SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] . . નવીન સમાચાર જૈનોના હાથે પશુઓ પર નિર્દયતા–કચ્છી ઓશવાળ ખેડુતે જખમી, લૂલા, લંગડા અને ગળે પડેલા ચાંદામાંથી લેહી ચૂતા બેલને ખેતીમાં હળસાથે અથવા ગાડાંમાં જોડી બહુ નિર્દયપણું કરે છે. મેળા વિગેરેમાં પશુઓ પર બહુ નિર્દયતા ગુજરે છે. તે નહિ કરવા અથવા તેને ઉત્તેજન નહિ આપવા કચ્છી ભાઈઓને નમ્ર સૂચના છે. એકત્ર થવું-પાટણ કેનફરસ પહેલાં થોડા દિવસ ઉપર મોરબીથી ઢંઢીઆ ભાઈઓ એ આપણા પર પત્ર લખી જણાવ્યું હતું કે કાંતો પાટણ કોનફરંસ ત્રણ દિવસ પાછળ ત્યે અથવા કંઈ બીજે રસ્તે કરે, જેથી બંને પક્ષના ભાઈઓ એક ઠેકાણે મળી અરસપરસની તકરારો પતાવી દે. મુંબઈમાં મળેલા જૈન ભાઈઓએ એવો તોડ કાઢો હતું કે પાટણ કેનફરંસ પછી અમદાવાદ મુકામે મળવાનું બની શકશે, એમ મોરબી જણાવવું. આ સંબંધમાં કોઈ નિશ્ચય થયો નથી. દયા માટે ચેતવણી – મી. દાદાભાઈ રતનજી નામના આબકારી કોન્ટ્રાકટરે ઘણા દિવસ સૂધી “મુંબઈ સમાચાર” માં જાહેર ખબર છપાવી હતી કે થાણું, દેહેણું, વલસાડ, ગણદેવી, બીલીમોરા, સોનગઢ, ધર્મપુર, વાંસદા વિગેરે સ્થળોએ બળદોને લોઢાની આર ભેંકવામાં આવે છે. દયાળ જૈનબધુઓ, બીજા દયાળુ ભાઈઓ તથા પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવનારી મંડળીઓનું આ બાબત ઉપર અમે લક્ષ ખેંચીએ છીએ. અઠાઈમહોત્સવ–અત્રેના ઝવેરી પાનાચંદ તારાચંદ, જે સુરતના રહીશ છે, અને જેની ઉમર હજી બહુ નથી, તેમણે ચોથા વતની બાધા લીધી છે, અને પંચમીના ઉજમણા તરીકે જ્ઞાનનું ઉદ્યાપન કર્યું છે. લાલબાગમાં અઠાઈમહોત્સવ થયો હતો તે શેઠે એક નવકારશી પણ કરી હતી. કુલ રૂ. ૭૦૦૦ નો ખર્ચ થયેલો ધારવામાં આવે છે. જમણવારમાં જે એ પડયું રહે છે, તેને માટે અમે અમારા ખરા અંતઃકરણની દિલગીરી જાહેર કરીએ છીએ. સર્વ ભાઈઓએ જાણવું જોઈએ કે આંહી પુણ્યઉપાર્જન કરવા આવીએ, તેને બદલે એઠું મૂકવાથી દેતષત થઈએ છીએ. ઔદ્યોગિક સ્કુલ–કલકત્તામાં ઝવેરી લાભચંદ મોતીચંદે લીટરરી અને ટેકનીકલ સ્કૂલ કાઢી છે. ઝવેરાતને ધંધો વ્યવહારૂ રીતે શીખવવામાં આવશે. ગણિત, ઈંગ્લીશ સસ્કૃત, બંગાળી તથા નાગરી ભાષા પણ શીખવવામાં આવશે. સ્કૂલની આસપાસ દુકાને બનાવવામાં આવી છે, જેના ભાડામાંથી ડોક ખર્ચ થઈ શકશે. ગવર્નમેંટ સીક્યુરિટીઝ પણ લેવામાં આવી છે. આનાથી પણ શેડો વિશેષ ખર્ચ થઈ શકશે. નિભાવફંડ માટે - આ રીતે ઉત્તમ છે. મેનેજીગ કમીટી નીમાતાં સ્કૂલ ઉઘડશે. ટ્રસ્ટીઓ તરીકે નરેબલ મી. ભૂપેન્દ્રનાથ બાસુ, નરેબલ મી. નલિનવિહારી સરકાર સી. આઈ. ઈ, રાયબહાદુર બુદ્ધસિંહજી, કોઠારી જાલમસિંહ, દુધેરીયા વિજયસિહજી, તે અઝીમગંજના જમીનદારો, તથા શેઠે લાભચંદ અને મોતીચંદ છે. નોકરી કરતાં ધંધો અથવા વ્યાપાર હજાર દરજે ઉત્તમ છે. નોકરીમાં નસીબ વેચેલું છે. ધંધામાં વધવાને ઘણે સંભવ છે. બની શકે, તેમણે ઝવેરાતના ધધામાં પડવું બહુ જ પ્રેયસ્કર છે. શેઠ લાભચંદ મોતીચંદે આ સભ્ય ઉઘાડીને યોગ્ય દિશામાં ચગ્ય પગલું ભર્યું છે. અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. આ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy