SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭] . ૧૯૦૭ ] [ ૨૭૭ જૈન સમાચાર જૈન સમાચાર. tea માનાધિકારી ઉપદેશક મગનલાલ ગોવિંદજી દલાલને પ્રયાસ–તેઓ લખે છે કે હું સુરત પ્રાંતમાં આવેલ ઉદવાડા સ્ટેશનથી બગવાડા ગામે ગયે. આ ગામની આસપાસ અંબાચ, કેપરલી, દેગામ, ખેરલાવ, ગોયમા, વાપી, રાતા, પરીયા આ મુજબ આઠ ગામ છે. આ નવ ગામમાં જેની વસ્તી છે અને તે પિકી બગવાડા ગામમાંજ જૈન મંદિર છે. આ સ્થળે હું પર્યુષણ પર્વમાં ગયે કે જે વખતે નવ ગામના શ્રાવક તથા શ્રાવિકાઓ આવ્યા હતા. હમેશાં પર્યુષણ પર્વના તહેવારમાં આ સઘળા ગામના જૈને બગવાડા ગામે જૈન મંદિર હોવાથી એકત્ર થાય છે. ભાદરવા સુદ ત્રીજને મંગળવારને દિવસે બપોરે ત્રણ વાગે ધર્મશાળામાં જેનભાઈઓ તથા બેનેની સભા એકત્ર કરવામાં આવી કે જે વખતે આશરે બો પુરૂ અને સો સ્ત્રીઓએ હાજરી આપી હતી. તેઓના સમક્ષ નીચે મુજબનાં પૃથક પૃથક વિષય ઉપર લગભગ બે કલાક સુધી ભાષણ આપ્યું. ૧ વ્યાવહારિક, નૈતિક, અને ધામિક કેળવણી. '૨ સ્ત્રી કેળવણીની પ્રથમ આવશ્યકતા. ૩ વિદ્યાભ્યાસથી થતા મુખ્ય લાભે. ૪ ઇંગ્લિશ કેળવણી ઉપર મુકાતા ખોટા આક્ષેપ. ૫ હાનિકારક રીત રીવાજે પૈકી હેળી પર્વ, શીળી સાતમ જેવા કેટલાક મિથ્યાત્વો પર્વો, રડવું કુવું, વૃધ્ધ વિવાહ, બાળલગ્ન, મરણ પાછળ જમણવાર, જૈનશાસ્ત્રાનુસાર લગ્નવિધિ વગેરે. ૬ યુવાને એ ગ્રહણ કરવા ગ્ય સન્માર્ગો વિગેરે. શ્રાવકો અને શ્રાવિકાઓના મગજ ઉપર ભાષણથી ઘણી સારી છાપ બેઠી હતી. પર્યુષણ પર્વનાં કાર્યમાં બધા રેકાયેલ હોવાથી પુરતી વખતે નહીં હોવાનાં સબબે બહુ જુજ વખતમાં બધાએ એકત્ર થઈને ઉપરના વિષયે મુજબ કેટલાક ડરા અમલમાં મુકવાને બહુ ઉત્કંઠા દર્શાવી છે. તેઓને ઉત્સાહ જોતાં થોડા સમયમાં તેઓ સારા સુધારા કરશે એવી દરેક આશા જોવામાં આવે છે. પ્રતિમાઓ પ્રગટ થઈ. માંડવગઢનો રાજીએ નામે દેવસુપાસ-આ મથાળાનું પવિત્ર વચન પ્રાયે આર્ય દેશના દરેકે દરેક ભાગમાં નિવાસ કરતા જૈન વર્ગના આબાળ વૃદ્ધ માણસોમાં પ્રખ્યાતિ પામેલું છે, પણ તે માંડવગઢ તીર્થ ક્યાં આગળ આવેલું છે, તેની ઘણા લેકેને માહિતી નથી. વાસ્તે અમને જણાવવાની ફરજ પડે છે કે, આ તીર્થ ઈદરથી શુમારે ર૦ ગાઉ ઉપર આવેલી ભેજ રાજાની
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy