SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ [ માર્ચ • જૈન કોન્ફરન્સ હરેલ્ડ. - ધર્મ, અર્થ, મોક્ષ, કામ થાય નહિ, એ ચાર પદાર્થ પમાય નહિ; . . મિથ્યા જન્મારે જાય વહી. એ અજ્ઞાની તે પાછાં ઝટ બાળક પ્રસવે, તે થાય તીઆ હાય હવે, ' નિર્માલ્ય કરેગી કયાંથી જીવે. • • • ઓ અજ્ઞાની પવળી કન્યાવિક્રયના સંપ્રદાયથી જેવી રીતે બાળલગ્ન પ્રવેશ કરે છે તેવી રીતે જ વૃદ્ધલગ્ન કજોડાં તથા સાટાખડાં પ્રવેશ કરે છે. મિત્ર! ૫૦ વર્ષની ઉમ્મર એ બાળલગ્નને અંગે ચિંતામાં ખડકવા જેવી છે. અંગ્રેજ પ્રજા મજબુત છતાં ૫૦ વરસની ઉમ્મરે પેન્શન આપે છે-કારણ કે નોકરી કરી શકે તેવી શક્તિ રહેતી નથી. તે સંસાર માંડવાની તે શક્તિ શાની જ હોય? આવાં મડાને મીંઢળ બાંધવા તૈયાર થનારાઓ, હું કહું છું કે તમે પૈસાને લોભે તમારી પુત્રીઓનો ભવ બગાડો છો તેના કરતાં કુવામાં ફેંકી દેતા હો-ગળે ફાંસો દઈ મારી નાખતા હે કે ગળથુથીમાં ઝેર પાતા હો-તો હજાર દરજજે સારું છે. જે મન મા પૈસે મળતું હોય તે પિતાની પુત્રી ભલે આઠ વરસની ન હોય અને તેને પતિ. ભલે ૬૦ વરસ હોય અથવા પુત્રી ભલે ૧૬ વરસની હોય ને જમાઈ ભલે સાત વરસનો હેય-પુત્રી ભલે ભણેલી અને વિદ્વાન હાય-અને પતિ. ભલે અજ્ઞાન અને મૂર્ખ હોય તેની દરકાર પિસાના તેજમાં તણાઈ જનાર લેશ માત્ર કરતા નથી. પુખ્ત વયે સ્વયંવર લગ્ન કરવાની પ્રશસનીય રૂઢી લેભી માણસેને પસંદ ન પડી એટલે નિર્મળ કરી દીધી. જ્યાંથી પસંદ પડે ? જ્યાં નાણાંનાં પિટલાં ઉસરડવાં હોય, બહેળા કુટુંબનું પેટ ભરવું હોય જ્યાં લેણદારોનાં વ્યાજ ઓછાં કરવાં હય, જેમ તેમ કરીને પોતાનું નામ રાખવું હોય, ત્યાં પછી ગરીબડી ગાય જેવી દીકરીની દાઝ કેણ, જાણે? ઉઘોગને નામે મીડું, વિદ્યાને નામે મીડું, સંપને નામે મીડું, અને દયા ધર્મને નામે સમૂળું મીઠું વાળી બેઠેલા પિતાને પોતાની નિર્દોષ બાળકીઓ, પ૦–૬૦ વરસના બૂઢાને પરણાવતાં–૭—૮ વરસના ટીચકુડીઆ નાદાન છેકરા જોડે પરણાવતાં શાને વિચાર હોય છે કે હું જાણી જોઈને આ ગરીબડા પશુને ગળે છરી મૂકું છું? બાળપણમાં નેહ કરે એટલે પછી તે બાપડાં બાળકોમાં સ્નેહ શાનો હોય? પતિધર્મ અને પત્નીધર્મ શું તે શી રીતે તેઓ સમજે? અને પછી એક બીજા સાથે મન પણ કેમજ મળે? અનેકાનેક ધિકાર હજો એવા પિતાઓને કે જેઓ જાણી જોઈને તાની બાળકીઓનો સ્વાર્થ બગાડે છે. વિદ્યા, વય, અને રૂ૫ ગુણનું જોડું જ્યાં હોય છે ત્યાં તે કજોડાથી પતિ પત્નીમાં ખરો સ્નેહ થતું નથીતેમ ઈન્દ્રીયસુખ પણ ઉત્તમ રીતે મેળવી શકતાં નથી, યુવતીની માનસિક વૃત્તિ વૃદ્ધ પતિની માનસિક વૃત્તિને મળતી આવતી જ નથી તેથી એક બીજાનાં મન મળતાં નંથી. વૃદ્ધ સ્વામી ગમે તેટલે વિદ્યામાં તથા લક્ષ્મીમાં
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy