SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] વક્તાઓના ભાષણને સાર. દર્શન તથા ચારિત્ર આવવું જોઈએ. હાલના જ્ઞાનથી દર્શન તથા ચારિત્ર આવતું નથી. અસત્ય બોલવાથી આત્માને હાનિ થાય એવું ધર્મશિક્ષણ ન મળે ત્યાં સુધી ચારિત્રમાં ઉચે આવવું મુશ્કેલ થઈ પડે છે. તમારા વર્તન ઉપરથી તમારાં બાળકે અદશ્ય રીતેજ શીખે છે. દરેક જૈન પિતાના બાળકને ધાર્મિક જ્ઞાનમાં સામેલ રાખશે તેજ ધાર્મિક જ્ઞાન સારી રીતે અપાઈ શકાશે. પગારદાર શિક્ષકો કરતાં માબાપ અને વડિલ અગ્રેસર વિશેષ લાભ કરી શકશે. સ્કૂલમાં ભીંતપર આસપાસનાં મોટા માણસોના કે ટો તથા મધુબિંદુ વિગેરેનાં ચિત્ર ટાંગવા જોઈએ. Mere show of words is beauty without sublimity. Mind without heart, intelligence without conduct, cleverness without goodness are powers in their way but they may be powers only for mischief. | મી. ડાહ્યાભાઈ હકમચંદે જણાવ્યું કે દરેક પ્રજાની ઉન્નતિ માટે કેળવણી એ અગત્યની ચીજ છે. એક પ્રજા બીજી પ્રજાપર સરસાઈ ભેગવે છે તે કેળવણીને લીધેજ છે. ઔદ્યોગિક અને વ્યાપારી કેળવણીની ખાસ જરૂર છે. કલકતાની ઔદ્યોગિક કોન્ફરન્સમાં નામદાર ગાયકવાડનું ભાષણ ખાસ મનન કરવા જેવું છે. તમામ લોકોમાં સામાન્ય કેળવણી આપવી જોઈએ. વ્યાપારી કેળવણી હાલના જમાનામાં કઈ પણ રીતે ઓછી ઉપયોગી નથી. ઔદ્યોગિક કેળવણી માટે સ્કોલરશિપ આપવી જોઈએ. અહિંના બોડિંગમાં ૫૬ વિદ્યાથીઓ છે, તેમાં ૫૦ ને મફત કેળવણું આપવામાં આવે છે. | મી. મોહનલાલ હેમચંદે જણાવ્યું કે હું બેડિગ માટેજ ખાસ કહેવા માગું છું * ઘર કરતાં બે ડિગમાં અભ્યાસ વિશેષ સાર થાય છે. બેડિંગમાં ધાર્મિક શિક્ષણ મળવું જોઈએ. લાલબાગ બગમાં ૧૧ વિદ્યાર્થીઓ મફત બરાક, તથા મફત ( પુસ્તકને લાભ લઈ શકે છે?” દાવાદમાં પ્રાથમિક શિક્ષણ લેનારને પણ બેકિંગમાં રાખવામાં આવે છે. મી. કુંવરજી આણંદજીએ જણાવ્યું કે આપણું સાધ્ય બિંદુ ધાર્મિક કેળવણું જ છે. ડીગ્રી મેળવે, સરકારી તથા દરબારી માન મેળવે, પણ જયાં સૂધી પશુ જીવનને બદલે માનષિક જીવનજ ગળે નહિ ત્યાં સુધી બધું વૃથાજ છે. ધાર્મિક કેળવણી હાલ ખરેખરી ડીજ મળે છે. વ્યવહારિક કેળવણી માટે હજારો રૂપિઆ ખર્ચે છે પણ જયાં સૂધી ધાર્મિક કેળવણી માટે યોગ્યશ્રમ ન લે ત્યાં સૂધી તેને માટે વિશેષ લાભ જેવું નથી. દયા, સત્ય, પ્રમાણિકપણું, બ્રહ્મચર્ય વિગેરેની ઓછાશ ધાર્મિક કેળવણીને અભાવ જ સૂચવે છે. સિદ્ધાંતકારે જે દયા, બ્રહ્મચર્ય અચૌર્ય, સત્ય વિગેરે દર્શાવ્યું છે તે એટલું બધું સૂક્ષમ છે કે કઈ પણ ધમ તેમાં આપણી સાથે સરખામણી કરી શકે તેમ નથી. સંતોષમાં પણ તેમજ છે. શા. નારણજી અમરશીએ જણાવ્યું કે કચ્છ વિગેરેમાં પ્રાથમિક કેળવણી માટે આપણું ભાઈઓને પૂરતાં સાધન નથી. આ સાધને માટે આપણા શ્રીમાન ભાઈ કે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy