SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭] મુંબઈ યુનિવર્સિટી અને જૈન સાહિત્ય. [૧૭ જરૂર છે. માંદા માણસની સારી રીતે માવજત થઈ શકે તેને માટે તથા સ્ત્રીઓને પ્રસુતિ સમયે ઉપયોગી થઈ પડે તેને માટે યોગ્ય શિક્ષણ આપી વિધવાઓને કેળવવાની જરૂર છે. ઉકત કાર્યથી તેઓને પિતાની આજીવિકા માટે મુદલ મુંઝાવું પડશે નહિ અને બીજી મજુરી વડે પિતાનું ગુજરાન ચલાવવાનું રહેશે નહિ. વળી પિતાના શિક્ષણથી સમસ્ત જૈન કેમને બીજો પણ લાભ આપી શકશે. તેઓને સ્કોલરશિપ આપી તથા અન્ય સગવડ કરી આપી અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ કરાવવાની જરૂર છે. આથી કરીને સ્ત્રી શિક્ષકની પડતી ખામીને આપણે દુર કરી શકશે. પુનામાં સ્થપાયેલ છે તેવી પદ્ધતિનું વિધવાશ્રમ સ્થાપવાની પણ જરૂર છે. ઉકત પ્રકારથી તેઓને જે આજીવિકાનું સાધન પ્રાપ્ત કરવામાં આપણે મદદભૂત થઈ શકીયે તે તેઓ કાર્યગ્રસ્તતાને લીધે પિતાનું નૈતિક જીવન પણ સારી રીતે ગુજારી શકે અને ધર્મ કાર્યમાં પ્રવર્તે. પ્રિય વાંચકે આ લેખમાં પ્રદર્શિત કરેલા વિચારે જે ગ્રાહ્ય લાગે તે તેને અને મલ કરવાને તમારા મિત્રોને આગ્રહ કરવાની અને કદાચ કાંઈ ખોટું ભાસે તે તેની ચર્ચા જાહેર પેપરો દ્વારા કરી મારી ભુલ સુધારવાનો પ્રયત્ન કરવાની તથા અગ્ય લાગે તેવું લખાણ હોય તે ક્ષમા કરવાની વિનંતી કરી આ લેખ બંધ કરું છું. SO@C>– મુંબઈ યુનિવર્સિટી અને જૈન સાહિત્ય. ગુજરાતના રાજ્યનગર અમદાવાદમાં મળેલી પાંચમી જૈન શ્વેતામ્બર) કોન્ફરન્સ વખતે ઠરાવ કરવામાં આવ્યું હતું કે “જૈન સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના અને દર્શનના પ્રત્યે આપણી યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવે તે માટે યોગ્ય પ્રયત્ન કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા વિચારે છે અને તેને અમલમાં મેલવાને માટે ધી જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશનની સભા મળી હતી ત્યારે એસોસીએશન તરફથી ઘટતા પગલા ભરવાને નકી કરવામાં આવ્યું હતું. આ સંબંધમાં આપણે જાણીને ઘણા ખુશી થઈશું કે કેન્ફરન્સ ઓફીસ તરફથી થયેલી સૂચના અનુસાર ઉકત મંડળ તરફથી હાલમાં આ કામ હાથ ધરવામાં આવ્યું છે અને તેને અંગે મુંબઈમાં વસ્તા ગ્રેજ્યુએટની એક સભા બોલાવી મંડળના ઉપ પ્રમુખ મી. લખમશી હીરજી મસરી બી. એ. એલ એલ. બી. તથા એ. સેક્રેટરી મીત્ર મકનજી. જુઠાભાઈ મહેતા બી. એ. એલ એલ. બી. ની સહીથી મુંબઈ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઉપર એક અરજી મેકલવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું જે ઉપરથી તા. ૨ જુલાઈને રોજ મુંબઇ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઉપર સીન્ડીકેટની સન્મુખ મેલવાને માટે અરજી મોકલી આપવામાં આવી હતી. સ્થળ સંકોચને લીધે તેમજ મુંબઈ સમાચાર તથા અન્ય વર્તમાન પત્રમાં તેનું ભાષાંતર આવી ગયેલું હોવાથી અરજીની નકલ અમે અત્ર આપી શકતા . નથી, પરંતુ વિદ્વતા ભરેલી રીતે જે દાખલા દલીલથી જૈન સાહિત્યના ગ્રન્થને અન્ય ધર્મના પ્રત્યેની સાથે સરખાપણું જ નહિ પણ ઉત્તમતા પ્રતિપાદન કરવામાં આવેલ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy