SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ રિ૪] જેન કોન્ફરન્સ હેરડ [ ઓગષ્ટ શાસ્ત્રોનાં ગૂઢતમ રહસ્ય જાણનાર મહાત્મા તેમની પાસે આવી તેમના દરેક મનસ્વી તકનું ફેટન કરવા મથે તોપણ તે નિરર્થક થઈ પડે છે. બે વર્ષના બાળક ઉપર અધ્યાત્મ વિષયોને બોધ આપતાં જેટલી અસર થાય તેટલી જ અસર ઉકત શ્રદ્ધહીન જનપર થવાની. તેઓ બાલક કરતાં ફકત એટલું વધારે પણ ઝાંખી રીતે જાણે છે કે આ જીવન ઉપયોગી છે અને અમુક વસ્તુઓનું હલનચલન અમુક રીતે (Scientifi - ally) થાય છે. આટલા જ્ઞાનથી તેઓ ધાનની પેઠે સંતષિત રહે છે. - આવી મને વૃત્તિ ધરાવનાર, ધર્મનાં અનુપમ અને ઉત્કૃષ્ટ સિદ્ધાંતોમાં એક પણ નહિ માનનાર અને અજ્ઞાન અંધકારમાં ભ્રમણ કરવામાં સુખ માનનાર મનુષ્યને એક પ્રાર્થનાગૃહ-દેરાસરમાં લઈ જઈએ. ત્યાં તે એક દ્રષ્ટિથી જુએ છેદેરાસરમાં કેટલાક પ્રેમભાવનાથી સ્તવને ઉચ્ચારે છે, કેટલાક મનોનિગ્રહથી ઉત્તમ પ્રતિકમણ અને સામાયિકમાં પ્રવૃત્ત થયેલા છે તે કઈ પૂજાદિ ભણવા ભણાવવામાં તત્પર હોય છે. વૃધે શાંતિપૂર્વક, બાલ–યુવાને તીવ્ર ઉત્સાહપૂર્વક એમ આબાલવૃદ્ધ સર્વ સ્વ સ્વ કિયામાં પ્રયત્નશીલ હોય છે. આ સર્વ જોઈ તેને અમુક અનનુભૂતભાવના થાય છે; જ્યારે નાનાં બાલક અને બાળકીઓ પણ નિર્દોષ મુખડે વિશુદ્ધ શ્રદ્ધાથી અપૂર્વ આનંદ અનુભવતાં નજરે પડે છે ત્યારે પોતાનામાં એક જાતની જાગૃતિ જાગે છે અને વિચાર સ્ફરે છે કે “મારા કરતાં આ સર્વ બાળકો કેટલાં સુખી છે ? ? તેઓ સુખી હોવાનું કારણે તેમની શ્રદ્ધાજ છે તેને આ જ્ઞાન થતાં શ્રદ્ધાનું ભાન આવે છે. બાળકોની શ્રદ્ધા સાંદર્યભરી અને વિશદ લાગે છે, તેમનાં નિર્દોષ સુખની ઇર્ષ્યા થાય છે. અને તેથી પોતે પણ અમુકમાં શ્રદ્ધા રાખીને તે શ્રદ્ધા વિકસાવવાને સમર્થ છેજ એમ તેને ખાત્રીપૂર્વક લાગે છે. શ્રદ્ધા સત્ય માર્ગ પર જવાને માટે આવશ્યક છે. તેની સાથે પિતાનામાં પિતા તરફ આકર્ષવા જેટલું સંદર્ય પણ ધરાવે છે. વળી આધુનિક કેળવણી પામેલો મનુષ્ય કે જેનું ઉપર સૂચન કરી ગયા તેને આપણે પહેલાં શ્રદ્ધહીન કહ્યો પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. તેનામાં અજ્ઞાન માણસ યા બાલકે કરતાં પણ વધારે શ્રદ્ધા રહેલી હોય છે એટલું જ નહિ પણ વધારે પ્રબલ અને વધારે મેહક સ્વરૂપમાં હોય છે. જ્યારે તેને શ્રદ્ધાહીન કહ્યું ત્યારે તેનામાં શ્રદ્ધા ગુમ હતી ( Latent-potentil) આ શ્રદ્ધા શુભ સંસર્ગ ધર્મોપદેશક યા ધર્મગ્રંથ, ધર્માલ વગેરેનો પરિચય થાય છે ત્યારે ઘણાજ ધીમા અને આછા બળથી ધુંધવાતી અગ્નિમાં પવન લાગે ત્યારે જેમ તે અગ્નિનું ઉદ્દીપને વધારે જેસમાં થાય છે તેમ પ્રકટ રીતે પ્રત્યક્ષ થાય છે.(Ninetic) આનું જાગતું જીવતું ઉદાહરણ આપીશ. એક મારા સ્વધર્મી બંધુ અને સ્નેહીએ વાર્તા પ્રસંગમાં પોતાને સત્ય અનુભવ દર્શાવ્યું કે હું પહેલાં જડવાદી હતો. આત્માના અસ્તિત્વ કે અમરત્વને, પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતને બીલકુલ માનતા નહતો. પશ્ચિમાત્ય તત્વો જેવાકે હર્બર્ટ સ્પેન્સર, કાન્ટ, મિલ્લ, વગેરેનો અભ્યાસ કરતા અને તેમાંજ લગની લાગી હતી. મારી જૈનધર્મપર બિલકુલ શ્રદ્ધા ન હતી, પરંતુ મને યેગી સાધુચરિત જ્ઞાની પુરૂષને હમેશને સમાગમ હોવાથી મારી માન્યપઓ તેમની પાસે નિરાકરણાર્થે મૂકતાં. તેઓ મને એવા ચેકસ અને પૂર્ણ જ્ઞાન
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy