SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭] જેનોએ આપ બળથી આગળ વધવાની જરૂર. [૨૮૧ પિતાના ખર્ચ કેળવણી લેવા જાય છે. મંડળીના કામમાં બંગાળ ઈલાકાની જીલ્લા એસોસીએશન અને નાના મંડળ ના ઉધરાવી મેટી રકમની સંગીન મદદ કરે છે, તેમજ ઉમેદવારોની ચુંટણીમાં મોટી મદદ કરે છે. મહેમદને, બંગાળીઓ, આસામીઓ, બિહારીઓ વગેરેને ન્યાતજાત કે ધર્મને તફાવત વગર ચુંટી કાઢી પરદેશ ખાતે કેળવણી લેવા મોકલવામાં આવે છે. આ મંડળની આવી ઉત્તમ વેજનાએ લગભગ ૧૫૦ જવાનેને નવા નવા હર ઉગે શીખવવાની સગવડ કરી આપી છે. આવું જ એક ફંડ, હિદુઓ માટે, હિંદુ એજયુકેશન ફંડના નામે હસ્તીમાં છે. જ્યારે મહિમેદને માટે અલીગઢ કોલેજ અને સલીમ લીગ તૈયારી કરે છે. પારસીઓની નાની કેમે પણ પિતાની કેમમાં ઘણા હુન્નર મને પેદા કર્યા છે. પણ જૈન કેમ હજી સુસ્તીમાં બેઠી છે. વાત જાતના નાના નાના સંસારી સવાલના, નાના ફેડના, નાના નાના મંડળોના, નાની અંગત અદેખાઈઓના અને પિતાના અંગત સ્વાર્થના સવાલમાંથી જૈન આગેવાનને નવરાશ મળતી નથી કે તેઓ જેન કામ માટે કાંઈ વ્યવહારૂ એજના હાથ ધરી, પિતાની કેમનીતે સાથે પિતાની ઉન્નતિ કરે ! જેઓ પાસે પૈસો છે તેઓ નાની નાની શાળાઓ કે સદાવ્રત કે જમણોમાં તે પૈસા રેકે છે. તેઓ શાળાઓમાં બે ચાર કે આઠ દશ રૂપિયાના પગારદાર શિક્ષકે રાખે છે, બોડીંગ કે જેમની વ્યવસ્થા બીજી કેમ સાથે જોતાં નામની જ છે, તેઓ માટે ઓનરરી કે પચીશ ત્રિીશના પગારના બીન અનુભવી બાળકોને રોકે છે. દેરાસરોના હિસાબ તપાસવા પાંચ પચીસના પગારદાર અશ્રદ્ધાળુઓને રાખે છે અને જ્યારે પરિણામે તેઓને નિરાશીના સમાચાર મળે છે ત્યારે તેઓ પોતાની ભૂલ કબુલ કરવાને બદલે અદેખાઇથી બળી જઈ બીજાઓને દાબી નાખવા પ્રયત્ન કરે છે. આવી જ વ્યવસ્થાને અંગે મોટા ફડે, ખાતાઓ, મંડળે અને સંસ્થાઓ ગેર વ્યવસ્થાના દરિયામાં ડૂબી ગયા છે, અને તે ગેરવ્યવસ્થા બહાર નહિ પડે તે માટે શ્રીમંતે તથા આગેવાને ચારે તરફ પિતાની હાક વગડાવે છે. આવી વ્યવસ્થા કરી માનની આશા રાખનાર માની દેવોને અમે તેઓએ જે કઈ કર્યું છે તે માટે માન આપીશું, તે છતાં જયારે તેઓની ભૂલ દેખાડવામાં આવે ત્યારે તેઓ ગુસ્સે નહિ થતાં, માન ભંગ નહિ થતાં, ને અદેખાઈમાં નહિ ડુબતા, પિતાની ફરજ બજાવશે, પિતાનું અને પિતાની કેમનું તારણ કરવામાં તત્પરતા દેખાડશે, એવી પણ અમે આશા રાખીશું. કેન્ફરન્સના જે જે કામે આગેવાને ઓનરરી રીતે મૂક્ત માનના બદલામાં કરે છે તે માટે જૈન કેમ તેઓની આભારી છે, એમ અમે સ્વીકારવા ના પાડતા નથી, પણ તેઓ જેટલું માન મેળવે છે તેના બદલામાં જેટલું કામ કરે છે તે તેના પ્રમાણમાં પુરતું નથી એમ ઘણાઓ જણાવે છે. બંગાળની ઉપલી મંડળી કેવી રીતે કામ કરે છે તે જાણવાજોગ છે. બંને ગાળીઓએ મોટી થાપણની જે રકમ ભરી આપી છે તેના વ્યાજમાંથી દરસાલ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy