SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] સ્વીન સમાચાર. નવીન સમાચાર. ફંડ–ડબાસંગ વિગેરે ગામોના જઈનેના ફંડમાં બીજા રૂ. ૩૧૮ ભરાયા છે. લાયબ્રેરી–જાવરામાં શ્રી શ્વેતાંબર અભ્યદય રાજેન્દ્ર જન લાઇબ્રેરી સ્થપાઈ છે પ્રેસીડન્ટ તરીકે શેઠ ધનરાજજી નાહટા મુકરર થયા છે. જીવહિંસા–મુંબઈમાં કાગડાઓને સંખ્યાબંધ મારી નાખવામાં આવે છે, બની શકતે ઉપાય કરવાં દયાળુ બધુઓને વિનંતિ છે, રીપેર્ટ-ફળોધી ખાતે મળેલી પહેલી કોન્ફરન્સ તથા વડોદરા ખાતે મળેલી ત્રીજી કેન્ફરન્સને રીપોર્ટ અને પ્રસિદ્ધ થઈ ગયા છે. . મૃત્યુ-આમલનેરના મી. છગનદાસ તા. ર૩–૨-૦૬ ના રોજ ગુજરી ગયા છે. દક્ષિણ પ્રાંતિક કેન્ફરંસમાં તેમણે સારી મદદ કરી હતી. મૃત્યુ–અમદાવાદના સુશ્રાવક, સ્વર્ગસ્થ આચાર્ય શ્રીમન્મહામુનિરાજ શ્રી આત્મા રામજીના પરમ શ્રદ્ધાળુ ભક્ત શા મગનલાલ દલપતરામ દેહમુક્ત થયા છે. યતિકરન્સજન વિવેક પ્રકાશ” નામનું માસિક પિશના અંકમાં જણાવે છે કે “તેમણે (જેનેએ) પિતાના ખર્ચ યતિઓની એક કેનફરંસ ભરાવી આપવી.” દુકાળ-રતલામના શેઠ બુધેરજી ઝવેરચંદવાળા શેઠ એંકારમલે દુકાળથી પીડાતા જૈન બંધુઓ માટે સસ્તે ભાવે દાણા વેચવા દુકાન કાઢવા રૂ. ૪૧૦૦૦ ની સખાવત કરી છે. શાંતિગૃહ–સ્મશાનમાં જનાર માણસ માટે વિશ્રાંતિના સ્થળ તરીકે એક શાંતિગૃહ શેઠ મૂળચંદ હઠીસંગ ગજરાવાળાની વિધવા બાઈ પાર્વતીએ અમદાવાદમાં બંધાવી આપ્યું છે. પ્રાચીનતા–નામદાર પ્રિન્સ તથા પ્રિન્સેસ ઑફ વેલ્સ, જેઓ નબર ૮ થી આ દેશના જુદા જુદા ભાગોમાં મુસાફરી કરે છે તેઓ આપણા પ્રાચિન તીથોંમાંથી એકેની મુલાકાત લેવા ભાગ્યશાળી થયા નથી. દવાખાનું અમદાવાદ કાળુપુરમાં આવેલા શેઠ મનસુખભાઈ ભગુભાઈના દવાખાનાને જાન્યુઆરી મહિનામાં ૧૨૩૫૩ દરદીઓએ લાભ લીધું હતું. દરરોજની હાજરી ૩૮૯ હતી . ધાંગધ્રા–બે જૈન મંદિર છે. વહિવટ આનંદજી કલ્યાણજીના નામથી ચાલે છે. દેખરેખ માટે સંઘ તરફથી પાંચ મેંબરે છે અને લાઇબ્રેરી હાલ ઉધાડવામાં આવી છે. હાલ રૂ. ૧૪ નું ઉત્તેજન મળ્યું છે. વધુ મદદની જરૂર છે. ઝાંઝીબાર–વિકાનેરના રહીશ પ્રતિષ્ઠિત યતિ શ્રીપાળચંદ્રજી ઝાંઝીબાર ગયા હતા. ત્યાંથી તે એડન પણ ગયા હતા. તેઓ સર્વ યતિઓને જણાવે છે કે ઝાંઝીબારનાં હવા પાણી સારાં નથી. ત્યાંના જેન ભાઈઓ ઘનવાન નથી. નિઃસ્વાર્થ ઉપદેશ માટે જે યતિ જશે તેને સારું માન મળશે, પણ જે ધન માટે જશે તે પસ્તાશે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy