SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ છે જેન કોન્ફરન્સ. - ] ડીસેમ્બર રજપુતાના બ્રાંચ એફીસ–નવેમ્બર માસમાં ઈન્સપેકટર હીરાલાલજી સીવાણું જીલામાં ૮૯ ગામે ફર્યા જેમાંથી ૩૫. ગામની ડીરેકટરી કરીને બાકીના ૫૪, ગામમાં આપણી વસ્તી માલુમ પડી નહી. આ જીલાના હાકેમ સાહેબ સુરાણ કસ્તુરમલજી તથા શીવાણુ ગામના શેઠ ઉમજી સુપચંદે આ પ્રાંતની ડીરેકટરી કરતાં અમને ઘણી મદદ કરી છે તેથી તેમને ધન્યવાદ આપીએ છીએ. આ ભાગમાં અમેએ સભાઓ ભરી ભાષણ આપવા ઘણી કોશિષ કરી પરંતુ વિદ્યાના અભાવે તેમ બની શક્યું નથી તે પણ સમદડી ગામે હાનીકારક રીવાજો ઉપર ભાષણ આપ્યું હતું. ચુનામે તાલુકાના કુડલ ગામમાં હાનીકારક રીવાજે ઉપર ભાષણ કર્યું હતું જેમાં ત્યાંના વ્યાસ જસરાજે અસરકારક અનુમોદન આપ્યાથી ત્યાંની સ્ત્રીઓ સ્ત્રી ધર્મમાં (રજસ્વલા) હોવા છતાં ઘરનું કામકાજ કરતી હતી તથા મરદે હલકા વર્ણના લોકોનાં હકકા પીને ભ્રષ્ટ થતા હતા તે બંધ કરવાને લખત સાથે પ્રતીજ્ઞા ઓ કરી છે. આ દેશ કેળવણીમાં તદન પછાત હોવાથી તેમજ રણ ડુંગર અને જંગલ ઘણું હોવાથી તેમજ એક ગામથી બીજુ ગામ ઘણું છેટું હોવાથી અને રેલ્વેનું જેવું જોઈએ તેવું સાધન નહીં તેથી આ મારવાડ દેશની ડીરેકટરી કરતાં અમને જેટલી હાડમારી ભોગવવી પડે છે તેટલી ભાગ્યે જ હીંદુસ્તાનના બીજા કેઈ પણ દેશમાં આટલી મુશ્કેલી પડતી હશે. આ હાડમારી અને દુઃખને અનુભવ બીજાને થે બહુ મુશ્કેલ છે. તે પણ આ કામ શ્રી સંઘનું હોવાથી અમે અમારી ફરજ અદા કરવા પછાત પડી શું નહી. તે સીવાય અમદાવાદ કોન્ફરન્સ માટે કંકોત્રીઓ મોકલવા આપણી વસ્તીવાળા મારવાડના દરેક ગામના પિષ્ટ, તાલુકે, છેલ્લે, તથા આગેવાનના નામનું એક પત્રક બનાવી મુંબઈ હેડ ઓફીસમાં મોકલ્યું વળી મારવાડના જેટલા ગામોની ડીરેકટરી થઈ તેમાંથી દેરાશર હાલ છાપવાના હોવાથી તેની પણ તારવણ કરીને મુંબઈ મોકલાવી આપી. ' કેન્ફરન્સના ઠરાવોને થતે અમલ. - અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકામાં અમારી તરફથી ધામીક ખાતાના હિસાબ તપાસનાર ઈન્સપેકટ શાહ જેચંદ ચતુરભાઈના પ્રયાસથી ગામ ગરજ ગામમાં ચાર આનાના ફંડને ઠરાવ થયે છે. ત્યાંના સંઘે રૂ. ૧-૧૨-૦ વસુલ કરી અમને મોકલી આપ્યા છે, જેમની ઉપકાર સાથે નેંધ લઈએ છીએ.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy