SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૭ ] જેનેના જાહેર ખાતાં પ્રકારે કરવાની ખરેખરી જરૂર છે. આળસને ઉતેજન આપવું એ દેષિત છે. આ ખાતામાંથી અપંગ, અશકત, નિરાધાર, શરમાતા તેમજ લાજવાળા ગરીબોને મદદ થતી હોય તે આ ખાતું પુર્ણ મદદને પાત્ર છે. માટે આ ખાતામાં આપનાર ભાઇઓએ ઉપર જણાવેલી શરતે અવશ્ય આપવું એ હિતકર છે. ડુંગરના રસ્તા રીપેર ખાતુ-ડુંગરને રસ્તે જેમ બને તેમ સારો રાખવાની જરૂર છે. ખાતું ઉતેજન તથા મદદને પાત્ર છે. વિસામા તથા કુંડ રીપેર ખાતું તડકા વખતે વિસામાની તથા કુંડના પાણીની કેટલી જરૂર છે, તે અનુભવીને ખબર હશે. તેથી આ ખાતું પણ મદદને થેગ્ય છે. રેહશાળા ખેડાર મકાન ખાતુ–ઉપર જીવ દયાના વિષયમાં કહી ગયા છીએ છે કે જનાવરે માટે મકાન સારૂ હવા ઉજાસવાળું તથા સગવડવાળું જોઈએ તેવા મકાન માટે આ ખાતું છે તેથી આ ખાતાને મદદ કરવી એ પણ જીવદયાનું કામ છે. રેડીશાળા ધર્મશાળા ખાતુ –ઉતારૂઓને ઉતરવા માટે ધર્મશાળાની ખરી જરૂર દરેક ભાઈઓ સ્વીકારશે. ધર્મશાળાના મકાન માટે, તેમજ પાગરણ, વાસણ વિગેરે માટે પણ તેવી જ જરૂર સ્વીકારવામાં આવશે. તેથી આ ખાતું મદદને પાત્ર છે. નિરાશ્રિત જેને અને જૈન શ્વેતાંમ્બર મદદ ફંડ. —00 > – (અનુસંધાન પૃષ્ટ ૧૪) પિતાના વખતમાં ધંધા રોજગારનું કોઈપણ સાધન ન હોવાથી લેકની નજર મુંબની તરફ ખેંચાય છે અને મુંબઈ આવ્યા બાદ જે કેની ઓળખાણ અથવા લાગવગ વગર કામ લેવાનું હોય છે તે શરૂઆતમાં ઘણી જ મુશ્કેલી વચ્ચે કામ લેવાની જરૂર પડે છે. અન્ય પુરૂષ ઘણી સારી કમાણી કરે છે તે જોઇ મુંબઇમાં આવીને રહેલ અજાણ માણસ નવિન ધંધામાં જોડાવાની શક્તિ તેમજ સાધનના અભાવે, નેકરી પણ મેળવવાને ભાગ્યશાળી થઈ શકતો નથી અને તેને નાહક ખર્ચના બોજામાં ઉતરવું પડે છે. આગળ ઉપર કદાચ ભાગ્ય યોગે ટુંકા પગારની નોકરી મળે છે તેવા પ્રસંગે મુંબઈમાં ઘણી જ ખર્ચાળ છંદગી ગુજારવાની હોય છે તેને લીધે મહા મહેનતે પિતાને ખર્ચ કાઢી શકે છે. સમય પણ એટલો બધે બદલાઈ ગયો છે કે આપણી હાજતે દિવસે દિવસે વધતી જતી હોવાથી, ખર્ચ પણ વધતું જાય પરંતુ કમાવાના સાધન ઉલટા નબળા પડતા જોયછે. વળી મુંબઈ જેવા પ્રવૃત્તિમય શહેરમાં શારિરીક સંપત્તિ – જે ખુલી હવા તથા પ્રકાશના નિયમો ઉપર આધાર રાખે છે તે જળવાવી તે દુર રહી પરંતુ મરકીનું જોર જ્યારે વધતું જતું હોય છે તેવા વખતમાં ગીત છે -- -- -
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy