________________
૮ $ , જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[એપ્રીલ. રફથી મેજના થવી જરૂરી છે. તેવી ગોઠવણ થવાથી, મધ્યમ વર્ગની વિધવાઓ પિતાનું જીવન, ધર્મ પરાયણ ગુજારી શકશે. કેવળ નિરાધાર વિધવાઓને માટે વિધવાશ્રમ પ્રત્યેક જથાવાળા સ્થળે ઉઘાડવાની જરૂર છે. ને ત્યાં નીતિ અને ધર્મજ્ઞાનની કેળવણીની સાથે કોઈને ભારરૂપ ન થતાં પોતાનું જીવન સ્વત ત્રપણે ગુજારી શકે તેવા ઉદગમાં જોડવાની જરૂર છે. જે તેવા સ્વતંત્રપણાના ધંધા માટે કોઈ સારા દવાખાનામાં નર્સ તરીકેના અભ્યાસ કરાવાને માટે મદદ આપીને મોકલવામાં આવે તે તેઓ પોતાનું તેમજ પારકાનું ભલું કરી શકશે.
અત્રે મહિલા પરિષદમાં જે જે વિષે ચર્ચાશે, તે સઘળાઓને યથાર્થ રીતે અમલમાં લાવવાને અર્થે, તથા તેવાજ બીજા શુભ વિચારો ચર્ચવા માટે અને આખી જૈન કામનું એકત્રપણું જાળવવા વર્ષમાં એક બે વાર આવી મહિલા પરિષદે જુદે જુદે સ્થળે મેળવવાની જરૂર છે, કે જેથી આખી કેમની લાગણી એકત્ર થઈ સમગ્ર હિત સચવાઈ શકાશે.
ધારેલું કામ હમેશાં સતત પ્રયત્ન કર્યાથી પાર પડે છે. તેમજ આવા સારા કામમાં જે દરેક બહેને મદદ કરી તેને સારા પાયા ઉપર લાવવા મહેનત કરશો તો તે જરૂર સિદ્ધ થશે. પરિષદમાં માત્ર ભેગા થઈને મળવાને અર્થે જ નહિ પણ તેને મૂળ હેતુ સાચવવાને માટે પ્રયાસ જારી રાખવાની મારી વિનંતિ છે; કારણકે અત્યાર સુધી આપણી અજ્ઞાનતાને માટે પુરૂષને જ જવાબદાર ગણ્યા છે; પણ કાંઇક દરજે આપણી ફરજે આપણું પ્રત્યેની તેમજ બીજા પ્રત્યેની શી છે તે જાણ્યા પછી જે તે ન બજાવીએ તે આપણે પણ જવાબદાર છીએ આવા પરિષદમાં આપણે ભેગાં થઈ એક બીજાના વિચારે દર્શાવવાને તેમજ આપણું કર્તવ્ય આપણી પ્રત્યે તેમજ બીજા પ્રત્યે કેટલું છે તેને કાંઈ ખ્યાલ કરવા ભાગ્યશાળી થયા છીએ તેને માટે પરિષદના ખેતી અને ઉત્સાહી પિતા ગુલાબચંદજી ઢઢ્ઢાને અંતઃકરણ પૂર્વક આપણે બધાએ આભાર માનવો જોઈએ.
સારા કામમાં ઘણીવાર વિને આવે છે તેમજ જો આમાં પણ કંઈ વિનરૂપ જણાય તો હિમતથી, ખંતથી અને સાચી લાગણીથી તે નિવારણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. માટે આ ઉત્તમ કાર્યમાં જોડાવા હું સર્વે બહેને વિનંતિ કરી ભુલચુકની ક્ષમા ઈચ્છી બેસવા રજા લઉં છું.
તેમણે પહેલે ઠરાવ રજુ કર્યો. કે સ્ત્રી જાતિની સંપૂર્ણ ઉન્નતિ અર્થે આપણી બાળાઓને ધાર્મિક, નૈતિક, માનસિક અને શારીરિક કેળવણી ઉત્તમ પ્રકારની મળે, તથા મોટી વયની સ્ત્રીઓને યોગ્ય ઔદ્યોગિક તથા ધાર્મિક શિક્ષણ અપાય તેવી સંસ્થાઓ સ્થાપવાની આ મહિલા પરિષદ આવશ્યકતા સ્વીકારે છે.
માસ્તર મનસુખરામ અનુપચંદને પુત્રી સમરથે બીજે ઠરાવ રજુ કે :–
પતિ, વડિલે; બાળકે, સ્નેહસંબંધીઓ, અને દાસજને પ્રતિ પિતાની ફરજો સ્ત્રીઓ સમજતી થાય એવા પ્રકારનો ઉત્તમ બધ અપાય તેવી ગોઠવણ કરવાની જરૂર આ પરિષદ સ્વીકારે છે. ઈડર કન્યાશાળાના હેડ મિસ્ટ્રેસ મહામેરે ત્રીજો ઠરાવ રજુ કર્યો અને
બહેન અનસૂયાએ ટેકે આપો કે – બાળલગ્ન, રડવું કૂટવું વિગેરે હાનિકારક રીવાજેથી આપણી સાંસારિક સ્થિતિ ઘણી શોચનીય થઈ છે તે રીવાજોની અયોગ્યતા દર્શાવી તેમને જડમૂળથી દૂર કરવાને આ પરિષદ આગ્રહ કરે છે.