SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ મરહુમ શેઠ જેસીંગભાઈ હઠીસીંગ. અમદાવાદમાં ભરાયેલી જેન (વેતાંબર) કોન્ફરન્સની રીસેપ્શન કમીટીના ચીફ સેક્રેટરી શેઠ જેસીંગભાઈ હઠીસીંગના અત્યંત શેકજનક મરણની નેંધ અમે ઘણીજ દીલગીરી સાથે લઈએ છીએ. મરહુમ, ખાનદાન કુટુંબના હોવાની સાથે, ઉદાર દીલના સખી ગૃહસ્થ હતા અને અમદાવાદના આગેવાન ગણાતા જૈન અગ્રેસરમાંના તેઓ પણ એક હતા. પાટણ ખાતે મળેલી ચોથી કોન્ફરન્સની બેઠક વખતે, હવે પછીની જેન કોન્ફરન્સની બેઠક ક્યાં કરવી તે સવાલ એક ઘણોજ મુશ્કેલી ભરેલ થઈ પડ હતો તે પ્રસંગે તેઓએ જે જાહેર હીમત અને અડગ ઉત્સાહથી અમદાવાદમાં કપૂરન્સ મેળવવાને આમં | ત્રણ આપી, સ્પષ્ટ શબ્દોમાં પોતાના વિચાર પ્રદશિત કર્યા હતા, તે બતાવી આપવાને પૂરતા હતા કે તેઓ સાહેબ જૈન કોન્ફરન્સના ચુસ્ત હીમાયતી હતા. અમદાવાદમાં કોન્ફરન્સ મળવાની હતી તે પ્રસંગે કમનસીબે તેઓ માંદગીને બીછાને હતા તેપણ કરન્સના કામની હીલચાલ બાબત પુછપરછ કરતા હતા. તેમના દેહોત્સર્ગથી અમદાવાદના જૈન સંઘને એક મોટી ખોટ પડી છે. છેવટમાં અમે અંતઃકરણથી ઈચ્છીએ છીએ કે મરહમના આત્માને પરમાત્મા શાંતિ આપે. છત્યલમ * * * મરહુમ શેઠ ચાંદમલજી પટવા. આપણી જૈન વેતામ્બર કોન્ફરન્સના રતલામ ખાતેના માનવંતા પ્રાવીશીયલ સેક્રેટરી શેઠ ચાંદલજી પટવા ગઈ તા. ૨૧ મીના રોજ ૪૩ વર્ષની ભરજુવાન વયે આ ફાની દુનીયાનો ત્યાગ કર્યાની નોંધ અત્યંત ખેદ સાથે અમારે લેવી પડે છે. તેઓ સાહેબ રતલામ રાજ્યમાં ઘણી સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. તથા ધર્મ કાર્યમાં આગેવાની ભરેલો ભાગ લેતા હતા. - મરહુમ શેઠ પોતાની પાછળ કાંઈપણ સંતાન મુકી ગયા નથી. તેમની | પાછળ પુણ્યાર્થે રૂ. ૫૦૦૦૦ વાપરવાના છે. આપણે આશા રાખીશું કે કેળવણીના કાર્યમાં યાને નિરાશ્રિતોને આશ્રય આપવાના કાર્યમાં ઉક્ત સખાવતને સદુપયોગ કરવા મરહુમના સંબંધીઓ ખાસ ધ્યાન આપશે. અમો અંતઃ | કરણથી ઈચ્છીએ છીએ કે તેમના અમર આત્માને શાંતિ મળે.'
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy