SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] કોન્ફરન્સને સૂચના. કોન્ફરન્સને સૂચના જેન કોન્ફરન્સ આજે ૪-૫ વર્ષથી દર વર્ષે વર્ષમાં એક વખત અગાઉથી નીમેલી જગાએ મળે છે. તે કામ શરૂ કરનાર નામદાર ગુલાબચંદજી ઢઢા જેપુરનાં એક લાયક ડીગ્રી મેળવેલા ગૃહસ્થ છે. તેમણે શ્રી ફલોધીમાં સં. ૧૯૫૮માં કન્ફરન્સ પહેલ વહેલી મેળવી ત્યાં ધાયા પ્રમાણે ફડ થઈ. બાદ બીજી કોન્ફરન્સ મુંબાઈમાં, ત્રીજી વડોદરામાં અને એથી પાટણમાં એમ અનુક્રમે દરવર્ષ થતી ગઈ અને તે બધી સારી રીતે નીવિતપણે ફતેહુ પામી છે. આ વર્ષ આવતા ફાગણ માસની શરૂઆતમાં અત્રે મળવાની છે અને મને લાગે છે કે બધે ઠેકાણેની કોન્ફરન્સ કરતાં અમદાવાદમાં ઘણે મેટો મેળાવડે થશે. જે કોન્ફરન્સો ભરાઈ ફતેહ પામી છે તેમાં આપણામાં જે હાનીકારક રીવાજે છે તે બંધ પાડવા, તીર્થો અને દેરાસરોને વહિવટ ચેખો રખાવ, જીરણ દેરાસરો અને પુસ્તક ભંડારોને ઉધ્ધાર કરે, જીવ દયા સારી રીતે પાળવી, વગેરે બાબતોસર તથા જૈન વિધિ પ્રમાણે લગ્ન ન થતાં મિથ્યાત્વની રીત પ્રમાણે આપણું લગ્ન થાય છે તે જૈન વિધિ પ્રમાણે લગ્ન કરવાને અને છેવટ વિદ્વતામાં આપણી વેપારી કોમ ઘણું પાછળ છે, બીજી નાની કેમ કરતાં આપણી પંદર લાખ માણસની જેન કોમ છતાં ફકત ચાર પાંચ ગ્રસ્થ અમલદારીપર ચઢયા છે, ને ડીગ્રી મેળવેલા પણ ઘણાજ છેડા છે, તેથી તે વિષે વખતે વખતે ને વારેવારે ઘણું બોલાયું છે ને બોલાય છે ને તેથી બહાર ગામ ખાતે રીતી નીતિમાં કેટલાક સુધારા થયા છે ને થાય છે, પણ અમદાવાદમાં છે કઈ જાણવા જોગ સુધારા થયા નથી. હવે મારે કહેવાની મતલબ એવી છે કે અમદાવાદમાં શેઠ જેસંગભાઈના પ્રયત્નથી જ કોન્ફરન્સ મલશે અને સર્વ રીતે ફતેહુ થશે. તે વિષે શેઠ જેશંગભાઈને ઉપકાર માનવો જોઈએ. પણ કોન્ફરન્સ મંડળમાં જે વાતે ચરચાય છે ને ચરચાઈ છે તે વાતે ઉપર ફરી ફરીને બોલવા કરતાં આ નીચે લખેલી વાત વિષે ચરચા થઈને તેનો પ્રથમ નિર્ણય થવાની મને ખરેખર જરૂર લાગે છે. જેવા કુટવા તથા નાત વરા કરવા તથા ન્હાની ઉમરનાનાં લગ્ન નહીં કરવા, કન્યા વિક્રય, વગેરે હાનીકારક રીવાજે બાબત ઘણું ભાષણે થયાં છે ને તેથી કેટલેક ઠેકાણે સુધારા થતા જાય છે ને હાનીકારક જે વાત કહેવામાં આવી છે તે રહેતા રેહેતાં બંધ થશે ને નહી કરે છેવટે થાકીને બંધ કરશે. માટે હવે અમદાવાદ મળતી કોન્ફરન્સમાં તે વિશે લંબાણથી બેલવા બોલાવવાની જરૂર નથી. પણ હવે તે નીચેની બાબતે વસ્તારથી ચરચવાની તથા તેને સૂકા થવાની જરૂર છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy