SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ' ' ' ' જૈન કોન્ફરન્સ હેરલ્ડ [ જુન. તથા આત્મા શુધ્ધ રહે છે. રાત્રે નહી ખાવાથી મહિનામાં પંદર દિવસના તપનું ફળ પ્રાપ્ત થાય છે. પાંચમ, આઠમ, ચિદશ એ ત્રણે દિવસો વિશેષ વ્રતવાળા પસાર કરવા યોગ્ય છે. અગીઆરશ તથા પુનમ પણ અમુક અંશે વ્રત સહીત પસાર કરવા યોગ્ય છે. પુરૂ કરતાં સ્ત્રીઓ વિશેષ તપ કરનારી હોય છે. વ્રત માટે એટલી તો સંભાળની જરૂર છે કે શરીર શક્તિ હોય છતાં ખોટાઈ કરીને વ્રત કરતાં અટકવું નહિ તેમજ શક્તિ ન હોય તે તણાઈને કરવું નહીં. કારણકે તેથી ભાવ ડોળાય છે. અને વખત પર પાપ પણ બંધાય છે. આવી રીતે મહિનામાં ૧૨ દિવસ એ છે આહાર લેનારા જેનામાં થોડાક પણ હોય છે. કાયમ એકાસણા કરનારા પણ કઈ કઈ ભાઈઓ હોય છે. પાંચમ, આઠમ, અગીઆર તથા ચિાદસના ઉપવાસ કરનારા અમુક ભાઈઓ હોય છે. શરીર શક્તિ ઘટી જાય, તેવી રીતે આમાંથી કાંઈ કરવાનું નથી. પરંતુ સુખેસમાધિએ થઈ શકે તેટલું અવશ્ય કરવાનું છે. કેમનો દરેક માણસ અમુક કામ કરી કેમની જાહજલાલી જાળવી રાખવાને અને વધારવાને બંધાયેલો છે. તેની આડે આવે તેવી રીતે અનશન તપ કરવાનું નથી. થોડેક વખત નહિ ખાવાથી શરીરના અજીર્ણ વિગેરે રોગો નાશ પામે છે, એ વૈદિક ફાયદા છે. ખાવામાં મન ઓછું હોય તે ધ્યાન લગવી શકાય છે. ખાવામાં બહુજ લોલુપતા રાખવી નહિ. અનશન તપના બે પ્રકાર છે, સાગારી અને અનાગારી. અસલના વખતમાં જ્યારે શરીરને બાંધે વધુ મજબૂત હતો, ધાર્મિક વૃત્તિ વધારે તીવ્ર હતી, હિંદુસ્તાનને પર ચકનો ભય નહોતો, દેશમાં સંતોષ, શાંતિ અને નિવૃત્તિપરાયણ વૃત્તિ હતી ત્યારે અનાગારી અનશન કઈ કઈ સાધુ ગ્રહણ કરતા હતા, એટલે કે કઈ પથ્થરની શિલા અથવા એવા બીજા એકાંત સ્થાનપર ધ્યાન ધરી ઉભા રહેતા, અને આત્મા દેહથી મુક્ત થાય ત્યાં સુધી આહાર કરતા નહિ. એ સમયે શરીર બળવાન હોવાથી તથા મનના ભાવ શુભ હોવાથી નિર્જરા થવાનો જ સંભવ હતો, જ્યારે હાલ શરીર નબળું તથા મન સાધારણ સ્થિતિનું હોવાથી અનાગારી અનશન થઈ શકે તેમ નથી તેવા આશયથીજ શાસ્ત્રકારોએ અનાગારી તપ હાલના કાળને માટે નિષિદ્ધ કરેલ છે. હાલ સાગારી અનશન તાજ (અમુક વખત સૂધીજ આગાર સહિત આહારને ત્યાગ) કરવું સલાહકારક છે. બીજો પ્રકાર ઉોદરી છે. ભૂખ કરતાં વિશેષ ખાવાથી જઠરને પચાવતાં મુશીબત પડે છે, અજીર્ણ થવાને સંભવ રહે છે, મન તથા આત્માને પણ અસર કરે છે, માટે વિશેષ ખાવું નુકશાન કારક છે. જ્યારે ભૂખ કરતાં ૧-૨ કેળીઓ ઓછું ખાવાથી જડરને પુરસદ રહે છે, મન તથા આત્મા શાંતિમાં રહે છે. આ બધું વૈદક વિદ્યા પણ સ્વીકારે છે. આપણા શાસ્ત્રકારોએ શરીરને કેઈપણ રીતે અવગણ્યું નથી, પરંતુ બની શકે તેમ શરીર જાળવીને આત્માને ઉધ્ધાર ઉપદિ છે. બે કળીઓ ઓછા ખાવાથી કોઈનું પણ મૃત્યુ થતું નથી. માટે શક્તિ અનુસાર ઉદરી વ્રત કરવા ચોગ્ય છે. વૃત્તિ સંક્ષેપ એ ત્રીજો પ્રકાર છે. વૃત્તિ બને રીતની હોઈ શકે, માનસિક અને શારીરિક. વૃત્તિક્ષેપ કરવી તે પણ, મનની વૃદ્ધિ પામતી અસંતોષી વૃત્તિ પર જય મેળવવા બરાબર છે. આજે તમારી પાસે પ૦૦ રૂપિઆ હોય તે તમે વૃત્તિક્ષેપ કરે કે હવે આનાથી પણ ઓછા, અથવા આટલાજ રૂપિઆ હું રાખીશ. એવી રીતે સાંસારિક ભેગે પગના
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy