SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦૭ ] જેમાં જાહેર ખાતાં ૧૩૧ બહાર કાઢી, સત્કાર કરવામાં આવે છે. પરંતુ શાંતિથી ઉદર નિર્વાહના સાધનો મળી શકે એવી ધન સંબંધી સાધારણ સ્થિતિ હોય તો આત્મિક જ્ઞાન સામાન્ય જીવોને પણ સુજી શકે છે, માટે હાલ ચાલતા આત્મિક જ્ઞાનના સાધનોને અપાતી મદદ ચાલુ રાખી સાંસારિક જ્ઞાન માટે પણ ઘટિત લક્ષ રાખવા વિનતિ છે. જીવદયા ખાતું-આત્માની ઉન્નતિ દયા, કરૂણું વિના કેમ થઈ શકે ? ગરીબ માણસ પણ પૈસા ખર્ચા વિનાની દયા બતાવી શકે. હાલના સમયમાં પ્રીસ્તીઓ, મુ. સલમાને, યાહુદીઓ વિગેરે. ગાય, બકરા, મેંઢા વિગેરે જેને હણી, તેને ઉપગ કરવામાં, તેમાંથી બનેલી દવાઓ વાપરવામાં મસ્ત રહે છે, કારણકે તેમના ધ્યાનમાં હજી એમજ છે કે એ પ્રાણીઓમાં જીવ નથી. પણ છેલ્લી શેઠેથી જણાયું છે કે ઝાડની છાલ તથા પાંદડાઓમાં પણ મનુષ્યમાં જણાતી સુખ દુઃખની લાગણી છે. તે ખીલે છે, કરમાય છે, ખરી પડે છે, વિગેરે જીવનના ચિન્હો તેમાં પણ જણાય છે, તે પછી ગાય વિગેરેમાં જીવ હોય તેમાં નવાઈ શી? તીર્થકર મહારાજા સર્વજ્ઞ હતા, અને એ સર્વતપણામાં તેમણે પ્રરૂપેલ ધમ તદન નિરાબાધ અને સર્વસત્યમય છે. પશુઓ વિગેરે પ્રાણીઓ માટે દયા બતાવવી એ દરેક જનની પ્રથમ ફરજ છે. દયાથી આત્મા ઉચ્ચ થાય છે. એ દયા પાંજરાપોળ દ્વારા, તેમજ અભક્ષ્ય વસ્તુ નહિ ખાઈને તેને ઉતેજન આપતા બંધ રહેવાથી દર્શાવાય છે. હાલની પાંજરા પોળ માટે જોઈએ તેવી સંભાળની ગેર હાજરી વિગેરે બુમ મારવામાં આવે છે, પરંતુ તેથી આપણે આપણું તે શુભ કામ મુકી દેવાની જરૂર નથી. કેમકે કહેવું સહેલું છે, પણ આપણે જે કરીએ છીએ, તેવું પણ કરી બતાવવું મુશ્કેલ છે. ટીકાકારોને કામ કરવામાં પડતી અગવડને ખ્યાલ હોઈ શકે નહિ. બેશક પૂરતી શકિતવિના પાંજરા પળ ઉઘાડવી, એ પહેલી ભુલ છે. શકિતની ગેરહાજરીમાં દેવું કર્યા જઈને પાંજરાપોળે ચલાવે રાખવી એ પણ જરા અગ્ય જેવું જણાય છે, તે પણ તેને રસતે કરતા જઇએ તે તે ક્ષામ્ય છે. પાંજરાપોળમાં રાખવામાં આવતાં પશુ પક્ષીની સાર સં. ભાળ રાખવી, ચારા પાણીની દરકાર રાખવી, તેઓ થોડી જગ્યામાં સામટાં ગોંધાય નહિ, વિગેરે સંભાળ રાખવી એ પ્રથમ ફરજ છે. શક્તિ ન હોય, અને પાંજરાપિળમાં જગ્યા ન હોય છતાં સંખ્યા વધાર્યો જવી એ પણ ભુલ છે. પશુ પક્ષી માટે બની શક્તી દવા વિગેરેની ગોઠવણ કરવાની પણ ફરજ વિસરાય નહિ તેવી છે. કામ કરનારાઓને ગમે તેમ કહે તે પણ ખરા હૃદયથી, શુભ નિશાથી, અને પ્રમાણિક કપણે કામ કરનારે કદી ડરવાની જરૂર નથી. યુરોપ અમેરીકાથી દવાના રૂપમાં આવતી ગેમાંસ, ડુકર માંસ, વિગેરે અભક્ષ્ય ચીજો વાપરીને જીવ બચાવવા પ્રયત્ન કરવા કરતાં તે ન વાપરવી એ બહુજ ઉત્તમ છે. દરેક રીતે જીવ દયાના કામમાં મદદ કરવી એ જૈનની ફરજ છે. હવે એ સવાલ થાય છે કે કસાઈઓ એક સા. મટાં ઢોર લાવી તેના પિસા દયાળુ જનો પાસેથી ઉપજાવી, તેના ફરી ઢેર લાવી જેનોને નીચોવ્યાજ કરે, અને તે રીતે પિતાનું જીવન ચલાવે, તેને, ઢેરે ખરીદીને મદદ આપવી કે કેમ? બેશક ખરીદવાથી અયા. કવી 2... - ૧ -
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy