SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ; + जैन कॉन्फरन्स हरैल्ड. [માર્ચ - શેઠ પ્રેમચંદ રાયચંદ તરફથી તેમના સુપુત્ર મરહુમ મી. ફકીરભાઈની યાદગીરીમાં રૂ. ૨૫૦૦ ની રકમના વ્યાજમાંથી સ્કોલરશિપ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. * રૂ ૩૬૦૦ આશરે કેન્ફરન્સના જુદા જુદા ખાતાઓમાં ભરવામાં આવ્યા છે. પાંચમી કોનફરન્સ અમદાવાદમાં અને છઠ્ઠી ભાવનગરમાં ભરવાનું નક્કી થયું છે. પહેલી જન મહિલા પરિષદની સ્થાપના. પાટણ ખાતે મળેલી ચોથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું કામ ખલાસ થયા પછી સ્ત્રીઓની એક સભા મેળવવામાં આવી હતી. આ સભા સાગર ગચ્છના ઉપાશ્રયમાં મળી હતી. આશરે ૧૨૦૦ જૈન બાનુએ હાજર હતી. એ સ્ત્રી વંદમાં રાજકુંવરબાઈ ઠઠ્ઠા (રા. ગુલાબચંદ ૮દ્રાના માતુશ્રી), મીસીસ મોતીબાઈ પુનમચંદ કરમચંદ કટાવાળા, મીસીસ કુંવરબાઈ અમીચંદ પનાલાલ, મીસીસ ચંચળબાઈ જેસીંગભાઈ ઝવેરચંદ, “મીસીસ હેમચંદ વસ્તાચંદ, મીસીસ બાપુલાલ મૂળચંદ, મીસીસ લલુભાઈ નથુભાઈ, મીસીસ લલુભાઈ જેચંદ, મીસીસ પાનાચંદ જેચંદ, મીસીસ હરકેરબાઈ રતનચંદ વસ્તાચંદ, મીસીસ મણિલાલ લહેરચંદ, મીસીસ સૂરજમલ ઝવેરચંદ, મીસીસ મનસુખભાઈ દેલતચંદ, મીસીસ વિઠલદાસ મંગળદાસ અનુપચંદ, મીસ રતન અમરચંદ પરમાર, અને બાઈ સમરથ વિગેરે હતાં. પ્રમુખસ્થાને રાજકુંવરબાઈ ઢઢા બીરાજ્યાં હતાં. તેમણે સાંસારિક તથા ધાર્મિક બાબતે વિષે વિવેચન કર્યું હતું અને જૈન સંસારમાં જે વહેમ ભરેલા અને હાનિકારક રીવાજે ઘુસી ગયા છે તે નાબૂદ કરવા સર્વ બહેનને વિનંતિ કરી હતી. પછી અમદાવાદ વાળા મી. મનસુખલાલ અનુપચંદના પુત્રી બાઈ સમરથ તથા પાટણ કન્યાશાળાના હેડમીસીસ બાઈ મંછાબાઈએ હાનિકારક રીવાજો દૂર કરવા વિષે મન પીગળે એવાં અસરકારક ભાષણો કર્યા હતાં. નઠારા રીવાજો દૂર કરવા માટે સૌથી સરસ ઉપાય એ સૂચવવામાં આવ્યું કે જેણે બની શકે તેણે બાધા લેવી. આ પ્રમાણે મુનિ મહારાજાએ પધારી બાધા આપી હતી. આ પરિષદમાં થયેલ ઠરાવો નીચે પ્રમાણે – - ૧ જિન બાનુઓએ ધાર્મિક, વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી લેવી. ૨ જેમાં હાનિકારક સાંસારિક રીવાજે ચાલતા હોય તે દૂર કરવા. ૩ જૈન શ્વેતાંબર કોન્ફરસે આપણે માટે જે ઠરાવ કર્યા છે તે માટે તેમને આભાર માનવામાં આવે છે. ૪ જૈન બાનુઓની આજે મળેલી આ સભાનું નામ “પહેલી જૈન મહિલા પરિષદ” રાખવામાં આવે છે. ૫ બીજી જૈન મહિલા પરિષદની બેઠક, અમદાવાદ ખાતે પાંચમી કેન્ફરસ ભરાય ત્યારે ત્યાં ભરવા ઠરાવ કરવામાં આવે છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy