SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] પાંચમી કેન્ફરન્સમાં ચર્ચવાના ઠરાવે. ૩૭૯ ઠરાવ ૭ મો. | ( નિરાશ્રિત જનેને આશ્રય બાબત ) મરણાંતે પણ યાચના નહી કરનાર શ્રાવક શ્રાવિકાઓ બાળબચ્ચાં સાથે કોઈ સ્થળે સીઝાય નહિ અને દીન દીન હાલતમાં ધર્માન્તર થતાં અટકે તે માટે. ૧ નિરાશ્રિત જેને ધંધે લગાડવાની, ૨ માબાપ વિનાનાં અનાથ બાળકોને તથા અનાથ જન વિધવાઓને આશ્રય આપવાની, જન્મપર્વતના અસાધ્ય રોગોથી પીડાતા નિરાશ્રિત સ્વામીબંધુઓને માટે આશ્રય સ્થાન સ્થાપવાની, આ કોન્ફરન્સ ખાસ આવશ્યક્તા સ્વીકારે છે, અને સર્વ જૈન બંધુઓને તથા શ્રીમાન શેઠીઆઓને આ બાબત ઉપર ખાસ લક્ષ આપવાની વિનંતી કરે છે. ઠરાવ ૮ મે જીવ દયા, અહિંસા પરમો ધર્મ –એસિદ્ધાંત સર્વ ધર્મોને સામાન્ય છતાં ઉત્કૃષ્ટ રીતે તે જૈન ધર્મને સિદ્ધાંત છે માટે, ૧ જીવની થતી હિંસા તથા જાનવરો ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા બનતા પ્રયત્ન કરવા. ૨ પાંજરાપોળ જેવાં ખાતાં જ્યાં ચાલતા હોય ત્યાં તે એગ્ય વહીવટ અને ચોખવટથી ચલાવવા તથા જે સ્થળોએ તે ન હોય ને તેની જરૂરીયાત હોય ત્યાં તેવાં ખાતાં નવાં સ્થાપન કરવાં. ૩ પ્રાણીઓના અવયવોની બનતી ચીજો માટે તેમના ઉપર ઘણું ઘાતકીપણું ગુજરે છે તેથી તે બનાવટની ચીજે ઉપયોગમાં ન લેવા. ૪ તથા બીજે અનેક રસ્તે જીવદયા જેવા ઉત્તમ કાર્યને ઉતેજન આપવું. આ સંબંધમાં વાંસદાના નામદાર માહારાજ સાહેબે દસરાના તહેવાર ઉપર પાડાનો વધ કરવાનો રીવાજ બંધ કર્યો છે તે માટે, તથા ધંધુકા તાલુકાના ગાંફ દરબાર સાહેબે પોતાના પુત્રના જન્મોત્સવમાં પોતાના રાજ્યમાં સર્વથા શીકારને નિષેધ ર્યો છે તે માટે, તથા બીજા માહારાજાઓ ઠાકરે વગેરેએ જીવ દયા સંબંધમાં જે જે ઠરાવ કર્યા છે તેઓને આ કોન્ફરન્સ સંતેષ સહિત આભાર પ્રદર્શીત કરે છે.. ઠરાવ ૯ મો. (કેન્ફરન્સના બંધારણ બાબત.) કેન્ફરન્સનું બંધારણ મજબુત થવા માટે નીચે પ્રમાણે ઠરાવ પસાર કરી વાની અને તેને અમલમાં મુકવાની આવશ્યકતા આ કેન્ફરસ વિચારે છે. . ૧ ચારે જનરલ સેક્રેટરીઓએ પિતાના હાથ નીચે જરૂર પડતા પ્રાંતિક છે અને સ્થાનિક સેક્રેટરીઓ નીમી તેમની મારફત કોન્ફરન્સમાં થયેલા ' ઠરાને અમલ કરાવવા પ્રયાસ કરો. ૨ કેન્ફરન્સની કાયમ સ્થિતિ દ્રઢ કરવા માટે દરેક જૈન પાસે હરસાલ કઈ અમુક રકમ ઉઘરાવી ચાલુ ઉપજ થાય તેવી ચેજના કરવી.' ૩ દરવર્ષે જેમ બને તેમ ઓછા ખર્ચે કેન્ફરન્સ ભરાઈ શકે તેમ સગ વડ કરવી. ૪ કોન્ફરન્સ તરફથી નિકલતા માસિકમાં કોન્ફરન્સ સંબંધી ' કાર્યની
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy