SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬] ચેથી જૈન શ્વેતાંબર કેન્ફરંસ. ૩ ધાર્મિક કેળવણી અર્થસહિત અને તેના રહસ્યનું જ્ઞાન થાય તેવા પ્રકારની ચેજના કરવી. * જૈન વિદ્યાર્થીઓને ઉંચા પ્રકારની કેળવણું મળી શકવા માટે તેમજ કળાકેશલ્ય સંબંધી કેળવણું આપવા માટે કેલરશિપ આપવી અને જૈન બેડીંગ સ્થાપવી. ' ૫ જેન લાઈબ્રેરીઓ અને બૂકડી સ્થાનકે સ્થાનકે સ્થપાય તેવી ગોઠવણ કરવી, કે જેની અંદર છાપેલાં તમામ પુસ્તકે મળી શકે. ૬ દરેક સારા શહેરમાં મોટી ઉમરની શ્રાવિકાઓને અભ્યાસ કરાવવાને શ્રાવિકા શાળાઓ સ્થપાવવી અને તેની અંદર ઉદ્યોગનું શિક્ષણ પણ અપાય તેવી ગોઠવણ કરવી. આ બાબતની આ કન્ફરંસ ખાસ આવશ્યકતા ધારે છે. ' ઠરાવ છઠે-આપણા મહાન પૂર્વાચાર્યોએ રચેલા અનેક પ્રાચીન ગ્રંથે જુદા જુદા શહેરમાં પુસ્તક ભંડારની અંદર રહેલાં છે. તેને હવે પછી વિનાશ ન થાય તેવી જના કરવી. છર્ણ સ્થિતિના અલભ્ય ગ્રંથની નવીન પ્રતે લખાવી તેને પુનરુદ્ધાર કર. દરેક ભંડારેની ઉપયોગી હકીકત સાથેની ટીપ તૈયાર કરવી, તેની આ કોન્ફરંસ આવશ્યકતા ધારે છે. તે સાથે ઠરાવ કરે છે કે દરેક પુસ્તક ભંડારના અધિકારીઓએ પિતાના કબજાના ભંડારોની ટીપની નકલ કોન્ફરંસ તરફ મેકલવી અને જે ટીપ બરાબર તૈયાર ન હોય તે કોન્ફરંસની મદદ માગવી, જેથી તે કાર્ય પરત્વે યોગ્ય મદદ આપવામાં આવશે. રાવ સાતમો – અનેક સ્થાનકે આપણું પ્રાચીન શિલાલેખે પ્રતિમાજી નીચે તથા છૂટા છવાયા છે, તે બધાને એકત્ર સંગ્રહ કરવાથી આપણી પૂર્વની જાહોજલાલીવાળી સ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પડી શકે છે તથા ઐતિહાસિક સ્થિતિ જાહેરમાં આવે છે માટે તે કાર્ય કરવાની કેન્ફરસ આવશ્યકતા ધારે છે. ઠરાવ આઠમે આપણું પૂર્વ પુરૂષોએ અગણિત દ્રવ્ય ખચીને મહાન દેવાલય બંધાવેલાં છે, તેમાંથી જે જીર્ણ સ્થિતિમાં આવી ગયેલાં હોય તેને જીર્ણોદ્ધાર કરવાની આપણું ખાસ ફરજ છે તેથી તે કાર્યમાં બનતા પ્રયત્ન કરવો જોઈએ અને તેને માટે ચૈત્યરક્ષક કમીટી નીમવી જોઈએ. ઠરાવ નવમ–૧ જીવની થતી હિંસા તથા જનાવર ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા બનતે પ્રયત્ન કરે. • : ૨ પાંજરાપોળ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં સારી સ્થિતિ પર લાવવી અને ન હોય તે જરૂર જણાય ત્યાં નવી સ્થાપવી. ૩ જીવની વિરાધનાથી થતી ચીજો ન વાપરવા માટે ઠરાવ કરવા. ૪ ધર્મના બહાને અથવા વેપારના બહાને જાનવરો ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા પ્રયત્ન કરો. . . ૫ જીવદયા સંબંધમાં ઉપદેશકે રાખી તેને પ્રચાર વધારવે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy