SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ એપ્રીલ.. રન્સના હેતુઓ ઉપર ભાષણ આપવાથી જૈન પાઠશાળાના નિભાવ માટે જૈન ગ્રહ તરફથી વાકિ રૂ. ૨૪) બે વરસ સુધી આપવા ઉત્સાહ જણાવેલ છે તથા શ્રી મહેસાણું શ્રેયસ્કર મંડળ તરફથી વાર્ષિક રૂ. ૨૪) ની મદદ પ્રથમ મેળવેલ છે. આ ખાતાને લગતો હીસાબે તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થાને આપતાં તરતજ બ દેબત કરવા તતપર થયા છે તે જોઈ બહુ આનંદ થાય છે છલા કાઠીયાવાડ તાલુકે ચુડા તાબાના ગામ શ્રીચેકડી મધે આવેલા શ્રી વાસુપૂજ્યજી મહારાજના દેરાસરજીનો વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. રામજી કાનજી તથા શા. ડામર નારણ તથા વેરા નાગરદાસ વલમ તથા કુવાડીયા જીવરાજ નીમજી હસ્તકને સં. ૧૯૫૯ ના કારતક સુદી ૧થી સં. ૧૮૬૩ ના માહ સુદી ૧૫ સુધીને હીસાબ તપાઓ તે જોતાં વહીવટનું નામું એકંદર રીતે ખત વણીથી નાખેલ તથા કોઇની સાથે અદ્યાપિ સુધી જેનીઓની વસ્તી જુજ હોવાથી કુસંપ વધી જવાના ભયથી હીસાબની ચોખવટ નહી થયેલ પણ વહીવટની તેમજ ખાતાની પુરેપુરી દેખરેખ રાખી વહીવટ સારી રીતે પુરતી કાળજીથી કામ ચલાવતા જોવામાં આવે છે. તેમજ દેરાસરજી પણ ઘણું સુંદર બનાવેલ છે. દેરાસરજીમાં પુજન વિગેરે માટે દરેક સામાન વાપરવામાં આવે છે તે જુદે જુદો લખાય છે ખરે પણ દરેક ખાતામાં તુટો પડતો હોવાથી દરેક ખાતા પાસે દેરાસરજીનું લેણ પડતું જોવામાં આવે છે તે સદંતર જૈન શૈ તોથી ઉલટું છેમાટે તેમ થવું જોઇએ નહી. સદરહુ ખાતાને લગતા હીસાબની ચોખવટ નહી થવાને લીધે અમારૂં સાત દીવસ મુકામ રાખી દરેક જૈન ગ્રહસ્થના સા. ૧૯૪૭ ની સાલથી ચેપડા તપાસી દરેક ખાતાની ચોખવટ કરી જૈન શૈલી મૂજબ હીસાબ ચોપડામાં નાખવામાં આવેલ છે. આ ખાતા હીરાબ તપાસી જે જે ખામી દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થાને આપવામાં આવેલ છે. છલા કાઠીયાવાડ તાબાના ગામ ચુડા મધે આવેલ શ્રી જૈન પાઠશાળાનો રીપોર્ટ સદરહુ ખાતાને હીસાબ અમોએ સં. ૧૮૬૦ ના ભાદરવા વદી ૬ થી શાળા સ્થાપન થયેલ ત્યારથી તે સં. ૧૮૬૨ ના આસો વદ ૦)) સુધીતો તપાએ તે જોતાં વહીવટનું નામું ચોખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવતાં જોવામાં આવે છે ને ખાત ની પુરેપુરી દેખરેખ રાખી દિન પ્રતિદિન વિશેસ સુધારા ઉપર લાવવા વહીવટ કર્તા તેમજ કપાસી ઓઘડભાઈ ગુલાબચંદ બનતે પ્રયત્ન કરે છે પણ ગામ તરફથી તેમ બહાર ગામથી કાંઈ પણ વાર્ષિક આવક વધી શકતી નહી હોવાથી વિશેસે ખર્ચ કરી નવી કેળવણું દાખલ કરવા બની શકતું નથી. બાળાઓ તથા વિધાથઓનું શિક્ષણ સારું જોવામાં આવે છે તે જોતાં આ શાળાની અંદર હાલ ચાલતું ધાર્મિક તથા નિતિક શિક્ષણની સાથે ઔઘોગિક શિક્ષણ આપવામાં આવેતે આપેલું શિક્ષણ દીપાવે તેવા બાહોશ વિધ્યાર્થીઓ તથા કન્યાઓ જોવામાં આવે છે માટે વહીવટ કરતા ગ્રહસ્થાએ પ્રયાસ લઈ ગામની અંદરથી તેમજ બહાર ગામથી પોતાને વગ ચલાવી શાળાનું ફંડ તથા આવકમાં વધારો કરી શાળાને આથી પણ વધારે સારા પાયા ઉપર લાવી મુકવી જોઈએ. આ ખાતું જતાં ઘણી જ ખુશાલી ઉપજે છે ને વહીવટ કર્તાને ધન્યવાદ ઘટે છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહને આપેલ છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy