SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કરન્સ ૨૯. [ જાન્યુઆરી સહાયક, ઉપસતાયુક તથા લાઈફ મેમ્બરે મદદ કરે છે. આનંદના, સહાયક રૂ. ૫૦, મધુકરના રૂ ૨૫, આનંદના ઉપસહાયક રૂ ૫, મધુકરના રૂ. ૨૫, આનંદના લાઈફ મેઅર ૨૫ અને મધુકરના રૂ. ૧ આપે છે. આનંદ અને સધુકરના લેખે લખનારાઓનાં નામ પરથી જણાય છે કે જામનગરના વતની ચતુર્થ વ્રતધારી અને સરલ પંડિત લાલન, મુનિ કરવિજયજી, મુનિ રત્નવિજયજી, ગિરધર હેમચંદ, નારણજી અમરશી, ચુનીલાલ વર્ધમાન, સાકરચંદ માણેકચંદ, ચકેરચંદ્ર કુંડલાકર, વિગેરે છે. બને માસિકના બદલામાં ૨૩ માસિક આવે છે એ પણ આનંદની વાત છે. આનંદ ભુવન લાઈબ્રેરીમાં ૬૦ પુસ્તકો છે. જુદા જુદા પ્રહસ્થા તરફથી રૂ. ૨૮૨ પુસ્તકાલયને ભેટ થયા છે. અને આખરે પુસ્તકાલય બેડીંગ શાળાને ભેટ કરવામાં આવ્યું છે. આનંદ ભુવનને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીમાં રજીસ્ટર કરવામાં આવ્યું છે, તે પણ સારું કર્યું છે. વર્ગ તરફથી જે માનપત્ર અપાયાં છે તેમાં સર્વથી પ્રથમ પાલીતાણાના મરહુમ નામદાર ઠાકર શ્રી સર માનસિહજીનું નામ છે. આ વાંચીને માનપત્ર આપવામાં કેમને કેટલું નુકશાન થયું છે તે યાદ કરતાં અમને અતિશય ખેદ તથા ગ્લાનિ થાય છે. અમે ગઈ ગુજરી યાદ કરવા માગતા નથી. પરંતુ માનપત્ર કેવા પુરૂષોને આપવું એ પ્રથ ગથીજ નિર્ણયની જરૂર છે, બહુ દીર્ધદષ્ટિની અને વિચારની જરૂર છે. મરહુમ ઠાકોર સાહેબે જેઓ તેવી સગવડ કરી આપી હોય તે પણ માનપત્ર આપવું, આપીને જુદાં જુદાં પત્રમાં પ્રસિધ્ધ કરાવવું અને તે દ્વારા નામદાર સરકારને જણાવવું કે જેનેને નામદાર ઠાકોર સાહેબ સગવડ કરી આપે છે અને જૈને તેમને ચાહે છે, એ બાબત બહુ ગંભીર, ધર્મને અને તીર્થને નુકસાન કરનારી અને ઘણું. શાંત સુશીલ જૈનબંધુઓને દુઃખવનારી થઈ પડી હતી. આ બાબત અત્ર ચર્ચવાનો અમારે આશય એટલો જ છે કે આપણું અંગત સગવડ માટે નામદાર ઠાકોર સાહેબે જોઈએ તેવું કર્યું હોય તે પણ કંઇ એવું પગલું લેવું ન જોઈએ કે જેથી તીર્થ અને ધર્મને હાનિ પહોચે. આ વિચાર દર્શાવવામાં અમારે શુભ આશયજ છે. કૅન્ફરન્સના પ્રમુખ રાય બહાદુર બદ્રીદાસજી, શેઠ વસનજી ત્રિકમજી તથા શેઠ ખેતશી ખીઅશીને માનપત્ર આપવામાં યોગ્યને યોગ્ય સન્માન મળ્યું છે અને મંડળે ફરજ બાવી છે. - આ વર્ગ હસ્તક ચાર ખાતાંઓ છે. વર્ગ નિવાહ કંડ ખાતામાં પ્રસિદ્ધ થતાં પુસ્તકના દર ફારમે ૨૧ જમે કરવામાં આવે છે. સદુપયોગ ખાતામાં ભરાયેલાં નાણામાંથી વિદ્યાર્થીઓને ઈનામ, ગરીબ શ્રાવક ભાઇઓને મદદ, તથા બીજાં સત્કાર્યો થાય છે. જીવદયા ખાતામાંથી પાલીતાણાની પાંજરાપોળમાં ખેડાં ઢેરે તથા ઘેટાં વિગેરેની બરાબર સંભાળ લેવાય છે કે નહિ, તેની તપાસ રાખવા એક માણસને પગાર આપવામાં આવે છે. ઉગવર્ધક ખાતામાંથી ગરીબ શ્રાવકોને ધંધે લગાડવામાં આવે છે તથા જૈન બાળકને હુન્નર ઉદ્યોગ શીખવા માટે સાહિત્ય પૂરાં પાડવામાં આવે છે. ચારે ખાતોને આશય ઉત્તમ છે. સદુપયોગ ખાતામાં આવક રૂ૪૩૪ ની થઈ છે જ્યારે ખર્ચ માત્ર રૂ ૩. થયું છે. ઉગ વર્ધક ખાતામાં પણ આવક રૂ૪૮ થઈ છે જ્યારે ખર્ચ માત્ર રૂ. ૬ થયા છે. આ બન્ને બાબતે વિષે માત્ર એટલું જ કહેવાનું કે એ બન્ને ખાતાંઓ માટે કયાં ખર્ચવુંએ સવાલ થઈ શકે તેમ નથી. માટે જેમ બને તેમ એ રકમો વાપરવી ઉત્તમ છે. સંઘરી રાખવી ઉત્તમ નથી. છેવટે અમે આ વર્ગને ફતેહ ઈચ્છીએ છીએ. ચોથી કોન્ફરન્સમાં ચર્ચવાના વિષયે. ચેથી કેન્ફરન્સ પાટણ મુકામે ફાગણ સુદ બીજથી મળશે. તે પ્રસંગ બહુજ આવા દાયક હવા સાથે આપણે કેમની ભવિષ્યની સ્થિતિ પર મજબૂત અસર કરનાર છે, અને આખી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy