SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] નવું વર્ષ નવું વર્ષ. કેન્ફરન્સ ભરાવા માંડયાને ચાર વર્ષ થયાં છે. કોન્ફરન્સ સંબંધી ખબર તથા જેન કોમને લાગુ પડતી શ્રેયમાટેની ધાર્મિક, વ્યવહારિક તથા ઔદ્યોગિક બાબતે ફેલાવવા તથા ચર્ચવા હેરલ્ડનો જન્મ થયો હતે. હેરલ્ડને બે વર્ષ પૂર્ણ થયાં છે, અને તે નાના બાળકે ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ વર્ષના છેલ્લા અંકમાં અમે લખ્યું હતું કે “અમારાથી બની શકતું વાચન પુરૂં પાડી વાંચકવર્ગની સેવા બજાવીશું.” તે પ્રમાણે પૂરા થયેલા બીજા વર્ષમાં અમે શકિત મુજબ વાચન પૂરૂ પાડયું છે, તે સિંહાલેકને કરવાથી જણાશે. જૈન” પત્રની સૂચના અનુસાર પાંચ મહિનાથી કોન્ફરન્સનાં જુદાં જુદાં ખાતાઓને હિસાબ હેરલ્ડમાં આપવામાં આવે છે. હેરલ્ડનું તેટલા વખતમાં લવાજમ રૂ. ૧૨૫૧) આવ્યું છે. જે ગ્રાહકો પાસે હજી લવાજમ લેણું છે, તેમને નમ્ર વિનંતિ કે હેરલ્ડ કોન્ફરન્સનું વાછત્ર છે. તેમાં જે ખેટ જશે તો ધાર્મિક ખાતાને ખેટ જશે તે રીતે ધાર્મિક ખાતાને અને જ્ઞાનને ખોટ જતાં પાપ ભાગી થવું પડશે. માટે દરેક ગુડસ્થ પિતાનું ચડેલું લવાજમ મોકલી આપવા કૃપા કરશે.. આ વખત મેટરમાં ઈગ્રેજી વિષય એક છે, તેના લેખક બાહોશ માણસ છે. હિંદી વિષયે ૨૦ છે. અને બાકીના ગુજરાતી વિષય છે બાળબોધ ટાઈપમાં ઉપલા, હિંદી વિષયો ઉપરાંત કેન્ફરન્સ ઓફીસના પુસ્તકેદ્ધાર ખાતાંના કલાર્ક રવજી દેવરાજે લખેલ ૩ વિષ તથા કચ્છના દેરાસરનો શિલાલેખ છે. “જૈનપત્રે કોન્ફરન્સ સંબંધી જ હકીકત બહુાર પાડવાને અમને સુચના કરી હતી. અને તે પ્રમાણે નિયમસર પાંચ માસથી હેરલ્ડમાં હિસાબ આપવામાં આવે છે. ડીરેકટરી ખાતું જે કામ કરે છે, તે બીજા પુસ્તકમાં આવેલ ગામના પાંચ વખતના લીસ્ટ જેવાથી ખાત્રી થશે. લેખક પગારદાર હોવાથી, તે અધિપતિ તરીકેનું ઉપપદ લેવાનું પસંદ કરતે નથી અને તેથી બીજા પત્રોમાં જે મુખ્ય વિષયો અથવા અધિપતિની નેંધ આવે છે, તેને બદલે આ વર્ષમાં વર્તમાન ચર્ચા, સ્ફટ નેંધ, જૈન સમાચાર તથા નવીન સમાચારમાં વિવેચન રૂપે તેણે લખ્યું છે. ' પ્રથમ વર્ષના એપ્રિલના અંકમાં The Problem of the day નામને વિષય લખનાર શા કલ્યાણજી પદમશી બી. એ, જેઓ રાધનપુર હાઈસ્કૂલમાં, રાધનપુરના નવાબ પાસે, તથા છેવટે ઉમરેઠ હાઈસ્કુલમાં હેડ માસ્તર હતા તેઓ થોડા વખત પર દેહ મુકત થતાં, ગ્રેજ્યુએટ વર્ગમાંથી એક શાંત, સરલ અને સીધું રત્ન ગમ, થયું છે. ઉપરાંત કોન્ફરન્સ સાથે સંબંધ ધરાવનારા, તેના હિતમાં હિત સમજનાર જે રસ્તે ગયાં છે. તેને માટે દિલ દર્શાવવાની ફરજ હેરલ એગ્ય રીતે બજાવી છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy