બાળાશ્રમ સ્થાપવાનું કારણ દુર્દશામાં પડેલા બાળકને બીજા ધર્મમાં જતા અટકાવવા માટે છે. ભૂખ વખતે માણસ ગમે તેવું કામ કરી નાખે, ધર્મ વિરૂદ્ધ પણ થઈ જાય. મીલમાં હલકી વર્ણના મજૂરને કામે નહિ રાખતાં સ્વધર્મ બંધુઓને કામે લગાડવાથી પુણ્ય ઉપાર્જન થશે. ધંધાની એબ નથી. શરીરથી કોઈપણ રીતે બંધ કરો. ભીખ જેવી કેઈ અધમ ચીજ નથી. ફેરી કરવા માટે અમારા એક સુરતી મદદ કરતા તથા એક મહિનાને વશી ખર્ચ આપતા, કે જેથી ખાવાની એક મહિનાની મુશ્કેલી વિના માણસ બંધ કરી શકે. પેટમાં ભૂખ લાગે ત્યારે બચ્ચાંને વેચે, તથા ગમે તે કરે. મૂળને સુધાર્યા વિના ફળ ખાઈ શકાશે નહિ. પાલીતાણામાં બાળાશ્રમ ખેલવાની અમારી ઈચ્છા થઈ. આમાંના બે છોકરાઓને પાદરી વટલાવતા હતા, તેમાંથી લાવ્યા છીએ. મેટા બાળાશ્રમને માટે રૂ ૧૦ લાખની મદદની જરૂર છે, હાલ તે વાર્ષિક મદદથી આ બાળાશ્રમ ચલાવીએ છીએ. તેમાં નીચે પ્રમાણે મદદ મળેલી છે. રૂ. પ૦૦) શેઠ વરચંદ દીપચંદ દર વર્ષે રૂ. ૨૫૦) પ્રેમચંદ રાયચંદ. ૨૫૦) ત્રીવનદાસ ભાણજી. , ૨૫૦) ગોકુળભાઈ દોલતરામ. ૨૫૦) ગોકુળભાઈ મૂલચંદ. ૨૫૦) દેવકરણ મૂળજી. ૨૫૦) મેતીચંદ દેવચંદ. ૧૨૫) કલ્યાણચંદ શેભાગચંદ. , ૬૦૦) મેતીના કાંટા તરફથી. ૬૦૦) આણંદજી કલ્યાણજી. છે ૧૦૧) નગીનદાસ કપુરચંદ પાંચ વર્ષ સુધી, છે પ૧) જેચંદ કપુરચંદ , પોરબંદર ર૫) મણિલાલ શીખવચંદ , , પાલણપુર
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy