SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯] , ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. [ 1ષ્ઠ નસી મોતીચંદ તથા સંઘવી વિરપાળ મોતીચંદ હસ્તકને સંવત ૧૮૫૭ થી સંવત ૧૮૬૩ ના પ્રથમ ચિત્ર વદી ૧૨ સુધી અમે હિસાબે તપાસ્ય. તે જોતાં સંવત ૧૮૫૮ સુધીનો હિસાબ, નંબર ૨ ના વહીવટ કર્તાના ચોપડામાં ચોખ્ખી રીતે રાખેલ, ને સંવત ૧૯૬૦ થી મેળ, ખાતાના ચોપડા બાંધી હિસાબ રાખેલ, પણ બરાબર ચેખી રીતે સ્પષ્ટ જણાઈ આવે તેમ નહિ હતો. માટે અમોએ બરાબર સ્પષ્ટ રીતે કરી સરવૈયું કરી જૈન શિલી મુજબ હીસાબ નાંખી ઉપર લખ્યા ત્રણ જણને વહીવટ સોંપવામાં આવ્યો છે. આ ખાતામાં જીર્ણોદ્ધાર કરવાની રકમ હોવા છતાં દહેરાસરજીને ઘણે ભાગ જીર્ણ થઈ ગયેલ તથા પડી ગયેલ હોવાથી ઘણી આશાતના થાય છે. ને દિન પ્રતિદિન વિશેષ પડી જવાને, ભય રહે છે. છતાં સંઘમાં હુતાતુશના લીધે જીર્ણોદ્ધાર કરવા તથા ઉપાશ્રય સુધારવા પ્રયત્ન કરતા નથી તે બહુજ દીલગીર થવા જેવું છે, આ ખાતું સુધારવા વધારવા શ્રી સંઘ સમરતને એકત્ર કરી સુચના કરતાં ઉપર લખ્યા ત્રણે વહીવટ કર્તાઓએ આગેવાની ધરાવી ઉત્સાહ બતાવ્યા છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે. • આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થાને આપેલ છે, તેથી આશા છે કે તાકીદે બંદોબસ્ત કરશે. જીલે અમદાવાદ પ્રાંત કાઠીયાવાડ તાબાના ગામ બરવાળા મધ્યે આવેલા શ્રી પદ્મપ્રભુજી મહારાજના દેરાસરજીનો રીપોર્ટ, સદરહુ ખાતાના વહીવટ કર્તા વિરા ઉજમણી લાલચંદ હસ્તકનો સંવત ૧૯૫૮ થી સંવત ૧૯૬ર ના ભાદરવા સુદી ૧૦ સુધી અમે હિસાબ તપાસે. તે જોતાં પ્રથમના વહીવટ કર્તા હસ્તકનું નામું રીતસર જોવામાં આવે છે. પણ સદરહુ વહીવટ કર્તા હતકનું નામું નહીં સમ પડે તેવી રીતે રાખેલ છે, તેની પુરેપુરી તપાસ થવાની, તથા આહીંના શ્રી સંધ સમસ્તનાં કહેવા ઉપરથી દેરાસરજીના દાગીના ઉચાપત થયેલ તથા ટીપમાંની એકાદ રકમ અધર રહેલ સં. ભળાય છે, માટે તેની પુરેપુરી તપાસ થવાની ખાસ જરૂર છે. સદરહુ ખાતાની આવી રીતની અવ્યવસ્થા દેખાવાથી, સદરહુ વહીવટ કર્તા પાસેથી વહીવટ સંઘ સમતે મળી ખેંચી લઈ શો નાગરદાન કુંવરજી તથા શેઠ મોતીચંદ ભાણજી તથા મેહેતા ઝવેર જેઠાભાઈ તથા નારણદાસ લલુભાઈને સોંપવામાં આવેલ છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર હાલના વહીવટ કર્તા ગ્રહસ્થાને આપેલ છે. જીલે કાઠીયાવાડ તાબાના ગામ વીછીઆ પંથે આવેલી શ્રી - પાંજરાપોળને રીપોર્ટ, સદરહુ ખાતાના શ્રી મહાજન તરફથી વહીવટ કર્તા શા કાળીદાસ દામોદર તથા શા ડુંગર રસી પીતામ્બર હસ્તકને સંવત ૧૯૬૯ થી સંવત ૧૮૫ર ના આ વિદી ૦)) સુધીનો અમોએ હીસાબ તપા તે જોતાં વહીવટનું નામું એકંદર ખાતે ખતવી વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે આ ખાતામાં ઉપજ કરતાં ખરચ વિશેષ હોવાને લીધે મોટી રકમનું દેવું થયેલ છે, તથા. તેનું મકાન પણ જીર્ણ થયેલ છે તેમ છતાં જાનવરોની સ્થિતી સારી છે. તે ખુશી થવા જેવું છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy