SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૬ ] જેન કોન્ફરન્સ હેરલ્ડ ( [ જુલાઈ પ્રેમચંદભાઈને કામમાં, શેઠ સાથે યુરોપિયન પેઢી અને બેંકમાં જવું આવવું અને તે વખતે શેઠને અંગ્રેજી વાતચિતમાં સમજુતી આપવી અર્થાત્ દુભાશિયાનું કામ કરવું એટલીજ જોખમદારી હતી, પરંતુ તેમાંથી એમનું પાંદડું ફર્યું. બોલવાની છટા હામાને સમજાવવાની ચતુરાઈ અને અનુપમ ગ્રહણ શકિતથી એમણે પોતાને મોભે એટલે બધે વધારી દીધા કે એના શુભેચ્છકો પણ એના એ ગુણની અદેખાઈ કરવા લાગ્યા. આ સમયથી પ્રેમચંદભાઈનું પાંદડું ફરવા લાગ્યું. રાયચંદ શેઠે પોતે એકલાએ ધંધે શરૂ કર્યો, અને દીકરે પિતાની જ્ઞાન બુદ્ધિથી જોઈતી મદદ આપી કે બાપને દલાલીમાંથી દાનેશ્વરી તરિકે ઓળખાવી અમર શ્રાદ્ધ કર્યું. જાતિ શકિત અને પિતાની હુંફ સાથે શેઠની કૃપાથી સંપાદન કરેલી ઓળખાણ પિછાન પ્રેમચંદભાઈને એટલી બધી કામ આવી કે તે હવે સ્વતંત્ર ધંધો શરૂ કરવાને શકિતવાન થયા ધીમે ધીમે યુક્તિ પ્રયુક્તિથી ધંધામાં ફાવતા ગયા, અને લગભગ ૨૦-૨૨ વર્ષની કરવાદ અવસ્થામાં લક્ષાધિપતિ થયા, એટલું જ નહિ પણ તે પછીના ચાર પાંચ વર્ષમાં એમણે પિતાને વેપાર એટલે બધે વધારી દીધું કે, ૮ વર્ષ પૂર્વે ટાંટીયા ઘસડત. અસાધારણ છોકરો ગાડી ઘોડાના વાહનને અધિકારી થયો. તેમજ ધમદા નિશાળમાં ભણેલે, “ધર્માત્મા” એ વિશેષ સંબોધાયે. અને “પ્રેમચંદને બદલે “પ્રેમચંદભાઈ” એ નામથી લેકે બોલાવવા લાગ્યા. '૧૮૫૭ને બલવ શાંત થયે, “કંપની” ને બદલે “રાણી ની આણ હિંદુસ્તાનમાં ‘ફરતી થઈ, સુધારાના જયઘોષ થતા. આ વખતે પ્રેમચંદભાઈને “આત્મમંથનકાળ” ની શરૂઆત થઈ. હિંદુસ્તાનમાં બ્રિટીશ શાંતપણે નીંદરતા પરંતુ અમેરિકા અને ઈંગ્લાંડ વચ્ચે વૈમનસ્ય જાગ્યું. પરિણામે રણ સંગ્રામ મંડાયે, આ સંગ્રામની અસર હિંદુસ્તાનના વેપાર ઉપર થઈ ; રૂ અને કપાસને ભાવ એકને દશ ગણ થયે .હિંદમાં સોના રૂપાને વર્ષાદ વરસ્ય વતનમાંથી ભીખારી થઇ નીકળેલા, ભૂખે મરતા પણ આ સમયમાં લક્ષાધિપતિ થઈ બેઠા ! પણ આ અસર એટલેથી જ અટકી નહીં: અંગ્રેજ બચ્ચાઓએ નાણાંની રે લછેલ જોઈ અનેક નવા વેપારની મોહજાળ નાંખી, કે જાળમાં ગામડિયાથી માંડી નાગરિક વટીક સપડાયા. પરિણામ એ આવ્યું કે દર વર્ષ ને બદલે વ્યાપાર નારિ જી એમ કહેવાયું અને એક નિર્દોષ યુક્તિ, “મેનીઆ” રૂપે થઈ પડી. હજારો જણ એમાં ભીખ માગતા થયા. આ વખતે પ્રેમચંદભાઈને ઓરજ બહાર હતે. આજત આ ભાવ છે ને કાલની વાતો પ્રેમચંદભાઈ જાણે.” ટૂંકમાં મુંબઈના વેપારીને પરમેશ્વર પ્રેમચંદભાઈ ગણાયા; કેડી ગણનાર માતાને દીકરે “કરોડ પતિ થી ઓળખાવા લાગે. '" પણ આ સ્થિતિ કાયમની રહી નહીં. “શેર મેનીયા” ના સપાટામાં પ્રેમચંદભાઈ ' પણ સપડાઈ ગયા. લાખો રૂપિયાના દાતાર, પારસી, યુરોપીયન, યાદી કે હરકેઈ જાતિના મનુષ્યને તુષ્ટમાન થઈ પળમાં પાલખીએ બેસાડનાર, લક્ષ્મી અને સરસ્વતીને સંબંધ જોડવાના કામમાં ફસાઈ પડે. “બેકબે” પૂરવાની યોજનામાં નિષ્ફળ નીવડો. દેરંગી દુનિયાએ ગમે તેમ બોલવા માંડયું, અને સુધારાના વીર કવિ ગણાતા વિ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy