SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યા. અને તેનું તડ કસ્તુરચંદજી કહેવાવા લાગ્યું તે ઉપરાંત લોકાગચ્છ વાળાઓનું તડ મળી એ ગામમાં ચાર તડ પડી ગયાં છે. એથી મંદિરના વહિવટને નુકશાન "પહોંચી રહયું છે. ત્રણેક વર્ષ પર મીટ ગુલાબચંદજી ઠઠ્ઠા અને મી. અમરચંદ . પરમાર સાદડી જઈ બધા તડવાળા પાસે લવાદ નામુ લખાવી. લીધું હતું. પણ આપસ આપસની ખેંચતાણ અને મમતા મમતીથી તેમજ દિલની સફાઈ વગર સં૫ થો મુશ્કેલ માલુમ પડે. એ મંદિરના વહીવટમાં સુધારાની મોટી જરૂર છે. હાલમાં બ્રાહ્મણ પૂજારીને હાથે પૂજા કરવામાં આવે છે. અને તે પગારદાર છે. ગામના 'તેમજ શ્રી રાણકપુરજીના જે કંઈ ચખા પૈસા વગેરે ચઢે છે તે સર્વે પૂજારી લેતા. આવ્યા છે. અને તેમને કંઈ પગાર મળતો નથી. શ્રી રાણકપુરજીમાંસેવક વિરચંદ હમેશથી પૂજા કરતો આવ્યો તેમ કરે છે. ગામમાં સેવકના ઘર આઠ છે. ત્યારે રાવળના ૨૦-૨૫ ઘરમાંથી ૨-૩ ઘરવાળા પૂજા કરે છે. ૭ જીર્ણોદ્ધાર કરવાની અગત્ય. આ મંદિર જીર્ણ થવાથી ઘણે ઠેકાણે સમાર કામની જરૂર હતી. તે તરફ શેઠ આણંદજી કલ્યાણજીનું લક્ષ ખેચાયું હતું. અને જીર્ણોદ્ધારનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ઉપર જણાવેલા સાદડીના પંચના કંપથી તથા બીજા કારણને લીધે તે પાછું બંધ કરવું પડ્યું હતું. ત્યાર બાદ મહેસાણા વાળા પરોપકારી ગૃહસ્થ શેઠ વેણીચંદ સુરચંદે પણ આ સંબંધમાં પ્રયાસ કરીને ટીપ કરી હતી જેમાંથી કેટલીક રકમ વસુલ થઈને શેઠ આણંદજી કલ્યાણજીને ત્યાં જમા પડેલી છે. જૈનોની જાહોજલાલીની નિશાની રૂપ આ ભવ્ય મંદિર હમેશાં સારી સ્થીતિમાં રહે તેની ખાસ સંભાળ રાખવી જોઈએ. એવા ભવ્ય મંદિરે કાંઈ હમેશાં બાંધી શકાતાં નથી. બલકે અત્યારે તે તે બાંધવાની હિંમત કરનારા પણ મળી શકે નહિ. તેથી તે આપણે જીર્ણ સ્થિતિમાં રહેવા દઈ તેને નાશ કઈ પણ પ્રકારે થવા દેવ જોઈ નથી. બે દીવસ સૂધી એ મંદિરમાં દરેકે દરેક ભાંગેલા કામની બારીક તપાસ કરતાં નીચે પ્રમાણે ખર્ચ થવાને સંભવ છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy