SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેાન્ફરન્સ હેરલ્ડ એપ્રીલ. ૧૦૨ હજારો મનુષ્માને પોતાના સપાટામાં લીધે જાયછે. વિદ્યાલ વિધાતાના કરતા ભરેલા કાર્યોથી સે કડા કુટુંબ નિરાધાર સ્થિતિમાં આવી ગયા છે. સેંકડો નાના બાળકોને માબાપત્રિનાના અનાથ સ્થિ તિમાં રખડતા જેએ છીએ. અનેક ભાગ્ય હીન સ્રીએ વિધવા થવાની સાથે ગુજરાનના સાધન વગરની થઇ ગઈછે. આ સઘળાએને માટે આપણે જ્યાં સુધી ઉદ્યોગ શાળા, અનાથાશ્રમે વિધવા ગૃહો વગેરે નમુનેદાર સસ્થા સ્થાપી તેના અસહ્ય દુખ નિવારણ કરવાને માટે યોગ્ય પ્રયાસ ન કરીયે ત્યાંસુધી અને આગળ વધેલી કામેા તરફથી મેલવામાં આવંતા આક્ષેપ કે આપણે નાના પ્રાણીઓને બચાવીએ છીએ અને મનુષ્ય જેવા મ્હોટા પ્રાણિઓની તદન ઉપેક્ષા કરીએ છીએ અન્ય શબ્દોમાં જેટલું નાના પ્રાણીઓના રક્ષણ નિમિત્તે આપણે કરીએ છીએ તેટલુ મનુષ્ય વર્ષાંતે માટે આપણે કરતા નથી – હાલના સ ંજોગે જોતાં તે આક્ષેપનો શુ જવાબ (સંતોષ કારક) આપવા તે સમજી શકાતું નથી. આપણે ‘જીવ દયા પ્રતિપાળ' કહેવાઇએ તો પછી શું આ આક્ષેપ-મુંગે મ્હાડે ખેદરકાર રહી સહન કર્યાં જવા? આ દુખ રૂપ સંસારમાં અનંતા ભવ રઝળી રઝળીને મહામુશ્કેલીએ જે પામર પ્રાણી દશ ષ્ટાંતે દુર્લભ એવા આ મનુષ્ય ભવને પામીને જૈન કુળમાં જન્મ ધારણ કરવાને પણ ભાગ્યશાળી થાયછે તે નિરાધાર સ્થિતિમાં પોતાના દિવસા નિમન કરે, આવિકાના સાધનના અભાવે દીનહીન બની પોતાનુ અને પેાતાના કુટુંબનું પેષણ કેવી રીતે કરવું તેનાજ વિચારમાં ને વિચારમાં કાળક્ષેપ કરે, રાત્ર દીવસ આર્દ્ર ધ્યાનમાં મગ્ન રહે અને તેથી કરીને આ મનુષ્ય દેહ, કે જે મુક્તિ મેળવવાનું મુખ્ય સાધન ગણાયછે જેને અસંખ્ય પ્રકારના વૈભવવાળા સમ્યક્ દૃષ્ટિ દેવા સ્વના સુખને તુચ્છગણી પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખેછે તેવા મનુષ્ય ભવને, ધાર્મિક ક્રિયા–અનુષ્કાનામાં– પ્રવર્ત્તવાને, તેવા પ્રકારના અનુકુલ સાધનોના અભાવે ધમકા નહિ કરી શકતા હાવાથી નિરર્થક ગુમાવી બેસે શું આપણે આપણી નજર સન્મુખ ઉદાસીન વૃત્તિથી –ભાવિક હૃદયની શુભ લાગણીઓની ઉપેક્ષા કરીને-જોયાં કરવું એ ઉચિત કહી શકાય? ને ઉચિત નગણાય અને આપણે અનુચિત સમજીએ તે પછી ઉપર કહેલ આક્ષેપ – તદન પાયા વગરના છે એમ બતાવી આપવાને તથા આપણે ‘જીવ દયા પ્રતિપાળ’ ના ઉપનામને ધારણ કરવાને યોગ્ય છીએ એમ સાખીત કરવાને શુ પ્રયાસ કરવાની આવશ્યકતા નથી ? નિરાશ્રિત જૈનોના ભલાને માટે આજ સુધીમાં સીધી રીતે (Directly) કાંઈપણ – ગણત્રીમાં આવી શકે તેવા પ્રયાસ આપણાથી થઇ શકયા નથી. લાંબા વખતથી ચાલતા આવેલા રિવાજને અનુસરી પાંજરાપોળા –(જીવાત્ ખાના–વગેરે) વગેરે જુદે જુદે ઠેકાણે સ્થાપીને તથા લાખા રૂપૈયા ખર્ચી –તેને નિભાવ કરીને – જૈન ઇતિહાસમાં જે મહા પુરૂષાના નામ તેની હેાળી ઉદારતાને લીધે સુવર્ણ અક્ષરથી કાતરાએલાછે અને તેએની અમર કિર્તિને અંગે જેએ આપણામાં કાયમને માટે હયાતી ભાગવેછે તેવા પુરૂષોને પગલે ચાલીને આપણે આડકતરી રીતે સમરત હિંદુસ્થાનની પ્રજાનું જે અવર્ણનીય કલ્યાણ કરી શકયા છીએ તેને માટે મગરૂર થવાનું છે– હિંદુસ્થાનની વસ્તીના મોટા ભાગ ખેતી ઉપર આધાર રાખેછે. આપણા દેશની મહાન્ દોલત ખેતીથી થતા પાકછે. રાજ્ય કરતી પરદેશી પ્રજા દર વર્ષે અનર્ગળ દોલત પોતાના દેશમાં-જુદે જુદે રૂપે– ઘસડી જાયછે છતાં પણ આપણે હજી ટકી શકયાછીએ તે માત્ર આપણી રસાળ ભૂમિમાંથી નીપજતા પાકને લીધેજ – આવિષય ઉપર વીશેષ લખવા જેવું જણાયછે પરંતુ વિધયાંતર થ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy