SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૦ ૦ | જૈન કોન્ફરન્સ (રહ. [ એપ્રીલ. છેવટે પ્રમુખ તથા હાજર રહેલી સ્ત્રીઓને આભાર મનાયા બાદ પરિષદ વિસર્જન થઈ હતી. નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ કુંડ (વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની બી. એ. એલ. એલ. બી.) સમગ્ર જૈન કેમની ઉન્નતિની આધાર ભૂત શ્રી જૈન (શ્વેતામ્બર) કોનફરન્સની પાંચમી બેઠક જૈન પુરી તરીકે પ્રખ્યાતિ પામેલ, ગુજરાતના પાટ નગર અમદાવાદ શહેરમાં આ વર્ષે કરવામાં આવી હતી. આ કેનફરન્સમાં સર્વાનુમતે પસાર થયેલા અગત્યના ઠરાવે, તેના ઉપર બાહોશ વકતાઓએ કરેલ અમુલ્ય વિવેચન, અને તેના તત્કાલિક શુભ પરિણામ રૂ૫ સખી દિલના ધનવાન જૈન તરફથી અઢીથી ત્રણ લાખ રૂપિયાની જાહેર કરવામાં આવેલી મહાન્ સખાવત –એજ તેની અપૂર્વ – અસાધારણ ફતેહ થઈ છે તે સાબીત કરી આપવાને પૂરતાં છે. કોનફરન્સ આવ્યાં પહેલાં કોનફરન્સના વિઘ સંતોષી – વિરોધીઓ તરફથી અનેક રીતે ભય તથા ચિંતા ઉભા કરવામાં આવ્યા હતાં તેમની જરા પણ દરકાર નહિ કરતાં, કેમના હિત ખાતર ઉત્સાહી કાર્ય કરનારાઓ પોતાની ફરજો બજાવવામાં અડગ રહ્યા હતા અને પરમાત્માની પરમ કૃપાથી દેઢ ચતુર પુરૂષોના દરેક પ્રયત્નો નિષ્ફળ ગયા હતા તેથી કરીને પહેલાની કોઇપણ કાનફરન્સના કરતાં અમદાવાદની કોનફરન્સ દરેક રીતે ચઢીયાતી નીવડેલ છે તેના શબ્દોના વનિ પ્રત્યેક પ્રતિનિધિના મુખમાંથી નીકળતાં આજ સુધી આપણે સાંભળીએ છીએ. મહાન વિજયી કોનફરન્સની પાંચમી બેઠક છે વખતે નિરાશ્રિતે જેનેને આશ્રયની બાબતમાં નીચે પ્રમાણેને ૧૧ મે ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું. ઠરાવ નં ૧૧ મો (નિરાશ્રિત જૈનોને આશ્રય બાબત.) : મરણતે પણ યાચના નહિ કરનાર શ્રાવક શ્રાવિકાઓ તેમના બાલ બચ્ચાં સાથે કોઈ સીજાય નહિ અને દીન દીન હાલતમાં ધર્માન્તર થતાં અટકે તે માટે. (૧) નિરાશ્રિત જૈનેને ધધે લગાડવાની. (૨) માબાપ વિનાના અનાથ બાળકોને તથા અનાથ જૈન વિધવાઓને આશ્રય આપવાની તથા - બાલાશ્રમ સ્થાપવાની. (૩) જન્મ પયતના અસાધ્ય રોગોથી પીડાતા નિરાશ્રિત ધર્મ બંધુઓને માટે આશ્રય સ્થાન સ્થાપવાની. આ કોનફરન્સ ખાસ આવશ્યકતા સ્વીકારે છે અને સર્વ જૈન બંધુઓને તથા શ્રીમા શેઠી આઓને આ બાબત ઉપર ખાસ લક્ષ આપવાની વિનંતી કરે છે. આ ઠરાવને સંગીન પ્રકારે અમલમાં મેલવાને જેટલું થઈ શકયું છે તેટલું બીજા કોઈપણ સંબંધમાં બની શક્યું નથી. તે ઉપરથી જ તેની મહાનું અગત્યતા રહેજે સમજાય છે. શ્રી જે શ્વેતામ્બર મદદ કુંડ નામનું રૂ. ૭૫૦૦૦ નું ફંડ ભેગું થયું છે અને તેને વહીવટ ચારથી પણ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy