SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [ જુન રીતે માલમ પડે છે આવી અવ્યવસ્થા દુર કરીને વિચાર પુર્વક, વખતને માન આપીને આપણા ધર્માદા ફડોને યોગ્ય ઉપગ, શાસ્ત્રોક્ત રીતિ મુજબ કરવામાં આ વે તો વિચાર શીળ પુરૂષને ફરિયાદ કરવાનું કોઇપણ કારણ રહે નહિ. શ્રી શાન્તિનાથજીના દેરાસરના તથા શ્રી ગોડીજીના દેરાસરના (પાયધુની) તથા શ્રી અનંતનાથજીના દેરાસરના (માંડવી) તથા અન્ય દેરાસરના દ્રવ્યને વ્યય જીર્ણ ચિધાર પાછળ કરવામાં આવે તો તેમાં કોઇપણ રીતે શાને બાધ આવતું હોય તેમ લાગતું નથી તે પછી અત્યારે “જાગ્યા ત્યારે સવાર” એ કહેવત મુજબ શા માટે ન વતેવું તેનું કારણ સમજાતું નથી. આ પ્રકારની એજના જે આપણા માનવંતા દેરાસરના ટ્રસ્ટી સાહેબે એકે અવાજે ઉપાડી લે તે પછી અન્ય કાર્યો તરફજ આપણું લક્ષ્ય આપવાની જરૂર રહે અને તે કાંઈ નહિ પણ જેને ધારનું કામક હોવું જોઈએ. ગરીબાઈને લીધે, નબળી સ્થિતિને લીધે બીજા પણ સુધારાના કાર્યમાં આપણે આગળ વધી શકતા નથી આવતી કલને માટેના ખર્ચની વ્યવસ્થા કેવી રીતે કરશું તે સવાલ આપણું ધ્યાન એટલું બધું રેકે છે કે બીજી કઈ પણ બાબત ઉપર આપણે લક્ષ્ય આપી શકતા નથી અને તેને લીધે, આપણી સામાજીક તથા રાજકીય સ્થિતિ ઘણીજ અને વદશાને પ્રાપ્ત થયેલી છે, ગરીબ ાણસ પિતાના છોકરાને મફત કેળવણી મળતી હોય છતાં તે પણ આપી શકતા નથી કારણકે લેભ વૃત્તિ કે જેને ઘણે ભાગે દરેક મનુબેના ઉપર સજડ કાબુ હોય છે તેના લીધે પોતાના બાળકને બાળવયમાંજ. જ્યારે ખાસ કેળવણી આપવાનેજ વખત હોય છે ત્યારે પિતાની સાથે ધંધે વળગાડી દે, છે, પિતાના બાળકને, ઉચ્ચ જ્ઞાન મેળવવાને બદલે, નાની ઉમરમાંથી જ જુજ રકમ કમાતે થયેલો જોઈને, ગરીબ સ્થિતિને પિતા પિતાના મનમાં સંતોષ માને છે. આ લેખની શરૂઆતમાં લખેલ ગ્રેજી વાકને અર્થ ઉપર કહેલી જ હકીકતનું સૂચન કરે છે અને વિદ્વાન લેખક તરફથી છેવટના વાકયમાં એમ પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે કે ગરીબ વિદ્યાથી કેળવણી લઈ શકે તેવી સ્થિતિમાં ન હોય તે, આપણે તેને જોઇતા સાધને પૂરા પાડવા જોઈએ તથા આર્થિક સ્થિતિની સુધારણાની સાથે સાથેજ પ્રજાવર્ગ કેળવણીમાં આગળ વધવો જોઈએ. અને તેમ થશે ત્યારે જ આપણી ઉન્નતિ મક્કમપણે થઈ શકશે. આ ઉપરથી એ પણ વિશેષાર્થ નીકળે છે કે નિરાશિતેને આશ્રયને સવાલ – કેળવણીના સવાલ કરતાં કઈ પણ રીતે ઓછી અગત્યતા ધરાવતો નથી. આટલા વિવેચન પછી ઉક્ત સવાલને ખરેખરૂં વ્યવહારૂ સ્વરૂપ આપવાને માટે આપણે શું કરવું જોઈએ તે વિચારવાનું રહે છે. આગળના લખાણમાં સ્પષ્ટ રીતે - દાખલા દલીલ સાથે પ્રતિપાદન કરવામાં આવેલું છે કે આપણા દાનવીર ગૃહસ્થની સખાવતેને પ્રવાહ તદન જુદી દિશામાં વહેવરાવવાની જરૂર છે. કદાચ પ્રશ્ન ઉદ્ભવે કે આપણા શાસ્ત્રમાં- દેવમંદીરે, જ્ઞાનભંડારે, પુસ્તકોદ્ધાર વગેરે ઉત્તમ ઉત્તમ કાર્યોની પાછળ દ્રવ્યનો વ્યય કરવાને જેટલો આગ્રહ પૂર્વક ઉપદેશ કરવામાં આવેલ છે તેટલે ઉપદેશ બીજા કાર્યમાં વ્યય કરવાને કરવામાં આવેલ નથી. અપૂર્ણ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy