SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] જેને કેન્ફરન્સ હેરલ્ડ. [ જુલાઈ આ અરજી સાથે જોડેલા લીસ્ટ તરફ નજર કરીશું તો માલુમ પડશે કે ઉતાવળથી તૈયાર થયેલા લીસ્ટમાં ઘણું ગ્રન્થો જેવા કે ધર્મશમબ્યુદય, ચન્દ્રપ્રભ ચરિત્ર વગેરે દાખલ કરવા રહી ગયેલા છે. જે પિકી થડા છેડા ગ્રન્થ પસંદ કરવામાં આવે તે પણ ઘણજ લાભ થવા સંભવ છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર જેવા ગ્રન્થ, રઘુવંશ, કુમારસંભવ વગેરેથી કેઈપણ પ્રકારે ઉતરતા નથી. વળી જુદા જુદા વર્ગોને શિક્ષણક્રમમાં અનુકૂળ થઈ પડે તેવી રીતની યોગ્યતા જૈન ગ્રન્થ પણ ધરાવે છે. જેન શિલીનું યથાર્થ જ્ઞાન આપનાર, ન્યાયના અપૂર્વ ગ્રન્થ સ્યાદવાદ મંજરીને પણ લીસ્ટમાં દાખલ કરવામાં આવેલ છે. ઉકત ગ્રન્થની પ્રતનું શોધન ડોકટર ભાંડારકરે કરેલું છે તથા તેના ઉપર ટીકા લખવાનું કામ અમદાવાદની ગુજરાત કેલેજના બહેશ પ્રેફેસર મી. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ એમ. એ. એલ એલ. બીને સેંપવામાં આવેલું છે. તે ગ્રન્થ એમ. એ.ના કેર્સ માટે દરેક રીતે યોગ્ય થઈ પડે તેમ છે લીસ્ટમાંના ઘણા ખરા ગ્રન્થ યુરોપીયન વિદ્વાને તરફથી બહાર પડી ગયા છે. આવી રીતની સર્વ પ્રકારની અનુકુળતા હોવાથી આપણે આશા રાખીશું કે યુવાન જૈન ગ્રેજ્યુએટ પિતાના પ્રયાસમાં ફતેહ મેળવવાને ભાગ્યશાલી થાય. જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ. શાહ નરોત્તમ ભગવાનદાસ અનુસંધાન પૃષ્ટ ૧૩૩ - છઠ અઠમની ટીપ ખાતું–સાત છઠ તથા બે અઠમનું એક વ્રત છે, તે કરનારને પારણું કરાવવા માટે આ ટીપમાં તે વ્રત કરનારાઓમાંથી તથા બીજા ભાઈઓ તરફથી પૈસા ભરવામાં આવે છે. તપસ્યાને ઉત્તેજન તરીકે આ ખાતું ઠીક છે. નવા જાત્રાની ટીપ ખાતું–ડુંગરપરની તથા તળાટીની એ બે પ્રકારે નવાણું યાત્રા થાય છે. તલાટીની ચોમાસામાં જ થાય છે, અને ડુંગરપરની એ સિવાયના આઠ માસ દરમ્યાન થાય છે. તે કરનાર પાસે કર તરીકે નહિ, પણ નવાણુ યાત્રાના પુણ્યના વધારાના પુણ્ય તરીકે, નકરા તરીકે, સવા રૂપિયા લેવામાં આવે છે. નવાણુ યાત્રા કરનાર સિવાયના માણસને આ ખાતામાં ભરવાને સંભવ નથી. શ્રી કેશરના નકરા ખાતે—જે શક્તિવાળા માણસે પિતાના ઘરનું કેશર વાપરે છે, તેમને માટે તે સવાલ જ નથી. પરંતુ જે સામાન્ય સ્થિતિના ભાઈઓ દેરાસરમાં સર્વના વપરાશ માટે વટાતું કેશર ચાંદલા માટે તથા પ્રભુપૂજા માટે લઈ શકે, પરંતુ પિતાને માટે જૂદું વટાવી શકે નહિ, તેઓને માટે ખાસ કરીને, તથા સામાન્ય સ્થિર તિના ભાઈઓથી એકઠા થએલા પૈસા ઓછા હોય તે પૂર્ણ કરવા માટે શ્રીમાને માટે આ ખાતું છે. આ ખાતું કર તરીકે નથી, પરંતુ સૈ સૈની શક્તિ પ્રમાણે અવશ્ય મદદ કરવાનું આ ખાતું છે. તેથી દરેકે શક્તિ પ્રમાણે આ ખાતાને મદદ કરવી જોઈએ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy