________________
૧૯૦૭] જૈન સમાચારે.
[૨૦૩ ધર્મશાળાઓ–હિંદુસ્તાનમાં શ્રીમાને વિદ્યાને ઉત્તેજન આપવાને બદલે ધર્મનાં સ્થાને, ધર્મનાં સ્થળોએ રહેવાનાં મકાને વિગેરે બંધાવતા, અને હાલ પણ બંધાવે છે. તેમણે ધર્મશાળા બંધાવતી વખતે કદી એમ ધાર્યું નહિ હોય, કે મારી ધર્મશાળાના મુનીમ યાત્રાળુઓને હેરાન કરીને પિસા કઢાવે. મુદ્દાની વાત એટલી જ છે કે સંતોષથી વિમુખ લેભના હાલના જમાનામાં પ્રમાણિકપણે મળતી રકમ ઉપરાંત વિશેષ મેળવવા ગેરવ્યાજબી વૃત્તિ થાય છે, પણ મુનીમોએ તેમ કરવું જોઈતું નથી. તેવી જ રીતે ધર્મશાળા બંધાવનારે અથવા તેના વારસ હયાત હોય તે તેમણે વરસમાં એક વખત ઓછામાં ઓછું પિતાની લોકપયોગી સંસ્થાની સંભાળ લેવી જોઈએ. તેને માટે કંઈ પૂરિયાદ આવે તે તેની પણ તપાસ કરવી જોઈએ.
જ્ઞાનભંડારે—કેન્ફરન્સ તરફથી બહાર પડેલા આગમોના લીસ્ટ વખતે અનુભવાયું છે કે સમજુ ગણતા યતિઓ, તથા ભંડારને વ્યવસ્થાપકે પુસ્તકનાં નામે આપવાને પણ ના પાડે છે. તે પછી તેની નકલની વાત તે કયાંથીજ કરવી? આ ભાઈઓએ સમજવું જોઈએ છે કે જે હેતુથી તેઓ જ્ઞાનભંડાર સાચવે છે તેજ હેતુથી પુસ્તકનાં નામે તથા નકલે માગવામાં આવે છે. માટે અટકાયત કરવી જોઈતી નથી. જ્ઞાનના ઉજમણુ વખતે ભપકામાં, ચંદરવા, પૂઠીઆ, વિગેરેમાં પાણીની માફક ખર્ચાતા પૈિસા પુસ્તષ્કારમાં, મફત પુસ્તકોની લહાણીમાં વિગેરેમાં ખર્ચવા એ વિશેષ લાભકારક છે.
અપૂર્ણ - - ૭ – – –
(જન સમાચાર.) આપણું પવિત્ર તીર્થ શ્રી સમેતશીખરજી–આના સંબંધમાં હાલમાં જે ચિંતા કારક મામલે થઈ પડે છે તેનું સંતોષકારક પરિણામ આવવાના આશાજનક શુભ ચિન્હો નજરે પડે છે. મુર્શિદાબાદના તથા કલકત્તાના આપણા અગ્રેસરો, જે પ્રયાસમાં મસ્યા રહ્યા છે તે જ સફળ થશે તે હમેશને માટે આપણે નિશ્ચિંત રહેવાનું બની શકશે.
લાહોરના જેનભાઈઓ તરફથી પવિત્ર તીર્થ શ્રી સમેતશીખરના પહાડ ઉપર યુનેને બંગલા બાંધવાની પરવાનગી નહિ આપવાને, બંગાલાના લેફટનન્ટ ગવર્નર ઉપર એક મેમેરીયલ તૈયાર કરી મેકલી આપવામાં આવ્યું છે અને તેની સાથે મુગલ શહેનશાહ અકબર બાદશાહ તરફથી આપણું પરમપૂજ્ય આચાર્ય શ્રી હીરવિજય સૂરિને સર્વ તીર્થના કબજાના સંબંધમાં તથા તેની આજુબાજુ જીવદયા પળાવવાના સંબંધમાં આપવામાં આવેલી સનંદની નકલ જોડવામાં આવેલી છે જે ખરેખર ધ્યાન ખેંચવાયેગ્ય થઈ પડે છે અને આપણે આશા રાખીશું કે લેટેનન્ટ ગવર્નર સાહેબ સમસ્ત જૈન પ્રજાગણને, તેઓની ધાર્મિક લાગણીને માન આપીને પુરતે સંતેષ આપશે.
? , આસીસ્ટન્ટ જનરલ સેક્રેટરી તરીકે થયેલી આવકારદાયક નીમણુક – અમદાવાદમાં #ાયેલી કેન્ફરન્સ વખતે મુંબઈ ખાતેના આ. જનરલ સેક્રેટરી તરીકે યોગ્ય ગ્રહસ્થને
.